બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:02 PM, 17 August 2025
HDFC બેંકે તેની બચત ખાતાની નીતિઓમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંકના ખાતાધારકોને દર મહિને ફક્ત 4 ફ્રી રોકડ વ્યવહારો મળશે. આ પછી દરેક વધારાના વ્યવહાર પર 150 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ ફેરફાર 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે. આ મુખ્યત્વે એવા ગ્રાહકોને અસર કરશે જે નિયમિતપણે રોકડ વ્યવહારો કરે છે. આ સાથે બેંકે તેની અન્ય બેંકિંગ સેવાઓ પર પણ નવા શુલ્ક લાગુ કર્યા છે. બેંકના જણાવ્યા અનુસાર, આ પગલું ગ્રાહકોને ડિજિટલ વ્યવહારો તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે, જેથી બેંકિંગને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવી શકાય.
ADVERTISEMENT
રોકડ વ્યવહારો માટેના નિયમોમાં ફેરફાર

ADVERTISEMENT
HDFC બેંકે તેની રોકડ વ્યવહાર નીતિમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. પહેલા દર મહિને 2 લાખ રૂપિયા સુધીના રોકડ વ્યવહારો મફત હતા હવે આ મર્યાદા ઘટાડીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. વધુ મહત્વનું એ છે કે,હવે ગ્રાહકોને ફક્ત 4 મફત રોકડ વ્યવહારો મળશે. આ પછી દરેક વધારાના રોકડ વ્યવહાર પર 150 રૂપિયાનો ચાર્જ વસૂલાશે.
આ ઉપરાંત જો કોઈ ગ્રાહક એક મહિનામાં 1 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહારો કરે છે તો ફી પ્રતિ 1000 રૂપિયાના દરે 5 રૂપિયાના દરે ગણવામાં આવશે, જેની ઓછામાં ઓછી ફી 150 રૂપિયા છે. આ ફેરફાર નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોને સીધી અસર કરી શકે છે. ખાસ કરીને જેઓ વારંવાર રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે બેંક શાખાઓની મુલાકાત લે છે.
ADVERTISEMENT

થર્ડ પાર્ટી વ્યવહારોમાં કોઈ ફેરફાર નથી
ADVERTISEMENT
બેંકની થર્ડ પાર્ટી વ્યવહાર નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે તમે કોઈ બીજાના ખાતામાંથી રોકડ વ્યવહારો કરી શકો છો પરંતુ તેની દૈનિક મર્યાદા 25,000 રૂપિયા જ રહેશે. આ ઉપરાંત જો તમે કોઈ બીજાના નામે બેંકમાંથી પૈસા જમા કરાવો છો અથવા ઉપાડો છો તો સામાન્ય વ્યવહારો પર સમાન શુલ્ક લાગુ કરવામાં આવશે. NEFT, RTGS અને IMPS પર પણ નવા શુલ્ક લાગુ થશે. આ સાથે HDFC બેંકે અન્ય વ્યવહારો પર ફી માળખામાં પણ ફેરફાર કર્યો છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર વ્યવહારો પર ફી હવે નીચે મુજબ રહેશે.
10000રૂપિયા સુધી: 2 રૂપિયા
ADVERTISEMENT
10000 થી 1 લાખ રૂપિયા: 4રૂપિયા
1લાખથી 2 લાખ રૂપિયા: 14રૂપિયા
ADVERTISEMENT
2લાખ રૂપિયાથી વધુ: 24રૂપિયા
RTGS પર ફી પણ વધારી દેવામાં આવી છે
2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા: 20 રૂપિયા
5 લાખ રૂપિયાથી વધુ: 45 રૂપિયા
IMPS ટ્રાન્ઝેક્શન પર ફી પણ બદલી દેવામાં આવી છે
1000 રૂપિયા સુધી: 2.50 રૂપિયા
1000 થી 1લાખ રૂપિયા: 5 રૂપિયા
1 લાખ રૂપિયાથી વધુ:15 રૂપિયા
આ પણ વાંચો:100
અન્ય બેંકિંગ સેવાઓ પર પણ ફેરફાર
બેંકની ઘણી અન્ય સેવાઓ પર ફી પણ બદલી દેવામાં આવી છે. હવે બેલેન્સ સર્ટિફિકેટ, વ્યાજ પ્રમાણપત્ર અથવા સરનામાની ચકાસણી માટે 100રૂપિયા ફી લેવામાં આવશે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 90રૂપિયા લેવામાં આવશે. જૂના રેકોર્ડની નકલ અથવા પેઇડ ચેકની નકલ માટે 80 રૂપિયા ફી લેવામાં આવશે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 72 રૂપિયા. પિન રિજનરેશન હવે સંપૂર્ણપણે મફત રહેશે, જ્યારે અગાઉ આ માટે 40 રૂપિયા ફી લેવામાં આવતી હતી. આ સાથે ચેકબુક માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દર વર્ષે ફક્ત 10 પાનાની એક ચેકબુક મફત મળશે. વધુ પાના માટે પ્રતિ પાના 4 રૂપિયા ફી લેવામાં આવશે વરિષ્ઠ નાગરિકોને થોડી છૂટ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.