બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરમાર્કેટમાં છવાઈ લીલી હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો ઉછાળો

Stock Market Today / શેરમાર્કેટમાં છવાઈ લીલી હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો ઉછાળો

Priyankka Triveddi

Last Updated: 10:04 AM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે 9 જૂનના રોજ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

Stock Market today: સોમવારે 9 જૂનના રોજ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 માંથી 26 શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો, બેંકિંગ અને આઈટી શેરોમાં વધુ તેજી જોવા મળી રહી છે. શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટના વધારા સાથે 82600 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 થી વધુ પોઈન્ટના વધારા સાથે 25100 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં તેજી

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1.05% ના વધારા સાથે 38137 પર અને કોરિયાનો કોસ્પી 1.72% ના વધારા સાથે 2860 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.90% વધીને 24006 પર બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.23% વધીને 3393 પર બંધ રહ્યો હતો. 6 જૂનના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 1.05% ઘટીને 42.76 પર બંધ થયો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.20% અને એસ એન્ડ પી 1.03% વધીને બંધ થયો.

ગયા સપ્તાહે સેન્સેક્સમાં 737 પોઈન્ટ અને નિફ્ટીમાં 252 પોઈન્ટનો વધારો થયો હતો. ગયા અઠવાડિયે 2-6 જૂન 2025 દરમિયાન ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો પરંતુ સપ્તાહનો અંત સકારાત્મક રહ્યો. શરૂઆતના ઘટાડા પછી છેલ્લા બે દિવસમાં નિફ્ટી 50 અને સેન્સેક્સમાં સારી રિકવરી જોવા મળી. આખા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 737 પોઈન્ટ અને નિફ્ટી 252 પોઈન્ટ વધ્યા.

વધુ વાંચો: જો જો ! આવી ભૂલ તમે ના કરતાં નહીં તો લોન મળવામાં પડશે ફાંફાં

vtv app promotion

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર 6 જૂને RBI દ્વારા 50 બેસિસ પોઈન્ટ રેપો રેટમાં ઘટાડો અને 100 બેસિસ પોઈન્ટ CRRમાં ઘટાડો થવાને કારણે બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 747 પોઈન્ટ વધીને 82189 પર અને નિફ્ટી 252 પોઈન્ટ વધીને 25003 પર બંધ થયો. વ્યાજદરમાં ઘટાડાને કારણે રિયલ્ટી, બેંકિંગ અને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stockmarkettoday businessnews sensexnifty
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ