બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મોટા સમાચાર, પીડિત પરિવારો અમેરિકી કોર્ટમાં કરશે અરજી, શું માગ?
Last Updated: 03:20 PM, 8 August 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના જીવ ગુમાવનારા 60 મૃતકોના પરિવારો અમેરિકાની કોર્ટનો દરવાજો ખટખટાવશે. મૃતકોના આ પરિવારજનોનું કહેવું છે કે ક્યાંક કંપની અને તેમના વિમાનની ખામીઓ અકસ્માત માટે જવાબદાર છે. તેથી, કંપનીએ પણ આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ. પીડિતોએ કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ રેકોર્ડરના ડેટાની માંગણી કરતી અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે, કારણ કે તેઓ પોતાના સ્તરે ડેટાની તપાસ કરાવીને સત્ય શોધવા માંગે છે.
ADVERTISEMENT
60 જેટલા મૃતકોના પરિવારજનોએ પોતાનો કેસ લડવાનું કામ અમેરિકાના પ્રખ્યાત વકીલ માઇક એન્ડ્રુઝ કામ સોંપ્યું છે. . જેમણે વર્ષ 2019 માં ઇથોપિયન એરલાઇન્સ દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોનો કેસ લડ્યો હતો. તે અકસ્માતમાં પણ બોઇંગ કંપનીનું 737 મેક્સ વિમાન ક્રેશ થયું હતું.માઇક એન્ડ્રુઝ બીસલી એલન લો ફર્મમાં કાર્યરત છે અને તેમની ગણતરી ટોચના વકીલોમાં થાય છે. તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસોમાં નિષ્ણાત છે. તેમણે ફોર્ડ અને ફોક્સવેગન સહિત ઘણી વિમાન, ટ્રક, કાર ઉત્પાદક કંપનીઓ સામે કેસ લડ્યા છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના 50 ટકા ટેરિફની સામે ભારતે શું કરવું જોઈએ? શશી થરુરે સૂચવ્યો મોટો ઉપાય, કમર તૂટી જાય તેવો
ADVERTISEMENT
મહત્વનું છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મેઘાણીનગરમાં ક્રેશ થઇ હતી, અને પ્લેનમાં સવાર તમામ લોકોમાંથી માત્ર એક વ્યક્તિને બાદ કરતા તમામ લોકોના મોત થયા હતા, જેમાં ક્રૂ મેમ્બર્સ પણ શામેલ હતા. આ દુર્ઘટનામાં એવા પણ લોકોના મોત થયા જે પ્લેનમાં સવાર ન હોતા પરંતુ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા અને તેમણે પણ જીવ ગુમાવ્યો... કુલ મળીને 260 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.