ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 216 રૂપિયાના પ્રાઇઝ બેન્ડવાળા આ IPOમાં પૈસા લગાવ્યા? જે ફાયદો કરાવશે, ગુજરાત સાથે છે નાતો
Last Updated: 10:22 AM, 20 May 2025
ADVERTISEMENT
Borana Weaves IPO : અનબ્લીચ્ડ સિન્થેટિક ગ્રે ફેબ્રિકના ઉત્પાદક બોરાના વીવ્સનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો આ IPOમાં 22 મે સુધી રોકાણ કરી શકે છે. કંપનીના શેર 27 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. IPOમાં લગભગ 67 લાખ નવા શેર જારી કરવામાં આવશે. આ ઇશ્યૂમાં કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં. બોરાના વીવ્સના IPO ના અનલિસ્ટેડ શેર્સને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં શેર 29 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
બોરાના વીવ્સના IPOનો પ્રાઇસ બેન્ડ 205 થી 216 રૂપિયા છે. ઇશ્યૂના એક લોટમાં 69 શેર છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ માટે બોલી લગાવી શકે છે. જો IPO ના ઉપલા ભાવ બેન્ડ 216 રૂપિયા મુજબ 1 લોટ માટે બોલી લગાવવામાં આવે છે તો ઓછામાં ઓછા 14904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. આ માટે રોકાણકારોએ ઉપલા ભાવ બેન્ડ અનુસાર 193752 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ADVERTISEMENT
રિટેલ રોકાણકારો માટે 10% અનામત
બોરાના વીવ્ઝના IPOનો 75% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત છે. 10 % રિટેલ રોકાણકારો માટે અનામત છે અને બાકીના 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે અનામત છે. કંપની આ ઇશ્યૂમાંથી એકત્ર થયેલી મૂડીનો ઉપયોગ મુખ્યત્વે સુરતમાં તેના ચોથા ઉત્પાદન એકમની સ્થાપના કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા માટે કરશે.
ADVERTISEMENT
બોરાના વીવ્સ IPO GMP
ગ્રે માર્કેટ ટ્રેકિંગ વેબસાઇટ IPowatch.in અનુસાર 20 મેના રોજ બોરાના વીવ્સના IPO શેર ગ્રે માર્કેટમાં રૂ. 63 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આનો અર્થ એ થયો કે રોકાણકારોને લિસ્ટિંગમાં 29 ટકાનો ફાયદો થવાની શક્યતા છે. 216 રૂપિયાના ઉપલા ભાવ બેન્ડ મુજબ બોરાના વીવ્સના શેર 279 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT
કંપનીની નાણાકીય સ્થિતિ
નાણાકીય વર્ષ 2024 માં કંપનીની આવક રૂ. 199.5 કરોડ હતી. જેમાં EBITDA રૂ. 41.17 કરોડ અને ચોખ્ખો નફો (PAT) રૂ. 24 કરોડ હતો. ડિસેમ્બર 2024 સુધીના નવ મહિનામાં કંપનીની આવક રૂ.211.61 કરોડ, EBITDA રૂ. 46.03 કરોડ અને PAT રૂ. 29.30 કરોડ રહી.
ADVERTISEMENT
વધુ વાંચો: શેરબજારની ધીમી ગતિએ આગેકૂચ: ગ્રીન ઝોન સાથે સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઇ સામાન્ય તેજી
કંપની પ્રોફાઇલ
ADVERTISEMENT
2020 માં સ્થપાયેલી બોરાના વીવ્સ લિમિટેડ સુરત, ગુજરાત સ્થિત એક અગ્રણી કંપની છે. જે અનબ્લીચ્ડ સિન્થેટિક ગ્રે ફેબ્રિકના ઉત્પાદનમાં રોકાયેલી છે. આ ગ્રે કાપડનો ઉપયોગ ફેશન, પરંપરાગત કાપડ, ટેકનિકલ કાપડ, ગૃહ સજાવટ અને આંતરિક ડિઝાઇન જેવા ઉદ્યોગોમાં થાય છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT