બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના હોય! હાઇ બ્લડ પ્રેશર પર એલર્ટ આપશે આ Apple Watch? ફીચર્સને મળી મંજૂરી
Last Updated: 10:33 AM, 15 September 2025
Apple કંપની હંમેશાં નવા અને ઉપયોગી ફીચર્સ સાથે પોતાના પ્રોડક્ટ્સને વધુ સારી બનાવે છે. હવે એપલ વોચમાં એક એવું નવું ફીચર ઉમેરાયું છે, જે યુઝર્સના સ્વાસ્થ્ય માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) તરફથી Appleને હાઈપરટેન્શન એલર્ટ ફીચરને મંજૂરી મળી ગઈ છે. એટલે કે હવે એપલ વોચ યુઝર્સને બ્લડ પ્રેશર વધુ હોય ત્યારે સમયસર નોટિફિકેશન આપશે.
ADVERTISEMENT

9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ એપલ ઇવેન્ટ દરમિયાન, એપલે "બ્લડ પ્રેશર મોનિટર" નામનું આ નવું ફીચર રજૂ કર્યું હતું. કંપનીએ સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિને હાઈપરટેન્શન જેવા લક્ષણો જણાશે તો વોચ તરત જ એલર્ટ આપશે. આ નોટિફિકેશનની મદદથી વપરાશકર્તા પોતાનું બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકશે અથવા સમયસર હોસ્પિટલનો સંપર્ક કરી શકશે.
ADVERTISEMENT
Apple વોચ સિરીઝ 9, 10, 11 તેમજ પ્રીમિયમ સેગમેન્ટની ઘડિયાળો જેમ કે અલ્ટ્રા 2 અને અલ્ટ્રા 3માં આ સુવિધા સપ્ટેમ્બરના અંત સુધી ઉપલબ્ધ થશે. રિપોર્ટ મુજબ, કંપની ટૂંક સમયમાં આ ફીચરને 150 દેશોમાં લૉન્ચ કરશે, જેમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન દેશોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ફીચર કેવી રીતે કામ કરશે તેની પણ એપલે વિગત આપી છે. એપલ વોચમાં આવેલા ઓપ્ટિકલ હાર્ટ સેન્સર હૃદયના ધબકારા પ્રમાણે રક્તવાહિનીઓની પ્રક્રિયા પર નજર રાખશે. આ ડેટાનો અલ્ગોરિધમ લગભગ 30 દિવસ સુધી સમીક્ષા કરશે. જો સતત બ્લડ પ્રેશર વધારે જણાશે તો તે યુઝરને ચેતવણી આપશે. જોકે, એપલે એ પણ કહ્યું છે કે આ ફીચર દરેક કેસ શોધી શકશે એવું નથી, પરંતુ મોટા ભાગના વપરાશકર્તાઓને મદદ મળશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાઈસન્સ વગર કાર ચલાવી અને એક્સિડન્ટ થાય, તો ઈન્સ્યોરન્સ ક્લેમ મળે? જાણો નિયમો
આ ઇવેન્ટ દરમિયાન એપલે નવા iPhones પણ રજૂ કર્યા. તેમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને ખાસ કરીને iPhone Air રજૂ કરવામાં આવ્યો. iPhone Air તેની પાતળી બોડી માટે ચર્ચામાં છે, કારણ કે તેની જાડાઈ માત્ર 5.6 મીમી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.