બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શું ધનતેરસે મોંઘું સોનું-ચાંદી ખરીદીને તમે પસ્તાયા? જાણો રાખવું કે વેચી મારવું

ખાસ કામનું / શું ધનતેરસે મોંઘું સોનું-ચાંદી ખરીદીને તમે પસ્તાયા? જાણો રાખવું કે વેચી મારવું

Published By: Vidhata Gothi

Last Updated: 09:23 AM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Hold or Sell: સોના-ચાંદીના ભાવમાં આ અઠવાડિયામાં ઘટાડો થયો છે, તેને જોઇને ઘણા લોકો કહી રહ્યા છે કે તેમણે શુભ દિવસ માનીને ધનતેરસ પર સોનું ખરીદ્યું હતું. પરંતુ હવે તેમને ભાવમાં વધુ ઘટાડાનો ડર છે. જો ભાવ વધુ ઘટશે તો તેમને ભારે નુકસાન થશે. એવામાં જાણો શું કરવું? રાખવું કે વેચી દેવું?

Gold-Silver Price: ધનતેરસ પર સોના-ચાંદીની વ્યાપકપણે ખરીદી થાય છે. લોકો પોતપોતાની સગવડ પ્રમાણે સોનું-ચાંદી ખરીદે છે, ઘણા લોકો ઘરેણા ખરીદે છે તો ઘણા લોકો કિંમતી ધાતુના સિક્કા ખરીદે છે. આ વર્ષે પણ દેશભરમાં લોકોએ મોટી સંખ્યામાં સોના-ચાંદીની ખરીદી કરી. ઘરેણાંની દુકાનોથી લઈને ઓનલાઈન પ્લેટફોર્મ સુધી ચાંદીની રેકોર્ડ ખરીદી થઈ. ખૂબ જ મોંઘુ હોવા છતાં લોકોએ મોટા પ્રમાણમાં સોનું પણ ખરીદ્યું. પરંતુ હવે દિવાળી પછી, સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. જેના લીધે જે લોકોએ સોના-ચાંદી મોંઘા ભાવે ખરીદ્યા હતા, તે લોકો વિચારી રહ્યા છે કે હવે કિંમતી ધાતુનું શું કરવું - રાખવું કે વેચી દેવું?

gold-in-ahmedabad

Gold-Silver Price: કેમ ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ

તો ચાલો સૌથી પહેલા જાણીએ કે સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સોનાના ભાવમાં તાજેતરના ઘટાડા પાછળ ઘણા વૈશ્વિક અને સ્થાનિક કારણો છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, જેના લીધે વિદેશી રોકાણકારો સોના બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે. આ સિવાય અમેરિકામાં વ્યાજ દરો સ્થિર રહેવાની શક્યતા વધી છે, જેના કારણે સોના-ચાંદીના ભાવમાં સુસ્તી આવી રહી છે. નબળી માંગ અને પ્રોફિટ બુકિંગથી પણ ભાવ પર દબાણ આવ્યું છે.

gold-simple-5

Gold-Silver Price: સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ

ધનતેરસ અને દિવાળી પછી કિંમતી ધાતુની માંગ ઘટી એક સામાન્ય બાબત છે, પરંતુ ધનતેરસ પર 24 કેરેટ સોનાનો ભાવ 1,27,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જે હવે ઘટીને 1,23,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. ધનતેરસ પર ચાંદીના ભાવ 1.70 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધી ગયા હતા, જે પણ હવે ઘટીને 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આ ઘટાડાને જોઇને ઘણા લોકોને ડર છે કે તેમણે શુભ દિવસ માનીને ધનતેરસ પર સોનું ખરીદ્યું હતું, પરંતુ જો ભાવ વધારે ઘટશે તો તેમને ભારે નુકસાન થશે.

જે રીતે સોના અને ચાંદીના ભાવમાં ઝડપી વધારો થઈ રહ્યો હતો, તેના પર બ્રેક તો લાગવાની જ હતી. કેટલાક લોકો નફો વસૂલ કરી રહ્યા છે, કારણ કે ગયા વર્ષે સોનું લગભગ 60% મોંઘું થઈ ચુક્યું છે, અને ચાંદીના ભાવમાં પણ ભારે વધારો થઈ ચુક્યો છે. એવામાં જો કોઈએ મોંઘા ભાવે સોનું-ચાંદી ખરીદ્યું હોય, તો હવે એ લોકોએ શું કરવું જોઈએ?

gold-insurance

સૌથી પહેલા જાણી લો કે ધનતેરસ પર ખરીદેલું સોનું અને ચાંદી વેચવાની ઉતાવળ ન કરો. સોનું એક ભાવનાત્મક સંપત્તિ છે, અને તેનું મૂલ્ય સમય જતાં વધે જ છે, ઘટતું નથી. ઐતિહાસિક રીતે જોઇએતો દરેક મોટા ઘટાડા પછી સોનું મજબૂત થયું છે. જો તમે મોટી રકમનું રોકાણ કર્યું છે, તો ઉતાવળ ન કરો. સોનું લાંબા ગાળાની સંપત્તિ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોવિડ રોગચાળા પછી સોનાના ભાવ ઘટીને 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા હતા, પરંતુ બીજા જ વર્ષે, સોનાનો ભાવ 60,000 રૂપિયાને વટાવી ગયો હતો. 2013-14માં પણ ડોલરની મજબૂતાઈને લીધે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ આગામી ત્રણ વર્ષમાં ભાવ બમણા થઈ ગયા.

vtv app promotion

તેથી, લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો ચિંતાનું કારણ નથી, પરંતુ એક તક છે. નિષ્ણાતોની સલાહ છે કે જો વ્યક્તિગત જરૂરિયાતો માટે નહીં પરંતુ રોકાણ અથવા પરંપરા માટે સોનું ખરીદ્યું હોય, તો તેને ઓછામાં ઓછા 1-2 વર્ષ સુધી રાખવું જોઈએ. જો સોના-ચાંદીના ભાવ વધુ ઘટે છે, તો આ ખરીદવાની તક હોઈ શકે છે. આનાથી કુલ ખરીદી ખર્ચ સંતુલિત થઈ જશે. જોકે, ભવિષ્યમાં, દાગીનાને બદલે ડિજિટલ અથવા પેપર ગોલ્ડમાં રોકાણ વધારવું વધુ સુરક્ષિત રહેશે.

ચાંદીની વાત કરીએ તો, નિષ્ણાતો સોના કરતાં ચાંદી પર વધુ આશાવાદી છે. આનો અર્થ એ છે કે ચાંદીના ભાવ વધવાની વધુ શક્યતા છે. આનું કારણ એ છે કે સૌર ઉર્જા ક્ષેત્રમાં વધતી ઔદ્યોગિક માંગ અને વપરાશને કારણે આગામી વર્ષોમાં ચાંદીના ભાવ વધી શકે છે.

આ પણ વાંચો: ચાંદીની ચમક ફિક્કી પડી, ભાવમાં 22,000 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

નિષ્ણાતો માને છે કે આગામી 6 થી 9 મહિનામાં સોનું ફરી તેની ટોચ પર પહોંચી શકે છે. અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડો, ચીનની આર્થિક મંદી અને ભૂ-રાજકીય તણાવ ફરી એકવાર સોનાને સલામત રોકાણ બનાવી શકે છે. જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષોમાં, સોનામાં સરેરાશ 9-10% વાર્ષિક વળતર મળ્યું છે, જ્યારે શેરબજાર અથવા અન્ય રોકાણ સાધનો એટલા સ્થિર રહ્યા નથી. તેથી, આ થોડા અઠવાડિયાના ઘટાડા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે ભાવે સોનું ખરીદ્યું છે, ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સોનું હોલ્ડ કરો.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Silver Latest Rates Gold-Silver Hold or Sell Gold-Silver Price

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ