બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવાઇ, હવે ચૂક્યા તો પસ્તાશો

બિઝનેસ / ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવાઇ, હવે ચૂક્યા તો પસ્તાશો

Published By: Priykant Shrimali

Last Updated: 07:15 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT Return Last Date : આવકવેરા વિભાગે જાહેર કરેલા નિવેદન અનુસાર ઘણા કરદાતાઓને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી તેમને વધુ સમય મળી રહે અને રિટર્ન સગવડે ફાઇલ કરી શકે એ માટે...

IT Return Last Date : આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવી છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી હતી. જોકે મૂળ અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી. ટેકનિકલ મુશ્કેલીઓ અને કરદાતાઓના હિતને ધ્યાને લઈને આવકવેરા વિભાગે આ નિર્ણયો લીધો છે.

શા માટે લંબાવાઈ તારીખ?

આવકવેરા વિભાગે જાહેર કરેલા નિવેદન અનુસાર, ઘણા કરદાતાઓને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી તેમને વધુ સમય મળી રહે અને રિટર્ન સગવડે ફાઇલ કરી શકે, એ માટે આ એક દિવસની મુદતવધારો કરાયો છે. સાથે સાથે વિભાગે આ પણ જણાવ્યું છે કે, 16 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 12:00 થી 2:30 સુધી પોર્ટલ પર જાળવણી (maintanance)નું કામ થશે જેથી તે સમયગાળા દરમિયાન પોર્ટલ અસ્થાયી રીતે ઉપલબ્ધ ન હોઈ શકે.

ITR મોડું ફાઇલ કરવાથી શું અસર થાય?

દંડ – કલમ 234F અનુસાર

જો તમે નિર્ધારિત સમયમર્યાદા પછી ITR ફાઇલ કરો છો, તો તમારું દંડ નીચે પ્રમાણે રહેશે.

  • કુલ આવક ₹5 લાખથી વધુ હોય તો - ₹5,000 સુધીનો દંડ
  • કુલ આવક ₹5 લાખથી ઓછી હોય તો - ₹1,000 સુધીનો દંડ

વ્યાજ – કલમ 234A અનુસાર

  • જો તમારું ટેક્સ ચૂકવવાનું બાકી છે, તો મોડું રિટર્ન ફાઇલ કરતા દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડે છે.

રિફંડમાં વિલંબ

  • મોડું રિટર્ન ભરવાથી રિફંડ મળવામાં પણ મોડું થાય છે, કારણ કે પ્રક્રિયા ધીમે ચાલે છે.

કાયદાકીય પગલાં

  • જો કોઈ જાણબૂજીને ખોટી માહિતી આપે છે અથવા આવક છુપાવે છે, તો આવકવેરા કાયદા હેઠળ 3 મહીનાથી 2 વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ છે. ગંભીર કિસ્સામાં વધુ કડક પગલાં પણ લેવાઈ શકે છે.

વેતનધારકો અને વ્યવસાયીઓ માટે મહત્વપૂર્ણ સૂચના

આવકવેરા વિભાગે સૌને વિનંતી કરી છે કે, તેઓ અંતિમ દિવસે સુધી રાહ ન જુએ અને શક્ય તેટલું વહેલાં ITR ફાઇલ કરી દે. છેલ્લી ઘડીના ટેકનિકલ ઇશ્યૂ અથવા સર્વર ડ્રાફ્ટને કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો : LOAN લેવાથી લઇને....! એક ક્લિકમાં જાણો IT રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

હવે શું કરવું?

  • આપની આવક અને ખર્ચના દસ્તાવેજો તૈયાર રાખો
  • ફોર્મ 16, બેંક સ્ટેટમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ જેવી માહિતી ભેગી કરો
  • ITR ફાઇલિંગ પોર્ટલ (https://www.incometax.gov.in) પર સમયસર લોગ ઇન કરીને રિટર્ન ફાઇલ કરો
  • જરૂર હોય તો કોઈ ટેક્સ કન્સલ્ટન્ટની મદદ લો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IT Return IT Return Last Date E-Filing Portal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ