બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / GST રેટ કટ બાદ શેર માર્કેટમાં તોફાની તેજી! ફુવારાની જેમ ઊંચે ઉછળ્યાં આ ટોપ 10 શેર

Stock Market Update / GST રેટ કટ બાદ શેર માર્કેટમાં તોફાની તેજી! ફુવારાની જેમ ઊંચે ઉછળ્યાં આ ટોપ 10 શેર

Published By: Vidhata Gothi

Last Updated: 10:14 AM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Share Market Update: GSTમાં સુધારાની જાહેરાત પછી પણ શેરબજારમાં રોકાણકારોએ જેવી અપેક્ષા રાખી હતી તેવી તેજી દેખાઈ રહી નથી. એવી અપેક્ષા હતી કે GSTમાં સુધારાની જાહેરાત પછી શેર બજારમાં જબરદસ્ત તેજી આવશે.

Share Market: GSTમાં સુધારાની જાહેરાત પછી, શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે, પરંતુ રોકાણકારોએ જેવી તેજીની અપેક્ષા રાખી હતી તેવી તેજી જોવા મળી રહી નથી. સેન્સેક્સ-નિફ્ટી આજે પણ ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. સેન્સેક્સ 266.27 પોઈન્ટ વધીને 80,982.96 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ વધીને 24803ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેંક પણ 89 પોઈન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

BSEના ટોપ 30 શેરોની વાત કરીએ તો, તેમાંથી ફક્ત 2 શેરોમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે, બાકીના શેરોમાં તેજી જોવા મળી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, પાવરગ્રીડ અને રિલાયન્સ જેવા શેરોમાં 1 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓટો, FMCG અને બેંકિંગ શેરોમાં તેજી જોવા મળી રહી છે, જો કે એટલી નહીં કે જેટલી રોકાણકારોને અપેક્ષા હતી.

STOCK-MARKET-FINAL

એમ્બર એન્ટરપ્રાઇઝ, પીજી ઇલેક્ટ્રોપોસ્ટ, રિલાયન્સ પાવર જેવા શેરોમાં 1 ટકાથી વધુની તેજી જોવા મળી છે. આ ઉપરાંત, BSE, વિશાલ મેગા માર્ટ, ગ્લેનમાર્ક અને મેક્સ ફાઇનાન્સ સર્વિસીસમાં 2 ટકાથી વધુની તેજી જોવા મળી છે. લાર્જ કેપ શેર - મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, DLF અને આઇશર મોટર્સ 1.50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

આ શેરોમાં ઘટાડો

GSTમાં ઘટાડો કર્યા પછી જે શોમાં ઘટાડો થયો છે, એવા શેરોની વાત કરીએ તો, વરુણ બેવરેજીસના શેરમાં 2.42%, ITCમાં 2%, LICમાં 1%, ઓલા ઇલેક્ટ્રિકમાં 4%, મેરિકોમાં 1.14% અને પ્રીમિયર એનર્જીના શેરમાં 1% ઘટાડો જોવા મળ્યો છે.

vtv app promotion

આજે એશિયન બજારો

એશિયન બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ, શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. ગુરુવારે અમેરિકન બજારો તેજી સાથે બંધ થયા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.18 ટકા ઘટીને 66.87 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.

આ પણ વાંચો: 16 પૈસાના શેરે નસીબ બદલી નાખ્યું, એક લાખના બનાવી દીધા 25900000 રૂપિયા

ડોલર સામે રૂપિયો 1 પૈસા વધ્યો

શુક્રવારે શરૂઆતના વેપારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા વધીને 88.11 પર પહોંચ્યો, જે ડોલરમાં નબળાઈ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે થયો. જોકે, ફોરેક્સ વેપારીઓના મતે, FII ના સતત પ્રવાહને કારણે સ્થાનિક ચલણમાં વધુ વધારો મર્યાદિત રહ્યો. સ્થાનિક શેરબજારોમાં સકારાત્મક ભાવનાએ રૂપિયાને વધુ ટેકો આપ્યો, જે આ અઠવાડિયાની શરૂઆતમાં તેના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. માહિતી પ્રમાણે, ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડોલર સામે 88.11 પર ખુલ્યો અને પછી 88.15 પર ગબડ્યો, પછી પાછો 88.11 પર ઉછળ્યો, જે તેના પાછલા બંધ કરતા 1 પૈસાનો વધારો દર્શાવે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sensex-Nifty Stock Market Today Business News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ