બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આજથી રૂ. 10 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થઇ શકશે, પરંતુ પહેલા આ નવા નિયમ વિશે જાણી લેજો

કામની વાત / આજથી રૂ. 10 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન થઇ શકશે, પરંતુ પહેલા આ નવા નિયમ વિશે જાણી લેજો

Published By: Shilpa Parmar

Last Updated: 10:04 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI transaction limit 2025 : આજથી UPI પેમેન્ટના નિયમોમાં મોટા બદલાવ થવાના છે. 12 જેટલી કેટેગરીમાં કેટલાક ફેરફારો લાગુ થયા છે. જાણો શું છે નવાં નિયમો?

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) વાપરતા લોકો માટે મોટી ખબર આવી રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ મોટી લેવડ-દેવડની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારી દીધી છે. આ નિયમો 15 સપ્ટેમ્બર 2025થી એટલે કે આજથી અમલમાં આવ્યા છે.

હવે વેરિફાઈડ મર્ચન્ટ્સને એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. આ બદલાવ ખાસ કરીને શેર બજારમાં રોકાણ, ઈન્શ્યોરન્સ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ જેવી ઓનલાઈન ચુકવણીઓ માટે લાગુ રહેશે. જો તમે PhonePe, Paytm કે Gpay જેવી એપ્લિકેશન વાપરો છો તો જાણી લો કે નિયમોમાં શું બદલાવ આવ્યો છે.

ટ્રાન્ઝેક્શન લિમિટ માટે શું બદલાવ થયો?

વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત રહેશે, એટલે કે પ્રતિદિન 1 લાખ રૂપિયા જ ટ્રાન્સફર કરી શકાશે. આમાં કોઈ ફેરફાર નથી. નવા નિયમોનો હેતુ લોકોને મોટા પેમેન્ટ માટે વારંવાર લેવડ-દેવડ કરવાની મુશ્કેલીમાંથી મુક્તિ આપવાનો છે.

હવે ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, લોનની EMI કે રોકાણ જેવા પેમેન્ટ એક જ વારમા સરળતાથી કરી શકાશે. તેનાથી પેમેન્ટ પ્રોસેસ વધુ ઝડપી અને સરળ બનશે. સાથે જ UPI એપ્સની ડેઈલી કે પ્રતિ કલાકની મર્યાદા પણ પાર નહીં થાય, એટલે કે આ બદલાવ UPI આઈડી વાપરતા લોકો માટે લાભદાયી સાબિત થશે.

કયા નિયમો બદલાયા?

અત્યાર સુધી PhonePe માં મિનિમમ KYC સાથે 10,000 રૂપિયા પ્રતિદિન ટ્રાન્સફર કરી શકાતા હતા. ફુલ KYC સાથે 2 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 4 લાખ રૂપિયા પ્રતિદિન ટ્રાન્સફર કરી શકાતા હતા. Paytm માંથી પ્રતિદિન 1 લાખ રૂપિયા , પ્રતિ કલાકે 20,000 રૂપિયા અને પ્રતિ કલાકે વધુમાં વધુ 5 ટ્રાન્ઝેક્શન કરી શકાતા હતા. તે જ રીતે Google Pay થી પ્રતિદિન 1 લાખ રૂપિયા અને વધુમાં વધુ 20 ટ્રાન્ઝેક્શન શક્ય હતા.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે UPIની એક વખતની ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે 5 લાખ રૂપિયા રહેશે. સાથે જ, એક દિવસમાં વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ થઈ શકશે. જો તમે ટ્રાવેલ સંબંધિત પેમેન્ટ કરો છો તો એમાં પણ એક વખતમાં 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાશે.

વધુ વાંચો: સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક આવશ્યક વસ્તુ સસ્તી થશે: નિર્મલા સીતારમણ

તેના સિવાય લોન અને EMIના પેમેન્ટની મર્યાદા પણ વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હવે એક દિવસમાં વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ થઈ શકશે. તેનાથી લોકોને મોટી લોન કે EMI ચુકવવામાં ઘણી સરળતા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPI daily transaction limit UPI transaction limit 2025 NPCI new rules UPI

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ