ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ડ્રાઈવિંગ લાઈસન્સ વગર કાર ચલાવી અને એક્સિડન્ટ થાય, તો ઈન્સ્યોરન્સ ક્લેમ મળે? જાણો નિયમો

કામની વાત / ડ્રાઈવિંગ લાઈસન્સ વગર કાર ચલાવી અને એક્સિડન્ટ થાય, તો ઈન્સ્યોરન્સ ક્લેમ મળે? જાણો નિયમો

Last Updated: 10:44 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો લાઇસન્સ વગર કાર ચલાવતી વખતે અકસ્માત થાય છે, તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વીમા કંપની આવા કિસ્સામાં મદદ કરશે કે નહીં. જાણો તેના નિયમો...

ADVERTISEMENT

રસ્તા પર વાહન હંકાવા માટે કાયદાકીય નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં સૌથી જરૂરી છે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ. તેમ છતા ઘણા યુવાનો લાયસન્સ વગર કાર કે બાઈક ચલાવતા હોય છે. જો આવી સ્થિતિમાં અકસ્માત થાય તો મોટો સવાલ ઊભો થાય છે શું ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ પાસ કરશે?

insurance-policy

કાયદો શું કહે છે?

મોટર વ્હિકલ એક્ટ હેઠળ સ્પષ્ટ છે કે કોઈપણ વાહન લાયસન્સ વગર ચલાવવું ગેરકાયદેસર છે. આ માત્ર કાયદો તોડવાનો મુદ્દો નથી, પરંતુ રસ્તા પર તમારી અને અન્યની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે.

law

ઇન્શ્યોરન્સ પોલિસીની મુખ્ય શરત

ઇન્શ્યોરન્સ પોલિસીની મુખ્ય શરત છે કે ડ્રાઇવર પાસે માન્ય લાયસન્સ હોવું જોઈએ. જો ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોય અને અકસ્માત થાય, તો કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. એટલે વાહનના નુકસાનની ભરપાઈ માલિકને પોતાની જ ખિસ્સેથી કરવી પડી શકે છે.

ક્લેમ કેમ અટકે છે?

ઇન્શ્યોરન્સ કંપનીઓ પહેલા તમામ દસ્તાવેજો અને પરિસ્થિતિઓ ચેક કરે છે. જ્યારે ડ્રાઇવર પાસે લાયસન્સ જ ન હોય ત્યારે આ સીધું પોલિસી કન્ડિશનનું ઉલ્લંઘન બને છે. એ કારણે ક્લેમ પ્રક્રિયા અટકી જાય છે.

ક્યારે મળી શકે છે રાહત?

કેટલાંક કેસમાં થોડી રાહતની સંભાવના રહે છે. ઉદાહરણ તરીકે, જો વાહન માલિકે ગાડી કોઈ માન્ય લાયસન્સ ધરાવતા ડ્રાઇવરને આપી હોય પરંતુ અકસ્માત વખતે બીજો કોઈ લાયસન્સ વગર ચલાવતો હોય, તો તપાસ બાદ કંપની આંશિક મદદ કરી શકે છે.

વધુ વાંચો: માર્કેટમાં નવું સ્કેમ આવ્યું, મેસેજની લિંક પર ક્લિક કરતા જ તમારું ખાતું ખાલીખમ

લાયસન્સ વગર વાહન ચલાવવું ડબલ જોખમ છે. કાયદાકીય સજા પણ અને અકસ્માતે ઇન્શ્યોરન્સ ક્લેમ ગુમાવવાનો ખતરો પણ. તેથી રસ્તા પર ઉતરતા પહેલા માન્ય લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Insurance Claim Rules DrivingLicense AccidentInsuranceClaim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ