બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત સાથે બિઝનેસ કરવા વિશ્વભરના દેશો થઇ રહ્યાં છે તલપાપડ, જાણો કેમ

બિઝનેસ / ભારત સાથે બિઝનેસ કરવા વિશ્વભરના દેશો થઇ રહ્યાં છે તલપાપડ, જાણો કેમ

Jinal Chauhan

Last Updated: 09:53 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકા એ ટ્રેડ ડિલની જાહેરાત કરી છે. છેલ્લા 12 મહિનામાં ભારતનો આ પાંચમો વેપાર કરાર છે. દરેક દેશ ભારત સાથે જોડાવા માંગે છે કારણ કે અહીં સ્થિરતા અને સતત વિકાસ છે. આ કારણે વિશ્વ આજે ભારત પર પૂરો વિશ્વાસ રાખે છે હંમેશા.

છેલ્લા 12 મહિનામાં ભારતે રાજનીતિ અને વેપારમાં એવું કામ કર્યું છે જે પહેલા ઘણા વર્ષોમાં થયું ન હતું. 2 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા સાથે મોટો વેપાર કરાર કરીને ભારતે એક જ વર્ષમાં કુલ 5 મોટા વેપાર સોદા પૂરા કર્યા છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન, ઓમાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સાથે કરાર કરીને ભારતે બતાવી દીધું છે કે તે હવે વિશ્વ વેપારનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ભારત હાલમાં પેરુ, ચિલી, ઇઝરાયેલ અને યુરેશિયન દેશો સાથે પણ ટ્રેડ ડીલ માટે વાતચીત કરી રહ્યું છે. આ બધી ડીલ ભારતને વૈશ્વિક વેપારમાં સુરક્ષિત અને મજબૂત બનાવે છે.

ભારત અને અમેરિકા વચ્ચેનો નવી ડીલ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અમેરિકા હવે ભારતીય વસ્તુઓ પર ટેક્સ ઘટાડશે અને ભારત ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકન માલ વધુ ખરીદશે. આ કરાર માત્ર વેપાર માટે નહીં પરંતુ ચીનના વધતા પ્રભાવ સામે ભારતને શક્તિશાળી બનાવે છે અને વિશ્વની સપ્લાય ચેનમાં વિશ્વસનીય દેશ તરીકે ઉભો કરે છે.

trade deal

યુરોપની ચીન પર નિર્ભરતા ઘટી

27 જાન્યુઆરી 2026ના રોજ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મોટી ટ્રેડ ડીલ થઈ જે માટે લગભગ 20 વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ડીલ હેઠળ 90 ટકા વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવશે જેથી ભારતનો વેપાર સરળ બનશે. આ પહેલા જુલાઈ 2025માં ભારત અને બ્રિટન વચ્ચે પણ CETA કરાર થયો હતો. આ કરારથી ભારતની લગભગ 99 ટકા વસ્તુઓ બ્રિટનમાં કોઈ ટેક્સ વગર વેચી શકાશે. યુરોપના દેશો હવે ધીમે-ધીમે ચીન પરની નિર્ભરતા ઓછી કરીને ભારત સાથે વધારે જોડાવા માંગે છે કારણ કે ભારત લોકશાહી દેશ છે અને તેની અર્થવ્યવસ્થા સ્થિર છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભાવમાં સતત 4 દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીનો ચળકાટ ફરીથી વધ્યો, જુઓ નવા રેટ

ડિસેમ્બર 2025માં ભારતે ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે બે મોટી ટ્રેડ ડીલ કરી છે. ઓમાન સાથે CEPA કરાર થયો જેના કારણે ભારતને ખાડી દેશોમાં વેપાર કરવા માટે મજબૂત રસ્તો મળ્યો છે. ખાસ કરીને રત્ન-આભૂષણ અને દવાઓ પર હવે કોઈ ટેક્સ લાગશે નહીં જેનાથી વેપાર વધશે.તે જ સમયે ન્યૂઝીલેન્ડ સાથે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)ના કારણે ડેરી અને ટેકનોલોજી ક્ષેત્રમાં નવા રોકાણ થઈ રહ્યા છે જેનાથી ભારતને વધુ ફાયદો થશે.

દરેક દેશ ભારત સાથે વેપાર કેમ કરવા માંગે છે?

તેનું સૌથી મોટું કારણ છે ભારતની સ્થિરતા અને ઝડપી વિકાસ. જ્યારે ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે ત્યારે ભારત લગભગ 7 ટકા ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત પાસે ખૂબ મોટું બજાર છે અને કરોડો મધ્યમ વર્ગના લોકો છે જે વસ્તુઓ ખરીદે છે. એટલે મોટી-મોટી કંપનીઓ માટે ભારત ખૂબ જ આકર્ષક દેશ બની ગયો છે. આ કારણે દુનિયાના ઘણા દેશો ભારત સાથે જોડાવા માંગે છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-US Deal India Trade Deals EU India Agreement
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ