બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુકેશ અંબાણીનો ડબલ ધમાકો, રિલાયન્સ જિયો પછી લાવશે આ કંપનીનો IPO

બિઝનેસ / મુકેશ અંબાણીનો ડબલ ધમાકો, રિલાયન્સ જિયો પછી લાવશે આ કંપનીનો IPO

Published By: Shilpa Parmar

Last Updated: 05:50 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mukesh Ambani IPO 2025 : જો તમે શેર બજારમાં રોકાણ કરવામાં રસ ધરાવો છો તો તમારા માટે એક ખુશીના સમાચાર છે. મુકેશ અંબાણી રિલાયન્સ જિયો પછી અન્ય કંપનીનો IPO પણ લાવશે. જાણો કઈ હશે તે કંપની?

આગામી બે વર્ષમાં દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કંપની રિલાયન્સ જિયો સાથે–સાથે અન્ય એક કંપનીનો પણ IPO લાવી શકે છે.

મુકેશ અંબાણી હવે શેરબજારમાં ડબલ ધમાકાની તૈયારીમાં છે. તાજેતરમાં થયેલી કંપનીની AGMમાં તેમણે રિલાયન્સ જિયોનો IPO લાવવાનું એલાન કર્યું હતું.

હાલ ખબર આવી રહી છે કે કંપની વર્ષ 2027માં રિલાયન્સ રિટેલનો પણ ઇશ્યુ લાવવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ, લિસ્ટિંગ વખતે રિલાયન્સ રિટેલની વેલ્યૂ લગભગ 200 અબજ ડોલર એટલે કે લગભગ 16.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

IPO-COVER

રિલાયન્સ રિટેલ

રિલાયન્સે પોતાની FMCG યુનિટ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને રિલાયન્સ રિટેલમાં મર્જ કરી દીધી છે જેથી ઓપરેશન્સને વધુ મજબૂત બનાવી શકાય. સાથે જ જે સ્ટોર્સ સારી કામગીરી નથી કરી રહ્યા તેમને બંધ કરીને કંપની પોતાનો બિઝનેસ વધુ મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. આ IPOથી સિંગાપુરની GIC, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, KKR, TPG અને સિલ્વર લેક જેવા મોટા રોકાણકારોને તેમના પૈસા કાઢવાની તક મળશે.

રિલાયન્સ રિટેલ પોતાના બ્રાન્ડ્સ જેમ કે રિલાયન્સ સ્માર્ટ, ફ્રેશપિક, રિલાયન્સ ડિજિટલ, જિયોમાર્ટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, 7-ઇલેવન અને રિલાયન્સ જ્વેલ્સ ચાલુ રાખશે. કેટલાક ફોર્મેટ્સને એકસાથે મર્જ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ તે હજી શરૂઆતના તબક્કામાં છે.

jio-image

જિયોનો આવનાર IPO

જિયોની વાત કરીએ તો તેનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે, જેનું મૂલ્યાંકન 13.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ગોલ્ડમેન સૅક્સે જિયોને 154 અબજ ડોલર, જેફરીઝએ 146 અબજ ડોલર, મેક્વેરીએ 123 અબજ ડોલર અને MKએ 121 અબજ ડોલરની વેલ્યુ આપી છે. લિસ્ટિંગ બાદ જિયોની વેલ્યુ 134 - 146 અબજ ડોલર એટલે કે 11.2 થી 12.19 લાખ કરોડ રૂપિયા વચ્ચે રહી શકે છે, જેના કારણે તે ભારતની ટોપ 5 લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ જશે.

વધુ વાંચો: અર્બન કંપનીનો IPO લાગ્યો તેને બખ્ખા! આવતીકાલે લિસ્ટિંગ, જુઓ લેટેસ્ટ GMP

રિલાયન્સના શેરની હાલત

સોમવારે બજારમાં 595 પોઈન્ટની તેજી સાથે સેન્સેક્સ 82,380.69 પર બંધ થયું. આ જ ક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ રેલી જોવા મળી. રિલાયન્સના શેરમાં લગભગ 0.46 ટકાની તેજી આવી અને તે 1,405.80 રૂપિયા પર બંધ થયો. ગયા છ મહિનામાં કંપનીના શેરમાં 13 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Retail IPO Jio IPO Mukesh Ambani IPO 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ