ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / AC-TV, કપડાં, ફૂટવેર, ખાતર સહિતના આ વસ્તુઓના ભાવમાં ઘરખમ ઘટાડો થશે, ટેરિફ વોરની સામે 'GST' શસ્ત્ર

બિઝનેસ / AC-TV, કપડાં, ફૂટવેર, ખાતર સહિતના આ વસ્તુઓના ભાવમાં ઘરખમ ઘટાડો થશે, ટેરિફ વોરની સામે 'GST' શસ્ત્ર

Published By: Ajit Jadeja

Last Updated: 06:55 PM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST: અમેરિકા દ્વારા ભારત પર તોતિંગ ટેરિફ લાદવામાં આવ્યો છે. જેને લઇને ભારતીય મધ્યમ ઉદ્યોગોની મુશ્કેલીમાં વધારો થયો હતો પરંતુ હવે અમેરિકાના ટેરિફનો જવાબ આપવા કેન્દ્ર સરકારે તૈયારી કરી દીધી છે.

ADVERTISEMENT

GST: અમેરિકા દ્વારા ભારત પર તોતિંગ ટેરિફ લાદવામાં આવ્યો છે. જેને લઇને ભારતીય મધ્યમ ઉદ્યોગોની મુશ્કેલીમાં વધારો થયો હતો પરંતુ હવે અમેરિકાના ટેરિફનો જવાબ આપવા કેન્દ્ર સરકારે તૈયારી કરી દીધી છે. કેન્દ્ર સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં ફેરફાર કરવા જઇ રહી છે. જીએસટી નિષ્ણાંતો કહે છે સરકારે કર દરમાં સ્થિરતા લાવવા તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટની જટિલ સિસ્ટમને સરળ બનાવવા આ ફેરફાર કરવાનું વિચાર્યુ છે. રોજીદીં જીવનજરૂરી વસ્તુઓ સસ્તી થશે. લોકોને પણ ફાયદો થશે. એસી, ટીવી, કપડાં, ફૂટવેર, ખાતર સહિત સ્માર્ટફોન, ટીવી લોકો જે વસ્તુઓ લોકો ખરીદવા માંગે છે.

Donald-Trump-Tariff

જીએસટીના અત્યારે ચાર ટેક્સ સ્લેબ છે,પરંતુ હવે ફક્ત બે સ્લેબ કરવામાં આવી શકે છે. પીએમ મોદીએ શુક્રવારે સ્વતંત્રતા દિવસ પર આ જાહેરાત કરી દિવાળી ભેટ ગણાવી હતી. સરળ ભાષામાં સમજીએ તો 28% ટેક્સ સ્લેબમાં આવતી એસી, ટીવી, ફ્રીજ જેવી વસ્તુઓ 18% સ્લેબમાં આવશે. જેને લઇ ગ્રાહકોને સીધી 10 ટકા આ વસ્તુ સસ્તી મળવા લાગશે. એટલે કે નવા સુધારાઓનો સીધો ફાયદો સામાન્ય માણસને થશે. 80 હજાર રૂપિયાનું ટીવી 8 હજાર રૂપિયા સસ્તું, 40 હજાર રૂપિયાની કિંમતનું ફ્રીજ 4 હજાર રૂપિયા સસ્તું થશે.

modi-trump

જીએસટી નિષ્ણાંત કહે છે જીએસટી રિફંડની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તેમજ હાલમાં GSTમાં 4 ટેક્સ સ્લેબ છે, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. પણ હવે નવા સ્લેબ બે થવાના છે ત્યારે 1000 રૂપિયાથી વધુ કિંમતના રેડિમેડ કપડાં, 500-1000 રૂપિયાની રેન્જમાં જૂતા, મોટાભાગની રસીઓ, સાયકલ, વાસણો. એટલે કે આ બધા ઉત્પાદનો 7 ટકા સસ્તા થશે.

vtv app add

દરેક વ્યક્તિને સારા કપડા પહેરવા અને ફેશનનો શોખ હોય છે હવે આ શોખ તમારો સસ્તામાં પુરો થઇ શકે છે. કપડાં માટેના કાચા માલ પર 12% અને ફિનિશ્ડ ગાર્મેન્ટ પર 5% જીએસટી વસૂલવામાં આવે છે. નવા સુધારા પછી તે બંને પર 5% થશે. આનાથી કાપડ ઉદ્યોગનો ખર્ચ ઘટશે. કાપડ ઉદ્યોગને મોટી રાહત મળશે સરકાર ઇન્વર્ટેડ ડ્યુટીમાં સુધારો કરશે.

આ પણ વાંચોઃ બિઝનેસ / HDFC બેંકના નિયમો બદલાયા, ખાતાધારકોને આ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ!

કેન્દ્ર સરકારે બે-સ્તરીય જીએસટી સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે. બે-સ્તરીય સ્લેબ વર્તમાન 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા સ્લેબને બદલશે. આનાથી કર પ્રણાલી સરળ અને સમજવામાં સરળ બનશે. કમ્પનશેસન સેસ નાબૂદ થવાથી સરકાર પાસે નાણાંનો અવકાશ વધ્યો છે. આનાથી જીએસટી હેઠળ કર દરોને સરળ અને સંતુલિત કરવાની સ્વતંત્રતા મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff War GST Business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ