બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 29 August 2025
હાલ દેશમાં GST સુધારાની તૈયારીઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના દિવસે કરેલા એલાન પછીથી GSTને લઈને મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે કે આગામી GST કાઉન્સિલની બેઠકમાં કોકો આધારિત ચોકલેટ, ફ્લેક્સ, પેસ્ટ્રીથી લઈને આઇસ્ક્રીમ સુધીની વસ્તુઓ પર લાગતો 18% જીએસટી ઘટાડીને 5% કરી શકાય છે.
જો આવું થાય તો આ વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થશે, જે ગ્રાહકો માટે મોટી રાહત સાબિત થશે. આ પ્રોડક્ટ્સની ડિમાન્ડ બાળકો અને યુવાનોમાં વધારે જોવા મળે છે.
ADVERTISEMENT
ચોકલેટ અને આઇસ્ક્રીમ થશે સસ્તી
લોકપ્રિય સ્વીટ પેકેજ્ડ ફૂડ વસ્તુઓ હવે તમારા ખિસ્સા પરનો બોજ હળવો કરી શકે છે, કારણ કે GST 2.0 અંતર્ગત ચાલી રહેલા સુધારા હેઠળ ફિટમેન્ટ કમિટીએ ભલામણ કરી છે કે કોકો વાળી ચોકલેટ, અનાજમાંથી બનેલા ફ્લેક્સ, પેસ્ટ્રી અને આઇસ્ક્રીમ જેવી વસ્તુઓ પર લાગતો 18% નો જીએસટી ઘટાડીને 5%ના ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવશે.
ADVERTISEMENT
આગામી અઠવાડિયે થનારી GST કાઉન્સિલની બેઠકમાં જો આ ભલામણ માન્ય થશે અને ટેક્સ સ્લેબમાં ફેરફારને મંજૂરી મળશે તો ચોકલેટના ભાવ ઘટશે. ભારતમાં ઝડપથી પોતાનું માર્કેટ વધારી રહેલી પેસ્ટ્રી પણ ઘણી સસ્તી થઈ જશે. તે સિવાય ફક્ત શહેરોમાં જ નહીં, પરંતુ અર્ધશહેરી વિસ્તારોમાં પણ નાસ્તાનો સારો વિકલ્પ બની રહેલા ફ્લેક્સની કિંમતો પણ ઘટી જશે.
18% સ્લેબનો રેવન્યુમાં મોટો હિસ્સો
ADVERTISEMENT
હાલની સ્થિતિની વાત કરીએ તો 18% GST સ્લેબ હેઠળ આવતી વસ્તુઓનો GSTથી થતી આવકમાં મોટો હિસ્સો છે. પરંતુ ટેક્સ માળખામાં સુધારો અને તેને સરળ બનાવવાનો સરકારનો હેતુ એ છે કે રોજબરોજ મોટા પાયે વપરાતી વસ્તુઓ ખરીદતી વખતે લોકોના ખિસ્સા પરનો બોજ ઓછો થાય.
એક રિપોર્ટ મુજબ, સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા પાયે વપરાતી ખાદ્ય વસ્તુઓ પર GST દર ઓછો કરવાથી મોંઘવારી ઘટશે અને ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.
ADVERTISEMENT
જોકે ફિટમેન્ટ કમિટીની આ ભલામણો અંતિમ નથી. આગામી અઠવાડિયે 3 અને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં થનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. આ કાઉન્સિલની 56મી બેઠક હશે.
વધુ વાંચો: વેપારીઓ રહે ટેન્શનમુક્ત! ટ્રમ્પના ટેરિફને પહોંચી વળવા સરકારનો માસ્ટર પ્લાન તૈયાર
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ કર્યું હતું GST સુધારાનું એલાન
15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી GST અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દિવાળી પહેલાં સરકાર નવો GST સુધારો લાવવા જઈ રહી છે. જોકે, નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફેરફારોને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પર અસર પડશે અને અંદાજ છે કે લગભગ 40,000 કરોડ રૂપિયાના રેવન્યુ નુકસાનની શક્યતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.