બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોનું કે શેર બજાર? લોન્ગ ટાઇમિંગના ઇન્વેસ્ટમેન્ટ માટે કયો વિકલ્પ સૌથી બેસ્ટ, જાણો

બિઝનેસ / સોનું કે શેર બજાર? લોન્ગ ટાઇમિંગના ઇન્વેસ્ટમેન્ટ માટે કયો વિકલ્પ સૌથી બેસ્ટ, જાણો

Published By: Priyankka Triveddi

Last Updated: 03:15 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold or Equity: આજકાલ સોનાના ભાવમાં જે રીતે વધારી થઈ રહ્યો છે એ જોઈને સોનામાં રોકાણ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. આમ તો Gold અને Equity બંને રોકાણ માટે સારા ઓપ્શન છે. પણ એક્સપર્ટનું આ અંગે થોડો અલગ મત છે.

Gold or Equity Investment Option: છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સોનાએ છેલ્લા એકવર્ષમાં રોકાણકરોને જબરદસ્ત વળતર આપ્યું છે અને એટલે જ હવે લોકો સોનામાં રોકાણ કરવા તરફ વધારે વધી રહ્યા છે. એક ડેટા દર્શાવે છે કે સોનાનું એક વર્ષનું વળતર 60% થી વધુ રહ્યું છે. વધુમાં 2025 માં અત્યાર સુધીમાં સોનાએ રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે. દરમિયાન ઇક્વિટી બજાર અથવા શેરબજાર છેલ્લા એક વર્ષથી એક સીરિઝમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સે ગયા એક વર્ષમાં આશરે 4% વળતર આપ્યું છે. પણઆ બાબતે એક્સપર્ટનું માનવું છે કે રોકાણકારો જોખમ ઘટાડવા માટે તેમના પોર્ટફોલિયોના 10% થી 20% સોનામાં રાખે. બાકીના પૈસા ઇક્વિટી (શેર) માં રોકાણ કરવું એ વધુ સારો ઓપ્શન બની શકે છે.

gold-equity2

લાંબા ગાળા માટે સોના કરતાં શેરબજાર સારું

અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સોનું હંમેશા ફુગાવા સામે રક્ષણ આપતું નથી. જેમ કે ઘણા લોકો માને છે. તેની કિંમત મોટે ભાગે ડોલરની હિલચાલ, વ્યાજ દરો અને કેન્દ્રીય બેંકની નીતિઓ પર આધાર રાખે છે. એટલે એમ જોઈએ તો ભારત જેવા દેશમાં તહેવારો દરમિયાન સોનું ખરીદવું એ એક પરંપરા છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે એમ કોઈ ઇમોશનમાં આવીને ક્યારેય રોકાણ ના કરવું જોઈએ. જો તમે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરી રહ્યા છો તો શેરોમાં રોકાણ કરવું વધુ સમજદારીભર્યું રહેશે.

gold-insurance

ત્યારે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું સોનું શેરબજાર કરતાં વધુ સારું રોકાણ માટેનો વિકલ્પ બની ગયો છે? કારણ કે હાલમાં દરેક વ્યક્તિ સોનામાં રોકાણ કરવાની વાત કરી રહ્યા છે. જ્યારે સોનું અને ઇક્વિટી બંને સારા રોકાણ સાધનો છે. તેમના ઉદ્દેશ્યો અલગ છે. જોકે સોનું હજુ પણ ઘણી બાબતોમાં ઇક્વિટી કરતાં પાછળ છે.

investment

શું કહે છે 35 વર્ષનો ઇતિહાસ

એક બિઝનેસ અહેવાલ મુજબ વર્ષ 1990 થી 2025 સુધી સેન્સેક્સ (શેરબજાર) એ સરેરાશ વાર્ષિક આશરે 11.5% વળતર આપ્યું હતું. જ્યારે સોનાએ સરેરાશ 9.5% વળતર આપ્યું હતું. કેટલાક વર્ષોમાં સોનાએ 8% વળતર આપ્યું હતું. જ્યારે અન્ય વર્ષોમાં તેણે 10% વળતર આપ્યું હતું. આનો અર્થ એ થયો કે લાંબા ગાળે શેરબજારે સોના કરતાં વધુ વળતર આપ્યું છે. અહીં તફાવત ફક્ત 2% દેખાય છે. પરંતુ 2% વાર્ષિક તફાવત પણ સમય જતાં નોંધપાત્ર બની શકે છે. જેના પરિણામે રોકાણકારો માટે લાંબા ગાળાના ફાયદામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

gold-investment

આટલું જ નહીં વધુમાં એ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષ દરમિયાન રોલિંગ રિટર્નની વાત આવે ત્યારે ઇક્વિટીઝે સતત સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. ઉદાહરણ તરીકે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે ઇક્વિટીએ લગભગ 98.1% સમય માટે મૂડી સાચવી રાખી હતી. જ્યારે સોના માટે આશરે 84% હતી. રોલિંગ રિટર્ન સરળ સરેરાશ કરતાં વધુ સચોટ છે.

gold-in-ahmedabad

Gold એક પ્રકારનું ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ

રિપોર્ટમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ વર્ષથી વધુ સમય માટે રોકાણ કરે છે તો શેરબજાર તેમના પૈસા સુરક્ષિત રાખે છે અને 98% સમય માટે વૃદ્ધિ પામે છે. સોના માટે આ જ આંકડો લગભગ 84% હતો. આનો અર્થ એ છે કે લાંબા ગાળે શેરોમાં રોકાણ વધુ નફાકારક હતું. પરંતુ આનો અર્થ એ નથી કે સોનામાં રોકાણ કરવું નકામું છે. સોનું સુરક્ષા અને માનસિક શાંતિ આપે છે. જ્યારે શેરબજાર નીચે હોય છે, ત્યારે સોનું પોર્ટફોલિયોને થોડું સંતુલન પૂરું પાડે છે. તેથી, તેને સંપૂર્ણપણે અવગણવું જોઈએ નહીં. રિપોર્ટ મુજબ રોકાણકારોએ જોખમ ઘટાડવા માટે તેમના પોર્ટફોલિયોના 10% થી 20% સોનામાં રાખવા જોઈએ. બાકીના નાણાં ઇક્વિટી (શેરો) માં રોકાણ કરવું વધુ સારું છે કારણ કે આ તે જગ્યા છે જ્યાં લાંબા ગાળે વાસ્તવિક સંપત્તિનું સર્જન થાય છે.

વધુ વાંચો: Appleએ ચૂકવવું પડશે રૂ. 1,75,45,23,00,000નું વળતર, જાણો શું છે સમગ્ર મામલો

vtv app promotion

લાંબા ગાળા માટે સોના કરતાં શેરબજાર સારું

gold-Equity1

અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સોનું હંમેશા ફુગાવા સામે રક્ષણ આપતું નથી. જેમ કે ઘણા લોકો માને છે. તેની કિંમત મોટે ભાગે ડોલરની હિલચાલ, વ્યાજ દરો અને કેન્દ્રીય બેંકની નીતિઓ પર આધાર રાખે છે. જો કે એક વાત એ પણ છે કે ભારત જેવા દેશોમાં તહેવારે અને પ્રસંગે સોનું ખરીદવું એ એક પરંપરા છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે તેને ભાવનાત્મક રોકાણ ન ગણવું જોઈએ. જો તમે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણ કરી રહ્યા છો, તો શેરોમાં રોકાણ કરવું વધુ સમજદારીભર્યું રહેશે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment in Gold Gold or Equity Gold or Stock

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ