ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:23 AM, 24 October 2025
ADVERTISEMENT
સોના અને ચાંદીના ETFમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. બંને ધાતુઓ પોતાના રેકોર્ડ હાઈ લેવલથી 20% કરતાં વધુ તૂટ્યાં છે. વૈશ્વિક સ્તરે પણ ગોલ્ડ-સિલ્વર પર દબાણ ચાલુ છે. હવે રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કરવું વેચવું કે રાહ જોવી?
ADVERTISEMENT

ADVERTISEMENT
વિશ્વબજારમાં હાજર સોનું 0.53% ઘટીને $4,102.09 પ્રતિ ઔંસ પર આવ્યું છે. ડિસેમ્બર વાયદા માટે અમેરિકન સોનું 0.4% વધીને $4,124.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી હાલ $48.82 પ્રતિ ઔંસ પર છે, જ્યારે તે ક્યારેક $52 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી.

ADVERTISEMENT
MCX પર ચાંદી હાલમાં ₹1,48,385 પ્રતિ કિલોના દરે ટ્રેડ થઈ રહી છે. આજે તેમાં ₹2,827નો વધારો નોંધાયો છે. પરંતુ તેના રેકોર્ડ હાઈ ₹1,70,415ની સરખામણીમાં ચાંદી લગભગ ₹22,000 સસ્તી થઈ ગઈ છે. સોનું પણ હાલ ₹1,23,400 પ્રતિ 10 ગ્રામ પર છે, જે પોતાના રેકોર્ડ હાઈ ₹1,32,294થી લગભગ ₹9,000 નીચે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્રમ્પનો એક સંકેત અને ભારતીય શેરબજારમાં આવી તેજી, રોકેટ બની ગયા આ શેર!
ફાઇનાન્સ એક્સપર્ટ્સ કહે છે કે સોનું અને ચાંદી લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ એસેટ્સ છે. બજારમાં ઘટાડો ટૂંકા ગાળાનો છે, લાંબા ગાળે આ ધાતુઓ ફરી ઉછાળી શકે છે. જો તમે ETFમાં હાઈ પ્રાઈસ પર એન્ટ્રી લીધી હોય, તો પેનિક ન થવું, ધીરજ રાખવી જોઈએ. ઘટાડામાં તમે ETFને એવરેજ કરીને ખરીદી પણ કરી શકો છો. નવા રોકાણકારો માટે સલાહ છે કે દર અઠવાડિયે કે મહિને નાના અમાઉન્ટમાં ETF ખરીદો, જેથી લાંબા ગાળે સારો નફો મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો