બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:46 PM, 29 August 2025
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના AGMને લઈને મોટું એલાન કર્યું છે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે IPO માટેનું ડ્રાફ્ટ પેપર ખૂબ જ ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે અને વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં રિલાયન્સ જિયો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
જિયો પાસે હાલમાં 50 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ 5G, ફિક્સ્ડ બ્રોડબેન્ડ અને AI ટેકનોલોજી પર મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જિયો સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતાં જ રોકાણકારોને મોટો ફાયદો થઈ શકે છે.
અંદાજ મુજબ, જિયો કંપની IPO મારફતે આશરે 12 થી 13 લાખ કરોડ રૂપિયા સુધી જમા કરી શકે છે, જેનો ઉપયોગ પોતાના બિઝનેસનો વધુ ગ્રોથ કરવા માટે કરવામાં આવશે.
ADVERTISEMENT

500 મિલિયનથી વધુ કસ્ટમર્સ
ADVERTISEMENT
'મુકેશ અંબાણીએ IPO અંગે વાત કરતાં કહ્યું કે, આ પગલાથી વૈશ્વિક સ્તરે શેર હોલ્ડર્સ માટે મોટી કિંમત અનલોક થશે. જિયોએ તાજેતરમાં 500 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. FY25માં જિયોનું રેવન્યુ 1.28 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.'
125 અબજ ડોલર કમાણી કરનાર ભારતની પ્રથમ કંપની
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે વર્ષ 2025 કંપની માટે અતિશય સફળ રહ્યું છે. રિલાયન્સ ભારતની એવી પ્રથમ કંપની બની છે જેણે 125 અબજ ડોલરનું વાર્ષિક રેવન્યુ પાર કર્યું છે.
કંપનીનું EBITDA 1,83,422 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે નેટ પ્રોફિટ 81,309 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સના એક્સપોર્ટની વાત કરીએ તો તે 2,83,719 કરોડ રૂપિયા છે, જે ભારતના કુલ માલ એક્સપોર્ટનો 7.6% ભાગ છે. જેનાથી કંપની ભારતની સૌથી મોટી એક્સપોર્ટ કંપનીઓમાં સામેલ થઈ છે.
ADVERTISEMENT

સૌથી મોટી ટેક્સ પેયર કંપની
ADVERTISEMENT
રિલાયન્સે નાણાકીય વર્ષ 2025માં રૂપિયા 2,10,269 કરોડ ટેક્સ ચૂકવ્યો છે, જે દેશની પ્રગતિમાં મોટો ફાળો છે. છેલ્લા છ વર્ષમાં કંપનીએ રાષ્ટ્રીય ખજાનામાં કુલ 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે.
વધુ વાંચો: ચોકલેટથી લઇને આઇસ્ક્રીમ સુધી..., સસ્તી થવા જઇ રહી છે આ આઇટમો, GSTમાં થશે ફેરફાર
રિલાયન્સ બનાવશે નવી કંપની
મુકેશ અંબાણીએ એક વધુ મોટું એલાન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનએ જણાવ્યું કે તેઓ AI ક્ષેત્રમાં એક નવી સબસિડિયરી રિલાયન્સ ઈન્ટેલિજન્સની સ્થાપના કરશે, જેના માટે કંપની ગૂગલ અને મેટા સાથે ભાગીદારી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.