ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ-ગાંધીનગરમાં 2030 CWG માટે 22 હજાર નવા હોટલ રૂમની જરૂર, SEPTના અભ્યાસમાં માગ-પુરવઠાના તફાવતનો ખુલાસો
Last Updated: 02:10 PM, 7 September 2026
ADVERTISEMENT
અમદાવાદ અને ગાંધીનગરમાં 2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા 2023ની કોમનવેલ્થ ગેમ્સ (CWG) જેવી મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે હાલની હોટલ ક્ષમતામાં વધુ 22 હજાર રૂમ ઉમેરવાની જરૂર પડશે. સેપ્ટ યુનિવર્સિટીના માસ્ટર્સ ઇન અર્બન હાઉસિંગ (એમયુએચ)ના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
‘ઈનેબલિંગ હોસ્પિટાલિટી, ટૂરિઝમ એન્ડ મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર CWG ઇન અમદાવાદ’ નામના અભ્યાસમાં હાલની હોટલ રૂમ ક્ષમતા અને ભવિષ્યની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સંશોધકોના જણાવ્યા મુજબ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં આશરે ૧૮ હજાર હોટલ રૂમ છે, જ્યારે મેગા ઈવેન્ટ્સ માટે આશરે ૪૦ હજાર રૂમની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT
હાલની રૂમ ક્ષમતામાં 22 ફાઇવ-સ્ટાર હોટલમાં 3,694 રૂમ, 24 ફોર-સ્ટાર હોટલમાં 1,557 રૂમ, 18 રિસોર્ટમાં 790 રૂમ અને 16 બુટિક હોટલમાં 620 રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 141 પ્રોપર્ટી Airbnb જેવા શોર્ટ-ટર્મ રેન્ટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. બાકીનો પુરવઠો થ્રી-સ્ટાર અને તેનાથી નીચલી કેટેગરીની હોટલોમાં છે.
ADVERTISEMENT
અભ્યાસમાં અમદાવાદ-ગાંધીનગરના મુખ્ય સ્પોર્ટ્સ હબ તરીકે મોટેરા, ગાંધીનગર, કાંકરિયા અને નારણપુરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. GPA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ પણ વિકાસ હેઠળ છે. હોટેલ્સ મુખ્યત્વે SG હાઇવે, આશ્રમ રોડ/CBD, વસ્ત્રાપુર-સેટેલાઇટ, એરપોર્ટ કોરિડોર અને પ્રહલાદનગર-આંબલી વિસ્તારમાં કેન્દ્રિત છે. સંશોધકોએ માત્ર અસ્થાયી માળખું ઊભું કરવાને બદલે મેગા ઈવેન્ટ બાદ તેનો ઉપયોગ કેવી રીતે થશે તેનું પણ અત્યારથી આયોજન કરવાની જરૂરિયાત દર્શાવી છે.
ADVERTISEMENT
અભ્યાસનો મુખ્ય ફોકસ પ્રીમિયમ સેગમેન્ટ પર છે, જ્યાં સરેરાશ દૈનિક રૂમ ભાડું (એડીઆર) રૂ. 5,000 કે તેથી વધુ છે. સંશોધકોના અંદાજ મુજબ ફાઇવ-સ્ટાર, ફોર-સ્ટાર અને બુટિક હોટલ્સમાં ઓક્યુપન્સી 60 થી 68 ટકા વચ્ચે રહે છે. એક અંદાજ પ્રમાણે લક્ઝરી હોટલ્સમાં માગ-પુરવઠાનો તફાવત 65 ટકા, બજેટ હોટલ્સમાં 60 ટકા અને એરપોર્ટ હોસ્પિટાલિટી માટે 70થી 90 ટકા સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
સેપ્ટના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન સેજલ પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સને કારણે યજમાન શહેરોમાં હોટલ ક્ષમતામાં મોટો વધારો થયો છે. 1992ના ઓલિમ્પિક્સ માટે બાર્સેલોનામાં પાંચ વર્ષમાં હોટલ રૂમ ક્ષમતામાં આશરે 300 ટકાનો વધારો થયો હતો, જ્યારે 2022ના ફિફા વર્લ્ડ કપ માટે દોહામાં પીપીપી મોડલ હેઠળ ચાર વર્ષમાં આશરે 70 હજાર નવા બેડ ઉમેરાયા હતા. તુ માત્ર ઈવેન્ટ માટે કામચલાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો નહીં, પરંતુ ઈવેન્ટ બાદ તેના ઉપયોગનું પણ આયોજન કરવાનો હોવો જોઈએ.
અભ્યાસમાં સિંગાપોરના હોસ્પિટાલિટી ટ્રસ્ટ્સના મોડલ પર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) ઊભું કરવાનો અને સેબી દ્વારા ‘સ્પોર્ટ્સ હોસ્પિટાલિટી REIT’ કેટેગરી બનાવવાના સૂચન પણ કરવામાં આવ્યા છે. સંશોધકોના મતે આવા માળખાથી આગામી પાંચ વર્ષમાં મોટા પાયે સંસ્થાકીય મૂડી આકર્ષી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ