બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:54 PM, 5 September 2025
દેશના જાણીતા ઉધોગપતિ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા છે. અંબાણી ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર અનિલ અંબાણી માટે સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
ADVERTISEMENT
એક પછી એક અનેક બેંકે તેમના લોન એકાઉન્ટને ‘ફ્રોડ’ જાહેર કર્યું છે. હાલ વધુ એક સરકારી બેંક પણ તેમના એકાઉન્ટને ફ્રોડ કહ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો?
અંબાણી ફ્રોડ લોન એકાઉન્ટ
ADVERTISEMENT
હાલ બેંક ઓફ બરોડાએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીના લોન એકાઉન્ટને ‘ફ્રોડ’ જાહેર કર્યું છે. કંપનીએ ગુરુવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. આ પહેલાં જૂન મહિનામાં દેશની સૌથી મોટી બેંક SBIએ પણ RComના લોન એકાઉન્ટને ‘ફ્રોડ’ જાહેર કર્યું હતું. ત્યારબાદ 24 ઓગસ્ટે બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ જ નિર્ણય લીધો હતો.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સના શેરની હાલત
ADVERTISEMENT
રિલાયન્સ કોમ્યુનિકેશન્સના શેરોમાં આજે ભારે ગાબડું જોવા મળ્યું. શરૂઆતના વેપારમાં BSE પર શેર 2.8% ઘટીને 1.39 રૂપિયાએ પહોંચી ગયો છે. તેનો 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ 1.33 રૂપિયા છે.
કંપનીએ જણાવ્યું કે તેને 2 સપ્ટેમ્બરે એક પત્ર મળ્યો છે જેમાં બેંક ઓફ બરોડાએ કંપની અને તેના પ્રમોટર અનિલ અંબાણીના લોન એકાઉન્ટને ‘ફ્રોડ’ જાહેર કરવાની જાણ કરી છે. કંપનીએ કહ્યું છે કે તે આ મામલે કાનૂની સલાહ લેશે. કંપનીના પૂર્વ ડિરેક્ટરે તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ કાનૂની માર્ગ અપનાવી આગળ પગલાં લેશે.
ADVERTISEMENT
કંપનીનું નિવેદન
હાલ RCom કોર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ ઉકેલ યોજના ક્રેડિટર્સની સમિતિએ મંજુર કરી દીધી છે, પણ હજુ NCLTની મંજૂરી મળવાની બાકી છે. અનિલ અંબાણીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે,
ADVERTISEMENT
'RCom ને 14 બેંકોના કન્સોર્ટિયમ દ્વારા લોન આપવામાં આવી હતી. દસ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં કેટલીક બેંકો હવે અલગ-અલગ સમયે તેમને નિશાન બનાવી રહી છે અને કાર્યવાહી કરી રહી છે.'
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં વધુમાં જણાવ્યું છે કે,
ADVERTISEMENT
'બેંક ઓફ બરોડાના પત્રમાં જે લોન અને ક્રેડિટ સુવિધાઓનો ઉલ્લેખ છે, તે કોર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયા શરૂ થાય તેના પહેલાંના છે.'
કંપનીએ આ પણ સ્પષ્ટ કર્યું કે,
અનિલ અંબાણી 2006માં કંપની શરૂ થયાથી લઈને 2019માં પોતાના રાજીનામા સુધી લગભગ 14 વર્ષ RComના બોર્ડમાં માત્ર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રહ્યા હતા. તેઓ ક્યારેય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે અન્ય કોઈ મહત્વપૂર્ણ પદ પર રહ્યા નથી. રોજિંદા કારોબાર કે નિર્ણયોમાં તેમની કોઈ સીધી ભૂમિકા ન હતી.
અંબાણીની મુશ્કેલીઓ
એક સમયના દેશના ટોચના અબજોપતિઓમાં ગણાતા અનિલ અંબાણી હાલ ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની ઘણી કંપનીઓ વેચાઈ ગઈ છે અથવા નાદારી નિવારણ પ્રક્રિયામાં ચાલી રહી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ સક્રિય છે.
વધુ વાંચો : GST રેટ કટ બાદ શેર માર્કેટમાં તોફાની તેજી! ફુવારાની જેમ ઊંચે ઉછળ્યાં આ ટોપ 10 શેર
તાજેતરમાં EDએ અનિલ અંબાણના રિલાયન્સ ગ્રૂપ સાથે સંકળાયેલા અનેક લોકો અને કંપનીઓના સ્થળોએ દરોડા પાડ્યા હતા. મુંબઈમાં જ 35થી વધુ જગ્યાઓ પર 50 કંપનીઓ અને 25 લોકોને આવરી લેવાયા હતા. આ દરોડા મની લોન્ડરિંગ રોકવાના કાયદા હેઠળ કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.