બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:29 PM, 26 October 2025
છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી સતત વધતી રહી હતી, ત્યારે અચાનક સાત દિવસમાં તેના ભાવમાં ₹20,000 પ્રતિ કિલોથી વધુ ઘટાડો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદા ભાવમાં મોટી તીવ્રતા જોવા મળી છે અને સ્થાનિક બજારમાં પણ આ અસર સ્પષ્ટ થઈ છે.
ADVERTISEMENT

MCX પર ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. 16 ઓક્ટોબરે, 1 કિલો ચાંદીનો ભાવ ₹1,67,663 હતો, પરંતુ માત્ર સાત ટ્રેડિંગ દિવસમાં તેનો ભાવ ₹1,47,150 સુધી ઘટી ગયો. એટલે કે, MCX પર ચાંદી માત્ર એક અઠવાડિયામાં ₹20,513 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ.
ADVERTISEMENT

ADVERTISEMENT
લોકલ બજારમાં પણ ચાંદીના ભાવમાં સમાન ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, 16 ઓક્ટોબરે ચાંદી ₹1,68,083 પ્રતિ કિલો હતી, પરંતુ અઠવાડિયાના અંતે શુક્રવારે તેની કિંમત ₹1,47,033 પર આવી ગઈ. આ મુજબ સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં ₹21,050ની ઘટાડો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં ઘટાડા પાછળના કેટલાક મુખ્ય કારણો છે. પહેલું, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પછી માંગ ઘટી છે, જેના કારણે ભાવ પર દબાણ આવ્યું છે. બીજું, રોકાણકારો નફો બુક કરાવી રહ્યા છે, કારણ કે ચાંદી છેલ્લા મહિને તેના ઊચ્ચતમ સ્તરે પહોંચી હતી.

ADVERTISEMENT
ત્રીજું મહત્વપૂર્ણ કારણ US ડોલરની મજબૂતી છે. સોનું અને ચાંદી બંને ડોલરમાં વેચાય છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે અન્ય દેશોના રોકાણકારો માટે ચાંદી મોંઘી થઈ જાય છે અને તેની માંગ ઘટે છે. ડોલર ઇન્ડેક્સમાં 2019 થી 0.8% નો વધારો જોવા મળ્યો છે, જે ભલે નાનો હોય, છતાં ચાંદીના ભાવ પર અસર કરી રહ્યો છે.
ADVERTISEMENT
ચોથું કારણ ભૂરાજકીય અને આર્થિક સ્થિરતા છે. વિશ્વમાં પરિસ્થિતિ સ્થિર હોય અથવા વેપાર તણાવ ઘટે, તો સલામત આશ્રયસ્થાન ગણાતી કિંમતી ધાતુઓની માંગ ઘટે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવમાં ઘટાડો, ચાંદીના ભાવને નીચે ખેંચી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએથી ધડાધડ ગગડયા, શું હવે 1,00,000થી નીચે જશે?
પાંચમું મહત્વપૂર્ણ કારણ ETF અને કોમોડિટી બજારોમાં વધઘટ છે. મોટા ETF ફંડ્સ જ્યારે ચાંદીમાં તેમનું હોલ્ડિંગ ઘટાડે છે, ત્યારે બજારમાં પૂરવઠો વધે છે અને ભાવ ઘટે છે. આ બધાના કારણે, સોનું અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નોંધપાત્ર ઘટાડો થયો છે. રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો માટે હવે ચાંદી ખરીદવાની સ્થિતિ અલગ બની રહી છે. રોકાણના મૂલ્યને સમજવું અને બજારની હાલત પર નજર રાખવી હવે વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.