બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઑફર ખુલતા જ ધડાધડ ઇન્વેસ્ટમેન્ટ શરૂ! dev acceleratorના IPOએ માર્કેટમાં ધમાલ મચાવી

બિઝનેસ / ઑફર ખુલતા જ ધડાધડ ઇન્વેસ્ટમેન્ટ શરૂ! dev acceleratorના IPOએ માર્કેટમાં ધમાલ મચાવી

Published By: Shilpa Parmar

Last Updated: 12:55 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Accelerator IPO : જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો આ એક શેર તમને બમણો ફાયદો કરવી શકે છે. Dev Acceleratorનો IPO ખૂલતાંની સાથે જ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. જાણી લો કેટલો નફો કરાવી શકે છે આ IPO?

ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ ઉપલબ્ધ કરાવતી કંપની Dev Acceleratorનો IPO આજે એટલે કે 10 સપ્ટેમ્બર, બુધવારથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યોછે. આ IPO 12 સપ્ટેમ્બર, શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી તેમાં રોકાણ કરી શકશે.

આ IPO 143.35 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઇશ્યૂ છે. આ ઇશ્યૂ 2.35 કરોડ નવા શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. IPO ખુલતા જ ગ્રે માર્કેટમાં તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સબ્સ્ક્રિપ્શન ખુલતાની સાથે જ રોકાણકારો તેમાં સારા એવા પૈસા લગાવી રહ્યા છે.

IPO-NEW-LOGO

કેટલો સબ્સ્ક્રાઇબ થયો આ IPO?

Dev Acceleratorનો IPO 1.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 10 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:39 વાગ્યા સુધી આ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 6.37 ગણો, QIBમાં 1.09 ગણો અને NII ક્વોટામાં 0.86 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. Dev Acceleratorનો IPO બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 17 સપ્ટેમ્બર, 2025 છે.

IPO-FINAL

કેટલા રૂપિયા રોકી શકાય?

આ IPO માટે પ્રાઇસ બૅન્ડ 56 રૂપિયાથી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPO માં અરજી કરવા માટે લોટ સાઇઝ 235 શેરનો છે. રિટેલ રોકાણકાર માટે ઓછામાં ઓછું રોકાણ અપર પ્રાઇસ બૅન્ડ પ્રમાણે 14,335 રૂપિયા છે. જ્યારે S-NII માટે 14 લોટનો સાઇઝ નક્કી થયો છે, જેમાં કુલ રોકાણ 2,00,690 રૂપિયા થાય છે. B-NII માટે 70 લોટનો સાઇઝ છે, જેમાં કુલ રોકાણ 10,03,450 રૂપિયા રહેશે. આ IPO માટે પંતોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રા. લિ. બુક રનિંગ છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિ. આ ઇશ્યૂનો રજિસ્ટ્રાર છે.

વધુ વાંચો : રિસ્ક વગર નફો કમાવવા લગાવો દાવ! આ કંપની ટૂંક સમયમાં લાવશે બાયબેક ઓફર

Dev Acceleratorના IPO માટે તાજેતરનો GMP 9 રૂપિયા છે. એટલે કે, ગ્રે માર્કેટને કવર કરતી અલગ-અલગ વેબસાઇટ્સ મુજબ, કંપનીનો IPO અપર પ્રાઇસ બૅન્ડ 61 રૂપિયાની સામે 70 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે, જે આશરે 14.75% લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. જોકે આ માત્ર અંદાજ છે, હકીકતમાં લિસ્ટિંગ વખતે ફાયદો કે નુકસાન થવાની કોઈ ગેરંટી નથી.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Accelerator IPO Subscription Status Dev Accelerator IPO Dev accelerator ipo gmp

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ