ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટેરિફ ડીલથી ઝૂમી ઉઠ્યું ભારતીય શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઇ જોરદાર તેજી

સ્ટોક માર્કેટ / ટેરિફ ડીલથી ઝૂમી ઉઠ્યું ભારતીય શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઇ જોરદાર તેજી

Published By: Priyankka Triveddi

Last Updated: 10:12 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ સંમતિની અસર આજે શેરમાર્કેટમાં જોવા મળી છે. બજેટમાં દિવસે નિરાશ થયેલા માર્કેટમાં આજે રોનક પાછી આવી છે.

ADVERTISEMENT

Stock Market: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે કોઈપણ સમજૂતી થાય તેની અસર સીધી શેરબજાર પર જોવા મળતી હોય છે. તેવું આજે પણ થયું છે આ બંને દેશો વચ્ચે તેરફી સમજૂતી ફાઇનલ થતાં જ શેર બજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. મંગળવારે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સે 3800 પોઈન્ટનો ઉછાળો માર્યો છે તો નિફ્ટીમાં 1500નો ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડ ડીલ ફાઇનલ થતાંની સાથે જ રોકાણકારોએ આ નિર્ણયને વધાવ્યો અને બજાર ખૂલતાની સાથે જ તેમ હરિયાળી જોવા મળી. શરૂઆતની જ મિનિટોમાં ઓટો, ફાર્મા, ટેક્સટાઇલ સહિત સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતાં જોવા મળ્યા. મંગળવારે રૂપિયો પણ મજબૂતીવાળો દેખાયો.

ડોલર સામે રૂપિયો મજબૂત થઈને 90.4 રૂપિયા સુધી પહોંચ્યો

ટેરિફની સકારતંક અસર ફોરેક્સ માર્કેટમાં પણ જોવા મળી. માર્કેટ ખૂલતાની સાથે જ 1.2% મજબૂત થઈને સોમવારે 91.50 ના લેવલથી ઉછળીને 90.4 સુધી પહોંચી ગયો. આ છેલ્લા ઘણા મહિનાઓમાં મજબૂત શરૂઆતમાણી એક રહી. રોકાણકારોના અનુસાર અમેરિકા ટેરિફમાં ઘટાડાને લીધે ભારતના નિકાસ અને વિદેશ ઇન્કમ પર પણ પોઝિટિવ અસર થશે જેના લીધે રૂપિયો હજુ મજબૂત થઈ શકે છે.

ટેરિફ 25% થી ઘટીને 18%

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સમજૂતી થઈ છે જેના લીધે શેરબજારમાં ઉછાળો આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા ભારત પર લગાવેલ રેસિપ્રોકલ ટેરિફને 25% થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. અમેરિકાના આ જાહેરાત પછી ભારતમાં વિદેશી વેપારને લઈને આશા જાગી છે. જેની અસર આજે મંગળવારે શેર માર્કેટમાં જોવા મળી છે.

આ પણ વાંચો: ભારત સાથે બિઝનેસ કરવા વિશ્વભરના દેશો થઇ રહ્યાં છે તલપાપડ, જાણો કેમ

vtv app promotion

શેરબજારમાં રોનક આવી

ભારતીય શેરબજારમાં છેલ્લા થોડા સમયથી અમેરિકાના ટેરિફના દબાવને લીધે રોનક જતી રહી હતી. 1 ફેબ્રુઆરીના બજેટના દિવસે પણ બજેર માર્કેટને માફક ના આવતા તે તૂટયું હતું અને રોકાણકારો નિરાશ થયા હતા. ખાસ કરીને એક્સપોર્ટ સાથે જોડાયેલા સેક્ટર્સ જેવા કે ઓટો, ટેક સ્ટાઈલ, ફાર્મા, સીફૂડ, કન્ઝ્યુમર ગુડ્સ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી ઊલટું જે સેક્ટર્સ પર અમેરિકાની આયાત વધવાની શક્યતા છે તેમાં દબાવ પણ બની શકે છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nifty 50 Stock Market Sensex Today

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ