ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ડબલ ફાયદો! કંપનીએ 800 ટકાથી વધારે રિટર્ન આપ્યું, હવે એક શેર પર એક મફત શેર

બિઝનેસ / ડબલ ફાયદો! કંપનીએ 800 ટકાથી વધારે રિટર્ન આપ્યું, હવે એક શેર પર એક મફત શેર

Last Updated: 09:24 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેસ્લે કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇસ્યુ કરવાની ભલામણ જાહેર કરી છે. આનો અર્થ એ થયો કે જો તમે રેકોર્ડ ડેટ સુધી કંપનીનો 1 શેર ધરાવો છો તો તમને એક શેર ફ્રીમાં મળશે.કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

ADVERTISEMENT

Nestle India Bonus Issue: આજે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન નેસ્લે ઇન્ડિયાના શેર ફોકસમાં છે.કંપનીના શેર આજે નજીવા વધીને રૂ.2,421.60 પર પહોંચી ગયા. અહીં, કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે.તમને જણાવી દઈએ કે લિસ્ટિંગ પછી પહેલી વાર કંપની બોનસ શેર આપવા જઈ રહી છે.

stock-market_PqXBwLo.width-800

શું વિગત છે?

નેસ્લે ઇન્ડિયાએ ગુરુવાર,26 જૂન,2025ના રોજ સૌથી વધુ રાહ જોવાતી બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને BSE અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જની બોર્ડ મીટિંગના પરિણામો જાહેર કરતા,નેસ્લેએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની ભલામણની જાહેરાત કરી. આનો અર્થ એ છે કે જો તમારી પાસે રેકોર્ડ ડેટ સુધી કંપનીનો 1 શેર છે તો તમને એક શેર ફ્રીમાં મળશે. કૃપા કરીને નોંધ લો કે કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

Vtv App Promotion

કંપનીએ શું કહ્યું?

નેસ્લે ઇન્ડિયાએ તેના પ્રકાશનમાં જણાવ્યું હતું કે બોર્ડે 1:1 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર જારી કરવાની જાહેરાત કરી છે. જોકે, કંપનીના સભ્યોને બોનસ ઇક્વિટી શેર મેળવવાની યોગ્યતા નક્કી કરવા માટેની રેકોર્ડ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી,અને કંપનીએ તેના પ્રકાશનમાં જણાવ્યું હતું કે તેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.

આ પણ વાંચો : પેટ માટે શું શું કરવું પડે! એક ભૂલ અને યમરાજ સાથે મુલાકાત! વીડિયો વાયરલ

નેસ્લે ઇન્ડિયાના શેરના ભાવમાં અસ્થિરતા

આજે બોનસ શેર જારી કરવા માટે બોર્ડ મીટિંગ શરૂ થાય તે પહેલાં, ગુરુવારે BSE પર નેસ્લે ઇન્ડિયાના શેર ₹2422 પર ખુલ્યા હતા.બોનસ શેર જારી કરવાની જાહેરાત બાદ FMCG શેરોમાં તેજી ચાલુ રહેતા નેસ્લે ઇન્ડિયાના શેરનો ભાવ 1% થી વધુ વધીને ₹2444.65 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business news sharemarket nestle share issue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ