બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 1 June 2025
શેરમાર્કેટમાં ઘણા સમયથી સુસ્તીનો માહોલ છે. એ વચ્ચે શુક્રવારે આવો જ એક પેની સ્ટોક IFL એન્ટરપ્રાઇઝિસ માટે ધસારો જોવા મળ્યો હતો. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરમાં 19 ટકાથી વધુનો વધારો થયો હતો. કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી શેરમાં ઉછાળો જોવા મળ્યો.
ADVERTISEMENT
IFL એન્ટરપ્રાઇઝિસના શેરનો ભાવ તેના અગાઉના બંધ ભાવ 83 પૈસા સામે 84 પૈસા પર ખુલ્યો અને 19.3 ટકાના ઉછાળા સાથે ₹0.99 ની ઉપલી સર્કિટ પર પહોંચ્યો. ગયા સત્રમાં શેર 5 ટકાના વધારા સાથે બંધ થયો હતો. ગયા વર્ષે 3 જૂને તે 1.82 રૂપિયાના ભાવ સાથે 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર અને આ વર્ષે 28 માર્ચે 0.59 રૂપિયા સાથે 52 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચ્યો હતો.
IFL એન્ટરપ્રાઇઝના પરિણામો
ADVERTISEMENT
તાજેતરમાં IFL એન્ટરપ્રાઇઝે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 3.04 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 67.87 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી આવક અનેક ગણી વધીને 72.13 કરોડ રૂપિયા થઈ. જે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં 1.98 કરોડ રૂપિયા હતી.
કંપનીએ માર્ચ 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 120.60 કરોડ રૂપિયાની ઓપરેટિંગ આવક હાંસલ કરી હતી. જે નાણાકીય વર્ષ 2024માં 8.24 કરોડ રૂપિયાની આવક કરતાં 13 ગણી વધુ છે. ચોખ્ખો નફો પણ નાણાકીય વર્ષ 2024 માં 84.5 લાખ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2025માં 2.99 કરોડ રૂપિયા થયો છે, જે પાછલા વર્ષ કરતાં 254 ટકા વધુ છે.
ADVERTISEMENT

1 રૂપિયાથી નીચેનો પેની સ્ટોક 19 ટકા વધ્યો
ADVERTISEMENT
બમ્પર પ્રોફિટ પછી 84 પૈસાનો શેર રોકેટ બન્યો છે. ખરાબ વાતાવરણમાં પણ તેના ભાવમાં 19% નો ઉછાળો આવ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 24 માં 84.5 લાખ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 25 માં 2.99 કરોડ રૂપિયા થયો. જે પાછલા વર્ષ કરતા 254 ટકા વધુ છે.
IFL એન્ટરપ્રાઇઝના શેર ભાવ
ADVERTISEMENT
શેરબજારમાં સુસ્તી વચ્ચે શુક્રવારે ઘણા પેની શેર ખરીદવા માટે ધસારો જોવા મળ્યો. આવો જ એક પેની સ્ટોક IFL એન્ટરપ્રાઇઝિસ છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરમાં 19 ટકાથી વધુનો વધારો થયો હતો. કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી શેરમાં ઉછાળો જોવા મળ્યો. IFL એન્ટરપ્રાઇઝિસના શેરનો ભાવ તેના અગાઉના બંધ ભાવ 83 પૈસા સામે 84 પૈસા પર ખુલ્યો અને 19.3 ટકાના ઉછાળા સાથે ₹0.99 ની ઉપલી સર્કિટ પર પહોંચ્યો. ગયા સત્રમાં (29 મે) ના રોજ શેર 5 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

ADVERTISEMENT
IFL એન્ટરપ્રાઇઝના પરિણામો
તાજેતરમાં IFL એન્ટરપ્રાઇઝે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો ₹3.04 કરોડ સુધી પહોંચ્યો જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹67.87 લાખનું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટર દરમિયાન કામગીરીમાંથી આવક અનેક ગણી વધીને રૂ. 72.13 કરોડ થઈ. જે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 1.98 કરોડ હતી.
કંપનીએ માર્ચ 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ.120.60 કરોડની ઓપરેટિંગ આવક હાંસલ કરી હતી. જે નાણાકીય વર્ષ 2024માં રૂ. 8.24 કરોડની આવક કરતાં 13 ગણી વધુ છે. ચોખ્ખો નફો પણ નાણાકીય વર્ષ 2024માં રૂ. 84.5 લાખથી વધીને નાણાકીય વર્ષ 2025માં રૂ. 2.99 કરોડ થયો છે, જે પાછલા વર્ષ કરતાં 254 ટકા વધુ છે.
આ પણ વાંચો: સતત ચોથા મહિને જેટ ઈંધણના ભાવમાં ઘટાડો, મુસાફરો અને એરલાઇન્સને રાહતનો દમ

શેરબજારની સ્થિતિ
ગયા શુક્રવારે 30 શેરોવાળો BSE ઇન્ડેક્સ સેન્સેક્સ 182.01 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 81,451.01 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 346.57 પોઈન્ટ ઘટીને 81286.45 પોઈન્ટ પર આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બેન્ચમાર્ક નિફ્ટી પણ 82.90 પોઈન્ટ અથવા 0.33 ટકા ઘટીને 24,750.70 પર બંધ થયો.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.