બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Appleએ ચૂકવવું પડશે રૂ. 1,75,45,23,00,000નું વળતર, જાણો શું છે સમગ્ર મામલો

બિઝનેસ / Appleએ ચૂકવવું પડશે રૂ. 1,75,45,23,00,000નું વળતર, જાણો શું છે સમગ્ર મામલો

Published By: Vidhata Gothi

Last Updated: 12:01 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક જાયન્ટ Apple યુકેમાં મોટો ઝટકો લાગ્યો છે. હવે કંપનીએ એક કેસમાં 1,75,45,23,00,000 રૂપિયાનું વળતર આપવું પડી શકે છે. જાણો શું છે સમગ્ર મામલો.

અમેરિકન ટેક જાયન્ટ Apple મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. બ્રિટિશ કોર્ટે ટેક જાયન્ટ Appleને તેના App Store દ્વારા ડેવલપર્સ પાસેથી વસૂલાતી વધુ પડતી ફીના મામલે દોષિત ઠેરવી છે. લંડનમાં કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT) એ કહ્યું કે એપલે તેના એપ સ્ટોર પર અન્યાયી અને વધારે કમિશન લગાવીને પ્રતિસ્પર્ધાને મર્યાદિત કરી છે. હવે કંપનીએ લગભગ £1.5 બિલિયન એટલે કે 1.75 લાખ કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે. આ કેસ બ્રિટનમાં લાખો iPhone અને iPad યુઝર્સ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે હવે ટેક વર્લ્ડના ઇતિહાસના સૌથી મોટા કેસમાંથી એક બની ગયો છે.

vtv app promotion

કેવી રીતે શરૂ થયો આ કેસ

આ કેસની શરૂઆત બ્રિટિશ એકેડમિક રેચલ કેન્ટે (Rachael Kent) કરી હતી. તેણે કોર્ટમાં દાવો કર્યો કે Appleએ તેના એપ સ્ટોર પર 100% એકાધિકાર (monopoly) જાળવી રાખ્યો છે અને ડેવલપર્સ પાસેથી 30% સુધી કમિશન વસૂલ્યું. તેમના મતે, આ કમિશન ગેરવાજબી રીતે વધારે હતું અને આની સીધી અસર સામાન્ય યુઝર્સના ખિસ્સા પર પડી, કારણ કે ડેવલપર્સે કિંમતો વધારીને નુકસાનની ભરપાઈ કરી.

આ પણ વાંચો: શું ધનતેરસે મોંઘું સોનું-ચાંદી ખરીદીને તમે પસ્તાયા? જાણો રાખવું કે વેચી મારવું

કોર્ટમાં શું કહેવામાં આવ્યું

કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ (CAT)એ તેના નિર્ણયમાં કહ્યું કે ઓક્ટોબર 2015થી ડિસેમ્બર 2020ની વચ્ચે, એપલે ડેવલપર્સ પર અન્યાયી શરતો લાદી દીધી. આ દરમિયાન, કંપનીએ એપ સ્ટોર અને ઇન-એપ પર્ચેઝ માટે વધારે ફી વસૂલ કરી. કોર્ટે એ પણ માન્યું કે આ ઊંચી ફીમાંથી લગભગ અડધો ભાર ગ્રાહકો પર નાખી દેવામાં આવ્યો, જેના લીધે એપ્સ અને ગેમ્સ મોંઘા થઈ ગયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Apple UK lawsuit Apple Business News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ