બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LOAN લેવાથી લઇને....! એક ક્લિકમાં જાણો IT રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

ખાસ કામનું / LOAN લેવાથી લઇને....! એક ક્લિકમાં જાણો IT રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

Priyankka Triveddi

Last Updated: 01:18 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે હજુ સુધી ITR ફાઇલ નથી કર્યું તો ફટાફટ કરી લો કારણ કે ભલે તમે ITR NIL ફાઇલ કરો પણ રિટર્ન ફાઇલ કરવાથી તમને ઘણા ફાયદા મળે છે.

Benefits of ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન એ દરેક નાગરિકે ફરજિયાત ફાઇલ કરવું જોઈએ કારણ કે રિટર્ન ફાઇલિંગ એ ફક્ત ટેક્સ ચૂકવવાનું સાધન નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ નાણાકીય ડોક્યુમેન્ટ છે. જો તમે ITR ફાઇલ કરો છો તો તેનો ઉપયોગ તમે લોન, રોકાણ અથવા વિઝા જેવી બાબતો માટે કરી શકો છો. આજે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે માટે હજુ પણ જો તમે વિચારમાં હોવ તો આ ફાયદા વાંચી લો અને તાત્કાલિક ITR ફાઇલ કરી દો.

ઘણા લોકો રિટર્ન ફાઇલ કરતા નથી કારણ કે તેમનો પગાર આવકવેરા મર્યાદામાં આવતો નથી. પરંતુ તેઓ તેને ન ભરીને ભૂલ કરી રહ્યા છે. કોઈપણ કરદાતા જે આવકવેરા મર્યાદામાં આવતો નથી તે પણ ITR ફાઇલ કરી શકે છે. તેને આનાથી ઘણા ફાયદા મળે છે.

ITR-2

રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

  • TDS પાછું મળે છે

ઘણા લોકોની આવકમાંથી TDS (Tax deducted at source) કાપવામાં આવે છે. તમે ITR ફાઇલ કરીને આ TDS પાછો મેળવી શકો છો. TDS સામાન્ય રીતે વ્યાજ, કમિશન, પગાર અથવા ફી પર કાપવામાં આવે છે. જો તમે તમારું રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમારા TDS માં જમા થયેલા પૈસા સરકાર પાસે અટવાઈ જાય છે. તેથી, ITR ફાઇલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • નુકસાન ઓછું કરે છે

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી તમારું નાણાકીય નુકસાન ઓછું થાય છે. વ્યક્તિ ઘણી રીતે નાણાકીય નુકસાન સહન કરી શકે છે. જેમ કે શેરબજારમાં પૈસા ગુમાવવા, વ્યવસાય અથવા મિલકતમાં નુકસાન વગેરે. પરંતુ આ નુકસાન ITR ફાઇલ કરીને ઘટાડી શકાય છે. તમે આ વર્ષનું નુકસાન બતાવીને ITR ફાઇલ કરી શકો છો. તે આગામી વર્ષના નફા સાથે સમાયોજિત કરવામાં આવશે. પરંતુ આ માટે તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. કારણ કે જો તમે નુકસાનના વર્ષમાં ITR ફાઇલ નહીં કરો. તો તમે તેને આગામી વર્ષના નફામાં એડ કરી શકશો નહીં. જો તમને મિલકતમાં કોઈ નુકસાન થયું હોય તો ચોક્કસપણે ITR ફાઇલ કરો.

2
  • ફોરેન જવા સરળ

જો તમે ભવિષ્યમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો. તો ચોક્કસપણે ITR ફાઇલ કરો. કારણ કે ઘણા દેશો વિઝા આપવા માટે તમારી પાસે આવકનો પુરાવો માંગી શકે છે. આ દેશોમાં અમેરિકા, યુરોપ, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ દેશોના વિઝા મેળવવા માટે તમારે આવકનો પુરાવો આપવો પડી શકે છે.

વધુ વાંચો: 13 વર્ષ બાદ બંધ થવા જઇ રહી છે WhatsAppને ટક્કર આપનારી આ App

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -
  • લોન ઇઝી મળે છે

ઘણી વખત બેંક અથવા ફાયનાન્શિયલ સંસ્થા પાસેથી લોન લેવા માટે આવકનો પુરાવો આપવો પડે છે. તમે આવકના પુરાવા તરીકે ITR ફાઇલ બતાવી શકો છો. કારણ કે આવકનો પુરાવો આપ્યા વિના, તમે લોન માટે અરજી કરી શકશો નહીં. આવકનો પુરાવો આપવાથી બેંકનો લોન લેનાર પર વિશ્વાસ વધે છે. આ સાથે, બેંક આવકના પુરાવા દ્વારા અરજદારની લોન ચુકવણી ક્ષમતા તપાસે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benefits of ITR ITR Filing E-Filing
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ