બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:29 PM, 23 October 2025
Stock Market Update: ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેનું કારણ છે કે ગઈકાલે અમેરિકાથી ભારત માટે સારા સમાચાર આવ્યા. આજે નિફ્ટી 26,000ની ઉપર ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 85,000ની ઉપર ખુલ્યો. જોકે, હાલમાં તે 720 પોઈન્ટ વધીને 85,148 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી પણ 200 પોઈન્ટ વધીને 26,070ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. IT સેક્ટરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે, જે લગભગ 2% તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. BSEના ટોપ 30 શેરોમાંથી 29 શેરોમાં શાનદાર તેજી જોવા મળી છે, જ્યારે એક શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ફોસિસના શેરમાં મજબૂત તેજી જોવા મળી છે, જે 3% વધીને ટ્રેડ થઈ રહ્યો છે. ફક્ત ઝોમેટોના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
IT શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. ઇન્ફોસિસમાં 3%ની તેજી જોવા મળી રહી છે, જ્યારે HCL ટેકમાં પણ 2.50% તેજી આવી છે. આ સિવાય TCSના શેરમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Kitex Garmentsના શેર 12 ટકા તેજી સાથે 209 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ગારવેર હાઇ-ટેકના શેર 11 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા છે. વર્ધમાન ટેક્સટાઇલ્સના શેર 11 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા છે. રિલાયન્સ પાવરના શેરમાં 3 ટકાની તેજી આવી છે. SBI કાર્ડ્સના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રાના શેરમાં પણ 3 ટકાની તેજી આવી છે.

ADVERTISEMENT
એવા સમાચાર છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. અહેવાલો પ્રમાણે, અમેરિકા ભારત પર લગાવેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 15 ટકા કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આવું થાય છે, તો શેરબજારમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે. આજે, આ સેન્ટિમેન્ટને કારણે બજારમાં તેજી જોવા મળી રહ્યો છે. સાથે જ એવા સમાચાર પણ છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ખતમ થવાનું છે. સેક્ટરની વાત કરીએ તો IT ક્ષેત્ર આજે 2.32% વધ્યું છે. ખાનગી બેંકિંગ ક્ષેત્ર 1% ઊંચું ટ્રેડ કરી રહ્યું છે. FMCG પણ 1.50% ઊંચું ટ્રેડ કરી રહ્યું છે. બધા ક્ષેત્રો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Nifty 50 એ 13 મહિના બાદ 26,000ની સપાટી કરી પાર, રોકાણકારોએ 10 સેકન્ડમાં 1.62 લાખ કરોડની કમાણી
ADVERTISEMENT
BSE પર 3,606 શેરમાંથી 1,975 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 1,435 શેર ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. 196 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 126 શેર 52 સપ્તાહના હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 27 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 96 શેરમાં અપર સર્કિટ અને 58 શેર લોઅર સર્કિટ પર છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.