બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 AM, 3 February 2026
Reciprocal Tariff Reduction: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા 25% ટેરિફને ઓછો કરીને હવે માત્ર 18% કરવાની ઘોષણા કરી દીધી છે. સાથે જ અમેરિકાના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ 25% ટેરિફને હટાવી રહ્યા છે. જે પછી ભારત હવે એ દેશોના લિસ્ટમાં આવી ગયું છે કે જે દેશો પર અમેરિકાએ 20% થી ઓછો ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફ ઓછો કરવાની જાહેરાતને પીએમ નરેન્દ્ર મોદીએ પણ વધાવી લિધી છે અને હવે એવું લાગી રહ્યું છે કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત હવે ટૂંક સમયમાં થશે.
ADVERTISEMENT
જો કે ટ્રમ્પના આ ટેરિફ યુટર્ન પાછળ ઘણા કારણો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી મોટું કારણ છે પોતે અમેરિકા છે. હકીકતમાં ટેરિફમાં વધારો કર્યા પછી અમેરિકામાં મોંઘવારી ઓછી થઈ નથી. ખાસ કરીને ટ્રમ્પ ટેરિફના કારણે. ટેરિફના લીધે અમેરિકામાં ખાસ કરીને ભારતીય પ્રોડક્ટ ઘણા મોંઘા થઈ ગયા છે જે અમેરિકાની લાઈફસ્ટાઈલનો ભાગ બની ચૂક્યા છે જેના લીધે ટ્રમ્પ પર તેમના જ લોકોનો દબાવ ઘણો વધ્યો હતો.
તો બીજું કારણ છે યુરોપ અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ. જેના લીધે ડોનાલ્ડ ટ્રમ્પને ઘણી હેરની થઈ છે. એક બાજુ યુરોપ અને અમેરિકાના સંબંધોમાં ગ્રીનલેન્ડને લઈને ઘણી ખટાશ આવી છે જેના લીધે ગ્લોબલ પ્લેટફોર્મ પર ટ્રમ્પ અને અમેરિકા બંને ઘણા અલગ લગ મત ધરાવતા હતા. આ પણ એક મોટું કારણ છે. કેનેડા સાથે ભારતની ફરી વધતી નજદીકી અને થોડા દિવસોમાં થનાર યુરેનિયમ ડીલ પણ મોટું કારણ છે.
ADVERTISEMENT
તો ત્રીજું કારણ છે ભારત અને વેનેઝુએલા વચ્ચે કાચા તેલની સપ્લાય. જેથી ભારતમાં રશિયાથી આવતું ક્રૂડ ઓઇલના સપ્લાયને સંપૂર્ણ રીતે ઓછું કરી શકાય. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ હાલમાં જ ભારત અને વેનેઝુએલા વચ્ચે ઓઇલ સપ્લાયને લઈને મોટી વાત કહી હતી જેથી રશિયાથી આવતા તેલ સપ્લાયને રોકીને ભારતની જરૂરિયાતને પૂરી કરી શકાય. આ ઉપરાંત ચીનના વિકલ્પના રૂપમાં ભારતને આગળ વધારવું એ ટ્રમ્પ માટે એક મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ છે.
ચોથું કારણ છે ભારત અને EU ટ્રેડ ડીલ જેને Mother of all deals પણ કહેવામાં આવે છે. અમેરિકાનું ટેરિફ ઓછું કરવાનું તેને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એક્સપર્ટનું માણી તો આ ડીલથી 200 કરોડ લોકો માટે એક માર્કેટ બન્યું છે. જે દુનિયામાં કોઈ પણ ડીલ કરતાં સૌથી મોટી ડીલ છે. આ ડીલ પછી ભારતે ઘણી યુરોપિયન પ્રોડડક્ટ્સને ભારતમાં ઓછા ટેરિફ અને 0 ટેરિફ લાગુ કર્યો છે.
ADVERTISEMENT
ભારત પર ટેરિફ ઓછું કરવાનું સૌથી મુખ્ય કારણ અમેરિકામાં મોંઘવારી છે. વિદેશી મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં અમેરિકાની મોંઘવારી 2.7 % ઓર સ્થિર રહી હતી જેનાથી એ જાણી શકાય કે કિમતોમાં વધારો થવાને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી હતી પણ તે ફેડરલ રિઝર્વના ટોલરન્સ લેવલથી હજુ પણ ઉપર બનેલી છે.
આ અંગે જણાવતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા Truth Social પર લખ્યું કે,
ADVERTISEMENT
"આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી જોડે વાત કરવી તે માટે માટે એક સન્માનની વાત હતી. તેઓ મારા ખૂબ સારા મિત્રોમાંથી એક છે અને તેમના દેશના એક શક્તિશાળી અને સન્માનિય નેતા છે. વડાપ્રધાન મોદી તરફ દોસ્તી અને સન્માનના કારણે અને તેમના અનુરોધને કારણે અમે તુરંત જ અમેરિકા અને ભારત વચ્ચે એક વ્યાપારિક સમજૂતીને સંમતિ આપી છે. જે અંતર્ગત અમેરિકા હવે રેસિપ્રોકલ તેરફી 25% થી ઘટાડીને 18% કરી દેશે."
PM મોદીએ માન્યો ટ્રમ્પનો આભાર માનતા અને આ સમજૂતીને વધવતા કહ્યું કે
ADVERTISEMENT
''હું ભારતના 1.4 અબજ લોકો વતી ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ નિર્ણય 1.4 અબજ ભારતીયો માટે એક શાનદાર જાહેરાત છે અને Made in India ઉત્પાદન પર હવે માત્ર 18% ટેરિફ લાગશે."
ADVERTISEMENT

અમેરિકા દ્વારા લગાવેલઆ 50% ટેરિફને કારણે ભારતના કપડાં, જૂતાં, એન્જિનિયરિંગને લાગતો સાયમન અને અન્ય મેન્યુફ્રેક્ચરિંગ સેક્ટર્સને સૌથી વધારે નુકસાન થયું હતું જેના લીધે નિકાસકારોને ભારે ટેક્સ સાથે આ સમાન મોકલવાની અને અમેરિકામાં ખરીદદારો બનાવી રાખવા માટે ભારે છૂટ આપવા માટે મજબૂર થવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.