બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:25 AM, 16 September 2025
TechD Cybersecurityના IPOનો આજે બીજો દિવસ છે. રોકાણકારો 17 સપ્ટેમ્બર સુધી તેમાં રોકાણ કરવા માટે બોલી લગાવી શકશે. IPO ખુલ્યાના પહેલા જ દિવસે તેને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. ઈશ્યૂ ખુલ્યાના થોડા કલાકોમાં જ તે ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. SME સેગમેન્ટનો આ આઈપીઓ પણ ચર્ચાઓમાં છે કારણ કે શેરબજારના અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. TechD Cybersecurityમાં તેમનો હિસ્સો 7.2 ટકા છે. આ ઉપરાંત, મજબૂત ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ આમાં જમા થઈ શકે છે.
ADVERTISEMENT

IPOનું સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ
ADVERTISEMENT
IPO ખુલવાના દિવસે એટલે કે 15 સપ્ટેમ્બરે બપોર 1.30 વાગ્યા સુધીમાં, TechD Cybersecurityનો IPO 6.44 ગણો સબસ્ક્રાઇબ થઈ ચુક્યો હતો. બપોર સુધીમાં, IPOના રિટેલ રોકાણકારોનો હિસ્સો 9.96 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકાર (NII)નો હિસ્સો 6.78 ગણો અને લાયક સંસ્થાકીય ખરીદનાર (QIB) ક્વોટા 0.02 ગણો સબસ્ક્રાઇબ થઈ ચુક્યો હતો.

ADVERTISEMENT
TechD Cybersecurity IPOની GMP
TechD Cybersecurity IPOની GMP છેલ્લા કેટલાક દિવસોથી 160 પર સ્થિર છે. IPOની પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ GMP મળીને લગભગ 353 રૂપિયા પર તેનું લિસ્ટિંગ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે, કંપનીના શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 83 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવાઇ, હવે ચૂક્યા તો પસ્તાશો
કેટલી છે IPOની પ્રાઇસ બેન્ડ?
ADVERTISEMENT
38.99 કરોડ રૂપિયાનો આ IPO 0.20 કરોડ શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. તેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) નથી. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 183-193 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આમાં, રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટમાં બોલી લગાવવી પડશે. એટલે કે, IPOના અપર પ્રાઇસ બેન્ડ પર 2,31,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની હ્યુમન રિસોર્સ, ગુજરાતમાં ગ્લોબલ સિક્યુરિટી ઓપરેશન સેન્ટર (GSOC) બનાવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. IPOનું લિસ્ટિંગ 22 સપ્ટેમ્બરે થશે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.