બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 AM, 29 August 2025
અમેરિકા દ્વારા ભારત પર લગાવાયેલા ટેરિફના નવાં નિયમોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અનેક પગલાં લેવા જઈ રહી છે. ટેરિફને કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ માટે સરકાર ‘પ્રત્યક્ષ આવક સહાય’ (Direct Income Support) યોજના લાવવાનો વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
આ યોજનાનો હેતુ એ છે કે જો MSME ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની નોકરી જતી રહે તો તેમને આર્થિક આધાર મળી રહે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી જાણવા મળ્યું કે યોજનાનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે અને મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં અમલમાં મૂકી શકાય છે.
રિપોર્ટ મુજબ સરકાર ટેરિફના પ્રભાવથી MSME ક્ષેત્રને બચાવવા પ્રયત્ન કરી રહી છે. સૌપ્રથમ પરોક્ષ સહાયના ઉપાયો અમલમાં મૂકાશે. તેમાં ક્રેડિટ ગેરંટી હેઠળ સહાય વધારવા અને MSME માટે ઓછા વ્યાજ અને સુરક્ષિત લોન મળી રહે તેના પગલાં લેવાશે.
ADVERTISEMENT
હાલમાં સરકાર 2025-26ના કેન્દ્રિય બજેટમાં જાહેર કરેલા 25,000 કરોડ રૂપિયાના એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ એક પેકેજ તૈયાર કરી રહી છે, જેમાં સસ્તી લોન, નિકાસ માટે વધુ સારી બજાર પહોંચ અને ટેરિફની અસર ઘટાડવાના ઉપાયો સામેલ છે. આ પેકેજને ટૂંક સમયમાં કેન્દ્રિય મંત્રીમંડળની મંજુરી મળવાની શક્યતા છે.

ADVERTISEMENT
કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધશે?
રિપોર્ટ મુજબ RBI ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) હેઠળ નાના અને લઘુ ઉદ્યોગો માટે સુરક્ષિત લોન મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવાની તૈયારીમાં છે. આ યોજના સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં અમલમાં આવી શકે છે.
ADVERTISEMENT
CGSને વર્ષ 2010માં શરૂ કરવામાં આવી હતી અને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ તેનું સંચાલન કરે છે. આ ટ્રસ્ટ બેંક અને નાણાકીય સંસ્થાઓને ખાતરી આપે છે કે જો કોઈ MSME એકમ લોન પરત ન આપી શકે તો ટ્રસ્ટ બાકી રકમમાંથી 75 થી 90 ટકાનો ભાગ ચૂકવી દેશે.

ADVERTISEMENT
નિકાસકારો સાથે ઉભી છે સરકાર
28 ઓગસ્ટે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના પ્રતિનિધિમંડળે નાણામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત લીધી હતી અને ટેરિફને કારણે ઉભી થઈ રહેલી મુશ્કેલીઓની માહિતી આપી હતી. નાણાંમંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે સરકાર ભારતીય નિકાસકારો સાથે મજબૂતાઈથી ઉભી છે. તેમણે કહ્યું કે,
ADVERTISEMENT
'નિકાસ ક્ષેત્રની ચિંતાઓના ઉકેલ માટે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે અને તેમના હિતોની રક્ષા માટે શક્ય તે બધા પગલાં લેવામાં આવશે.'
FIEOના અધ્યક્ષ એસ.સી. રાલ્હને કહ્યું કે,
'વધતા ટેરિફને કારણે નિકાસકારોની સ્પર્ધાત્મક ક્ષમતા અસરગ્રસ્ત થઈ રહી છે, બજાર સુધી પહોંચ મર્યાદિત થઈ રહી છે અને રોજગારમાં નકારાત્મક અસર પડી રહી છે.'
તેમણે સરકારને તાત્કાલિક અને વિચારપૂર્વકના પગલાં લેવા વિનંતી કરી હતી.
વધુ વાંચો: સિગરેટ-પાનમસાલા લવર માટે માઠા સમાચાર, ડબલ પૈસા ચુકવવા પડશે
નાણાંમંત્રી સીતારમણે ખાસ કરીને શ્રમિકોના જીવનાધાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉદ્યોગ જગતને અપીલ કરી કે તેઓ શ્રમિકોને વિશ્વાસ અપાવે કે વૈશ્વિક આર્થિક પડકારો હોવા છતાં તેમની નોકરીઓ પર કોઈ જોખમ નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.