બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ઘરનું ઘર મધ્યમ વર્ગ માટે સપનું! મુંબઈમાં ઘર ખરીદવામાં લાગશે 109 વર્ષ, સ્ટડીમાં ખુલાસો
Last Updated: 04:46 PM, 8 August 2025
મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે. મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ખરીદવું એક મોટુ સપ્ન બની ગયુ છે, વધારે સમયની લોન અને બે આવક વગર મુંબઈમાં મધ્યમ વર્ગના પરિવારોને ઘર ખરીદવા માટે 109 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ હકીકત માત્ર શહેરના વધતા જતા મિલકતના ભાવોને જ સાબિત નથી કરતી પરંતુ મધ્યમ વર્ગ સામેના આર્થિક પડકારો વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે આ વાત વેલ્થ એડવાઈઝરી ફર્મ Dimeની સંસ્થાપક ચંદ્રલેખા MRએ તેની તાજેતરની લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું છે.
ADVERTISEMENT
ચંદ્રલેખાએ પોતાની પોસ્ટમાં આ ગણિત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. મુંબઈમાં એક ઘરની સરેરાશ કિંમત ₹3.5 કરોડ છે, જ્યારે એક સામાન્ય પરિવારની વાર્ષિક આવક ₹10.7 લાખની આસપાસ છે. તેમને કહ્યું કે જો કોઈ પરિવાર તેની વાર્ષિક આવકના 30% પણ બચત કરે છે, તો વાર્ષિક બચત ફક્ત ₹3.2 લાખ થશે. આ મુજબ, સીધું ઘર ખરીદવામાં 109 વર્ષ લાગશે. તેમનો અભ્યાસ ફક્ત મુંબઈ પૂરતો મર્યાદિત નહોતો. તેમની ટીમના ડેટાના આધારે, તેમને દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં ઘર ખરીદવાનું મેપિંગ કર્યું. આ ગણતરી કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે - કોઈ મોંઘવારી નહીં, નોકરી ગુમાવવાનો ડર નહીં, કોઈ મોટો ખર્ચ નહીં, ફક્ત સરળ બચત.

ADVERTISEMENT
દેશના દરેક મોટા શહેરની આ હાલત છે
ચંદ્રલેખા એમઆરના અભ્યાસ મુજબ, મધ્યમ વર્ગના પરિવાર માટે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દેશના અન્ય મોટા મેટ્રો શહેરોમાં પણ ઘર ખરીદવું સરળ નથી. તેમની ટીમે મોંઘવારી, નોકરી ગુમાવવા અથવા મોટા ખર્ચાઓ વિના, ફક્ત બચતના આધારે ગણતરીઓ કરી છે. પરિણામો ચોંકાવનારા છે. ગુરુગ્રામમાં ઘર ખરીદવામાં 64 વર્ષ , બેંગ્લોરમાં 36 વર્ષ, ચેન્નાઈમાં 37 વર્ષ અને હૈદરાબાદમાં 23 વર્ષ લાગી શકે છે. આ આંકડા દર્શાવે છે કે મેટ્રો શહેરોમાં ઘર રાખવાનું સ્વપ્ન કેટલું મુશ્કેલ બની ગયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર, પીડિત પરિવારો અમેરિકી કોર્ટમાં કરશે અરજી, શું માગ?
આ આંકડાઓ અંગે, ચંદ્રલેખા આગળ સમજાવે છે કે આ શ્રેષ્ઠ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં મોટાભાગના ભારતીય પરિવારોની વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. આવકવેરા રિટર્ન (ITR) ડેટા અનુસાર, 82% કરદાતાઓ વાર્ષિક ₹10 લાખથી ઓછી કમાણી કરે છે. આનો અર્થ એ છે કે ઘર ખરીદવા અને કમાણી વચ્ચેનો તફાવત ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ ઊંડો છે. ચંદ્રલેખા કહે છે, "આ ફક્ત મુંબઈની સમસ્યા નથી, તે સમગ્ર ભારતની સમસ્યા છે."
ADVERTISEMENT
આ પોસ્ટ ભારતના સૌથી જૂના નાણાકીય આદર્શોમાંના એકને પડકારે છે, કે ઘર હોવું એ સ્થિરતાનું અંતિમ પ્રતીક છે. જ્યારે એક સામાન્ય ભારતીય પરિવારને ઘર ખરીદવા માટે દાયકાઓ સુધી લોન લેવી પડે છે અથવા પૂર્વજોની મિલકત પર આધાર રાખવો પડે છે, ત્યારે ચંદ્રલેખા સૂચવે છે કે "સ્થિર રહેવું" નો ખરેખર અર્થ શું છે તે વિશે વિચારવાનો સમય આવી ગયો છે. શું આજે એક સામાન્ય ભારતીય પરિવાર માટે ઘર ખરીદવું ખરેખર શક્ય છે?' આ એક એવો પ્રશ્ન છે જેનો સામનો ફક્ત મુંબઈમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લોકોને ટૂંક સમયમાં કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.