ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લોનના હપ્તા ભરતા લોકો માટે ગુડ ન્યૂઝ, આ તારીખથી લોનના EMI ઘટશે!

બિઝનેસ / લોનના હપ્તા ભરતા લોકો માટે ગુડ ન્યૂઝ, આ તારીખથી લોનના EMI ઘટશે!

Published By: Nidhi Panchal

Last Updated: 11:28 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST માં રાહત મળ્યા બાદ લોકો વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા, પરંતુ આરબીઆઈએ બધાને ચોંકાવી દીધા. હવે મોર્ગન સ્ટેનલીનો અંદાજ નવા આશા જગાવી રહ્યો છે

ADVERTISEMENT

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેની તાજેતરની નાણાકીય નીતિ (Monetary Policy) બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો ઇનકાર કર્યો છે. નાગરિકોને લાગ્યું હતું કે GST ઘટાડા પછી હવે વ્યાજ દરમાં પણ રાહત મળશે, પરંતુ આવું થયું નથી. ઓક્ટોબરની MPC બેઠકમાં RBI એ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે. ખાસ વાત એ છે કે સતત બીજા વર્ષે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

RBI-simple

આ નિર્ણય બાદ અમેરિકાની જાણીતી નાણાકીય કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ડિસેમ્બર 2025 ની આગામી નીતિ બેઠકમાં RBI વ્યાજ દર ઘટાડે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર, ડિસેમ્બરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ ફેબ્રુઆરી 2026 માં ફરી એકવાર ઘટાડો થવાની સંભાવના છે. જો આવું થાય તો રેપો રેટ 5% સુધી પહોંચી શકે છે.

app promo3

RBI એ આ બેઠકમાં FY26 માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8% કર્યો છે, જે અગાઉ 6.5% હતો. જોકે, RBI એ ચેતવણી આપી છે કે FY26 ના પહેલા છ મહિનામાં વેપાર અને ટેરિફ સંબંધિત પડકારોને કારણે આર્થિક વૃદ્ધિમાં મંદી આવી શકે છે.

મહત્વપૂર્ણ ફેરફાર

ફુગાવાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. RBI એ FY26 માટે CPI (મુખ્ય ગ્રાહક ભાવ સૂચકાંક) ફુગાવાનો અંદાજ 3.1% થી ઘટાડીને 2.6% કર્યો છે. RBI નું માનવું છે કે આવતા વર્ષે સરેરાશ ફુગાવો 4.5% આસપાસ રહેશે. બીજી તરફ, મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે FY26 અને FY27 બન્ને વર્ષોમાં ફુગાવો સરેરાશ 4% થી નીચે રહેશે, પણ આર્થિક વૃદ્ધિ નબળી રહી શકે છે.

આ પણ વાંચો : એક રૂપિયાના શેરમાં તોફાની તેજી, ખરીદવા લાઈન લાગી, એક્સપર્ટનું 'બાય' રેટિંગ

આ પરિસ્થિતિને કારણે વ્યાજ દરમાં ઘટાડાની સંભાવનાઓ વધુ મજબૂત બની છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે RBI એ આ જ બેઠકમાં રેપો રેટ ઘટાડવો જોઈતો હતો, કારણ કે નાણાકીય નીતિના પ્રભાવ લોકોને પહોંચવામાં સમય લાગે છે. તેમના મત મુજબ, CPIમાં ઘટાડો, નબળી વૃદ્ધિ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ યોગ્ય સમય હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Repo Rate Monetary Policy RBI

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ