બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ટ્રમ્પના 50 ટકા ટેરિફની સામે ભારતે શું કરવું જોઈએ? શશી થરુરે સૂચવ્યો મોટો ઉપાય, કમર તૂટી જાય તેવો
Last Updated: 01:16 PM, 8 August 2025
Shashi Tharoor On US Tariff: યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા ભારત પર 25 % ટેરિફ લગાવ્યો હતો, જે પછીથી હવે 50% કરી દીધો છે. એટલે કે હવે તેને વધારીને બમણો કરી દેવાયો છે. આ વચ્ચે કોંગ્રેસના સંસદ શશિ થરૂરનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ટ્રમ્પ ટેરિફ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
શશિ થરૂરે કહ્યું છે કે જો અમેરિકા આપના પર 50% ટેરિફ લગાવે છે તો આપણે પણ તેમના પર 50% ટેરિફ લગાવવો જોઈએ. ટ્રેડના ચકકરમાં સંબંધો ખરાબ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ સંબંધો આપણે ખરાબ નથી કરી રહ્યા, અમેરિકા આ સંબંધો ખરાબ કરી રહ્યું છે. કોંગ્રેસ સંસદ શશિ થરૂરે આ નિવેદન અમેરિકાએ ભારતમાં 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી પછી આવ્યું છે.
#WATCH | Delhi: On US President Donald Trump's imposition of an additional 25% tariff on India's purchase of Russian oil, Congress MP Shashi Tharoor says, "It will definitely have an impact because we have a trade of $90 billion with them, and if everything becomes 50% more… pic.twitter.com/JelkBnlBqV
— ANI (@ANI) August 7, 2025
ADVERTISEMENT
શશિ થરૂરનું ટ્રમ્પના નિર્ણય પર જવાબ
કોંગ્રેસ સંસદ શશિ થરૂરે ટ્રમ્પના નિર્ણય પર પલટવાર કરતાં કહ્યું કે જો તેઓ આપણી સાથેના સંબંધોની વેલ્યૂ નથી કરતાં તો આપણે પણ કેમ કરવું જોઈએ. ત્યાં વસતા ભારતીયોએ આ અંગે અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે આમ કરવાથી અસર તો પડશે. અમેરિકા સાથે આપના 90 બિલિયન ડોલરના ટ્રેડ સાઇન થયા છે એવામાં જો દરેક વસ્તુ 50% મોંઘી થશે તો ગ્રાહક પણ વિચારશે કે ભારતીય વસ્તુઓને શું કરવા ખરીદવી જોઈએ. અને આમ ભારતીય વસ્તુઓ અમેરિકામાં વેચાતી ઓછી થઈ જશે.
ADVERTISEMENT
વધુ વાંચો: 80 વર્ષના વૃદ્ધ બન્યાં ડિજિટલ અરેસ્ટનો શિકાર, 4 મહિલાઓએ પડાવ્યાં 9 કરોડ

ADVERTISEMENT
જેવા સાથે તેવાની નીતિ
કોંગ્રેસ સંસદ શશિ થરૂરે કહ્યું કે જો અમેરિકા આવું કરતું હોય તો આપણે પણ તેમના જેવુ જ કરવું જોઈએ. આપણે પણ દરેક નિકાસ થતી વસ્તુ પર 50% ટેરિફ લગાવવો જોઈએ. એવું તો હોવું જ ના જોઈએ કે કોઈપણ દેશ આપણને આવી રીતે ધમકાવી જાય. તો બીજી તરફ ભારત અને વિદેશ મંત્રાલયે અમેરિકાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ એવી વાત માટે ભારત પર extra ટેરિફ લગાવ્યો છે જે આ પહેલા બીજા દેશો પણ તેમાં રાષ્ટ્રીય હિત માટે ઉઠાવી ચૂક્યા છે. ભારતે અમેરિકાના આ નિર્ણયને અનુચિત, અન્યાયપૂર્ણ અને અવ્યવહરિક ગણાવ્યો છે. અને સ્પષ્ટ કર્યું છે કે દેશ તેના રાષ્ટ્રીય હિતની રક્ષા માટે દરેક જરૂરી કદમ ઉઠાવશે. જો કે અમેરિકાએ પહેલાથી જ ભારત પર ટેરિફ 25% લગાવ્યો હતો તે 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો જે હવે ગઇકાલ એટલે કે 7 ઓગસ્ટથી લાગુ થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.