ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભાવમાં સતત 4 દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીનો ચળકાટ ફરીથી વધ્યો, જુઓ નવા રેટ

Gold Silver Price / ભાવમાં સતત 4 દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીનો ચળકાટ ફરીથી વધ્યો, જુઓ નવા રેટ

Published By: Bijal Vyas

Last Updated: 08:34 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીના ભાવ છેલ્લા ચાર દિવસમાં રેકોર્ડ તૂટી ગયા છે. ચાંદી તેના રેકોર્ડ હાઇ લેવલથી લગભગ 2 લાખ રૂપિયા ઘટી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 56 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે

ADVERTISEMENT

સોના અને ચાંદીના ભાવ છેલ્લા ચાર દિવસમાં રેકોર્ડ તૂટી ગયા છે. ચાંદી તેના રેકોર્ડ હાઇ લેવલથી લગભગ 2 લાખ રૂપિયા ઘટી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 56 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં સતત શોર્ટ સેલિંગ અને વેચાણ દબાણને કારણે છે.

29 જાન્યુઆરીએ, વાયદા બજારમાં ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાની હાઇ લેવલને ટચે પહોંચ્યો હતો, પરંતુ 2 ફેબ્રુઆરી સુધીમાં તે ઘટીને 2.25 લાખ રૂપિયા થઈ ગયો હતો. માત્ર ચાર દિવસમાં, તેમાં લગભગ 2 લાખ રૂપિયાનો ઘટાડો થયો હતો. 2 ફેબ્રુઆરીના રોજ, તે ફ્યુચર્સ માર્કેટમાં લગભગ ત્રણ વખત લોઅર સર્કિટ લગાવ્યો હતો. તેવી જ રીતે, રવિવારે પણ, તેણે ત્રણ વખત લોઅર સર્કિટ જાવો મળ્યો હતો.

તેવી જ રીતે, 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ 1.93 લાખ રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલને વટાવી ગયો હતો, જ્યાંથી તે 2 ફેબ્રુઆરીએ આશરે 56 હજાર રૂપિયા ઘટીને 1.37 લાખ રૂપિયા પર પહોંચી ગયો હતો.

ઘટાડા પછી, રિકવરી આવી, શું બન્યુ બોટમ ?

MCX પર 2 ફેબ્રુઆરી (સોમવાર) ના રોજ, ચાંદી 12:30 વાગ્યા સુધીમાં 39 હજાર રૂપિયા ઘટીને 2.25 લાખ રૂપિયા પહોંચી ગઈ, પરંતુ સાંજે 5 વાગ્યા સુધીમાં આ ઘટાડો 6 હજાર રૂપિયા થઈ ગયો, જે 2.60 લાખ રૂપિયા પર પહોંચી ગયો. આનો અર્થ એ થયો કે નિચલા સ્તરથી ચાંદીમાં ખરીદી વધી રહી છે. તેવામાં માનવામાં આવે છે કે ચાંદી હવે તળિયે પહોંચી ગઈ છે.

તેવી જ રીતે, સોમવારે બપોરે 12: 30 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ પણ લગભગ 10,000 રૂપિયા ઘટીને 1.37 લાખ રૂપિયાની ઉપર ટ્રેડ થયો હતો, પરંતુ સાંજે 5 વાગ્યા સુધીમાં ખરીદી વધી ગઈ અને તે પણ 1.50 લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગયો.

શું કહે છે એક્સપર્ટ્સ ?

માર્કેટ એનાલિસ્ટ્સ મુજબ, આ ઘટાડો પ્રોફિટ બુકિંગને કારણે હતો, કોઈ મોટી સ્ટ્રક્ચરલ વીકનેસ નથી. તેથી, નીચા સ્તરે થોડી ખરીદી થઈ રહી છે.સોના માટે ટેકનિકલ સપોર્ટ લેવલ 1,40,000 રુપિયા – 1,45,000રુપિયા ની આસપાસ જોવા મળે છે. જો આ સ્તરે ખરીદી ફરી શરૂ થાય, તો મજબૂત રિકવરી આવી શકે છે. જોકે, જો સોનું 1.55થી ઉપર બંધ થાય છે, તો ફરી એક તેજી શરૂ થઈ શકે છે.

આ દરમિયાન ચાંદીને સપોર્ટ 2,44,000 રુપિયા અને 2,55,500 રુપિયા ની વચ્ચે ટેકો મળવાની ધારણા છે. આ ઝોનની આસપાસ ખરીદીની ગતિવિધિ વધી શકે છે, જેના કારણે ચાંદીના ભાવમાં ફરી એક તેજી આવી શકે છે.અમુક એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આ ઘટાડો લાંબા ગાળાના તેજીના ટ્રેંડનો ભાગ નથી. આ એક નાનો સુધારો છે જે બુલિયન બજારમાં ખરીદીની તક પૂરી પાડી રહ્યો છે. જો સપોર્ટ સ્તર પર માંગ જળવાઇ રહે છે, તો વધુ લાભ શક્ય છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા https://www.vtvgujarati.com/ કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

market update gold silver price fall from record

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ