બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 13 વર્ષ બાદ બંધ થવા જઇ રહી છે WhatsAppને ટક્કર આપનારી આ App
Last Updated: 01:07 PM, 15 September 2025
13 વર્ષ પહેલાં WhatsApp ને ટક્કર આપવા માટે આવેલી મેસેજિંગ અને ગેમિંગ એપ હાઈકએ ઘણી ચર્ચાઓમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ હવે આ એપ હંમેશા માટે બંધ થવા જઈ રહી છે.
ADVERTISEMENT
એપના સ્થાપક કવિન મિત્તલે રોકાણકારોને ઇમેલ મારફતે જાણકારી આપી છે કે હાઈક પૂરી રીતે બંધ થવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકામાં ચાલતો તેનો બિઝનેસ પણ સામેલ છે. ચાલો જાણીએ કે WhatsApp ને ટક્કર આપનાર આ એપને અંતે શા માટે બંધ કરવી પડી?
હાઈક એપ બંધ થવાનું કારણ
ADVERTISEMENT
કવિન મિત્તલે કરેલા ઇમેલમાં ભારત સરકાર દ્વારા રિયલ મની ગેમિંગ પર મૂકાયેલા પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Entrackr દ્વારા જોવામાં આવેલા ઇમેલમાં લખાયું છે કે,
"મેં હાઈકનું સંચાલન સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનો નવો ગેમિંગ બિઝનેસ ખૂબ જ ઓછા સમયમાં સફળ થયો હતો, માત્ર ચાર વર્ષમાં કંપનીએ મોટો યૂઝર બેઝ ઉભો કર્યો હતો, પરંતુ તાજેતરમાં ભારત સરકાર દ્વારા રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાથી હાઈકના બિઝનેસ મોડલને મોટું નુકસાન થયું છે."
ADVERTISEMENT
કવિન મિત્તલના જણાવ્યા અનુસાર, આ નવા નિયમને કારણે કંપનીને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હાઈકનો અમેરિકાનો નવો બિઝનેસ સારા પરિણામો આપી રહ્યો હતો, પરંતુ ભારતમાં પ્રતિબંધ પછી થયેલા આર્થિક નુકસાનને કારણે કંપનીના સ્થાપકને આ નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું.
After 13 years of operations, Hike is shutting down completely, including its US business, founder and CEO Kavin Mittal informed investors in an email on Saturday.#MarketingMind #Hike #WhatsBuzzing pic.twitter.com/aEPaZcdG57
— Marketing Mind (@MarketingMind_) September 13, 2025
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ, હાઈકની બેલેન્સ શીટમાં હાલ 4 મિલિયન ડોલર એટલે કે લગભગ 35.30 કરોડ રૂપિયા વધ્યા છે. આ રકમનો ઉપયોગ વેન્ડર્સની કિમત ચૂકવવા અને કર્મચારીઓને પગાર આપવામાં કરવામાં આવશે. ત્યારબાદ બાકી રહેલા પૈસા રોકાણકારોને પાછા આપવામાં આવશે.
વધુ વાંચો : ના હોય! હાઇ બ્લડ પ્રેશર પર એલર્ટ આપશે આ Apple Watch? ફીચર્સને મળી મંજૂરી
ADVERTISEMENT
શરૂઆત કેવી રીતે થઈ?
WhatsApp જેમ હાઈક પણ એક મેસેજિંગ એપ તરીકે શરૂ થયું હતું, પરંતુ તે સફળતાપૂર્વક સ્પર્ધા આપી શક્યું નહીં. એ કારણે કંપનીએ પોતાના બિઝનેસનું ધ્યાન ગેમિંગ પર કેન્દ્રિત કર્યું અને Rush નામનું નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.