બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:21 PM, 13 September 2025
શેરબજારમાં રિટર્ન અંગે કંઈ નક્કી નથી હોતું. માર્કેટની ચાલ કેવી રહેશે, રોકાણકારોને નફો મળશે કે એક ઝાટકામાં પૈસા ડૂબી જશે, તે બધું મોટાભાગે વૈશ્વિક તણાવ અને ફંડામેન્ટલ પર આધાર રાખે છે. વિશ્વની અર્થવ્યવસ્થા અંગે કયા સમીકરણ છે, તેના પર પણ બજારમાં ઉતાર- ચડાવ થતાં રહે છે.
ADVERTISEMENT
હાલના સમયમાં પણ ટ્રમ્પ દ્વારા દુનિયાના ઘણા દેશો પર ટેરિફ લગાવવાના નિર્ણય પછી બજારમાં હલચલ જોવા મળી. જોકે, આ દરમિયાન કેટલાક એવા શેર પણ છે જેઓ પર માર્કેટની નેગેટિવ ઇફેક્ટનો કોઈ પ્રભાવ પડ્યો નથી. તેઓ સતત 60 દિવસથી તેજીમાં જ રહ્યા છે.
જાણી લો એવા જ એક શેર વિશે, જે પોતાના રોકાણકારો માટે શેર નહીં પરંતુ જાદુઇ ચિરાગ સાબિત થયો છે. કારણ કે તેણે ઇન્વેસ્ટરોની માલામાલ કરી દીધા છે. 5 વર્ષમાં લગભગ 9,000 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT

શેરબજારના આંકડાઓ
ADVERTISEMENT
જો ગયા ટ્રેડિંગ ડેની વાત કરીએ તો શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 355.97 અંકની તેજી સાથે 81,904.70 પર બંધ રહ્યો. આ દરમિયાન ઘણી મોટી અને નાની કંપનીઓમાં પણ રેલી જોવા મળી. જે કંપનીના શેરની આપણે વાત કરી રહ્યા છીએ તેના ભાવમાં પણ લગભગ 2 ટકાની તેજી જોવા મળી હતી અને તે 98.73 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોકમાં સતત 60 દિવસથી તેજી જોવા મળી રહી છે.
કયો છે આ શેર?
ADVERTISEMENT
જે સ્ટોકે રોકાણકારોને 5 વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે તેનું નામ છે કોલાબ પ્લેટફોર્મ લિમિટેડ. આ કંપનીના શેરે માર્કેટની હલચલ વચ્ચે રોકાણકારોને શાનદાર નફો આપ્યો છે. જ્યાં પાંચ વર્ષ પહેલાં આ કંપનીનો શેર લગભગ 1 રૂપિયાના આસપાસ હતો, તે ગયા શુક્રવાર સુધી 8,957.80 ટકાની તેજી સાથે 98.73 રૂપિયા સુધી પહોંચીને બંધ થયો હતો. આ કંપનીએ પોતાના રોકાણકારોને નિરાશ કર્યા નથી. માત્ર 5 વર્ષમાં જ તેને મલ્ટિબેગર નફો આપ્યો છે.

ADVERTISEMENT
કંપની શું કરે છે?
કોલાબ પ્લેટફોર્મ લિમિટેડ એક ભારતીય ટેક અને ડિજિટલ કંપની છે, જે સ્પોર્ટ્સ, ગેમિંગ અને ઇ-સ્પોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગાઉ તેનું નામ જેએસજી લીઝિંગ લિમિટેડ હતું. વર્ષ 1989માં શરૂ થયેલી આ કંપની BSEમાં લિસ્ટેડ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : માનો કે છેલ્લી તારીખ સુધીમાં IT રિટર્ન ન ભરી શક્યાં, તો ભરવો પડશે આટલો દંડ
કંપની અનુસાર, તેનો હેતુ નવીનતમ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી ખેલાડીઓ, ટીમ અને ફેન્સ માટે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધુ સારું બનાવવાનો છે. કંપની પોતાના ખાસ ઇ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ www.colabesports.in દ્વારા ભારતના ઝડપથી વધતા ઇ-સ્પોર્ટ્સ માર્કેટમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.