બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 16 September 2025
અર્બન કંપનીનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થવા જઈ રહ્યો છે. માર્કેટ એનાલિસ્ટ્સનું માનવું છે કે કંપનીના શેર ઈશ્યૂ પ્રાઈસની તુલનાએ 40 થી 50 ટકા પ્રીમિયમ સાથે શાનદાર ડેબ્યૂ કરી શકે છે. હકારાત્મક બજાર ભાવના અને રોકાણકારોની જબરજસ્ત માંગને જોતાં લિસ્ટિંગ ગેન આનાથી પણ વધુ હોઈ શકે છે. 1,900 કરોડ રૂપિયાના આ પબ્લિક ઈશ્યૂને રોકાણકારો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે.
ADVERTISEMENT

10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ ઈશ્યૂને કુલ 103.63 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. જેમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)એ 140.20 ગણું, નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (HNI)એ 74.04 ગણું, રિટેલ રોકાણકારોએ 39.25 ગણું અને કર્મચારીઓએ 36.79 ગણું સબ્સ્ક્રિપ્શન કર્યું. હેતા ઈક્વિટીઝના એનાલિસ્ટ પ્રશાંત તાપસેના જણાવ્યા મુજબ, આઈપીઓનું વેલ્યૂએશન થોડું મોંઘું ગણાય છે અને બજારનું વાતાવરણ પણ ખૂબ જ ઉત્સાહજનક નથી. તેમ છતાં, સબ્સ્ક્રિપ્શનનો આંકડો ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. આને કારણે 40 થી 50 ટકા સુધીનો લિસ્ટિંગ ગેન મળવાની સંભાવના છે. લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટમાં અર્બન કંપનીના શેર 50 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીએ આઈપીઓનું પ્રાઈસ બેન્ડ 98 રૂપિયાથી 103 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યું હતું, જેના આધારે કંપનીનું વેલ્યૂએશન ઉપરી સ્તરે 14,790 કરોડ રૂપિયા થાય છે.
ADVERTISEMENT
472 કરોડનો ફ્રેશ ઈશ્યૂ
આ આઈપીઓ દ્વારા કંપનીએ 472 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ અને 1,428 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ (OFS) લાવ્યું હતું. આ OFSમાં Accel India, Elevation Capital, Bessemer India Capital Holdings II Ltd, Internet Fund V Pte. Ltd અને VYC11 Ltd જેવા પ્રારંભિક રોકાણકારોએ તેમની હિસ્સેદારી ઘટાડી છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 854 કરોડ રૂપિયા પહેલાથી જ એકત્ર કર્યા છે, જેમાં SBI Funds, Monetary Authority of Singapore, HDFC MF, Fidelity, Nomura, ICICI Prudential Life, SBI Life, Citigroup અને Goldman Sachs જેવા મોટા નામો સામેલ છે.
ADVERTISEMENT

કંપનીનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ
ADVERTISEMENT
અર્બન કંપની હાલમાં ભારત, UAE અને સિંગાપોરના 51 શહેરોમાં કાર્યરત છે અને સાઉદી અરેબિયામાં જોઈન્ટ વેન્ચર દ્વારા હાજરી ધરાવે છે. કંપનીના પ્લેટફોર્મ પર ગ્રાહકો ક્લિનિંગ, પેસ્ટ કંટ્રોલ, પ્લમ્બિંગ, કાર્પેન્ટ્રી, ઈલેક્ટ્રિકલ, પેઈન્ટિંગ, બ્યૂટી, ગ્રૂમિંગ, મસાજ થેરપી અને અન્ય ઘણી સેવાઓ બુક કરી શકે છે. ફ્રેશ ઈશ્યૂમાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ માર્કેટિંગ પહેલ અને ટેકનોલોજી અપગ્રેડ માટે કરવામાં આવશે. અર્બન કંપનીના આઈપીઓને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ અને ગ્રે માર્કેટના ટ્રેન્ડને જોતાં રોકાણકારો માટે આ એક લાભદાયી તક બની શકે છે. જો બજારનું વાતાવરણ હકારાત્મક રહ્યું તો લિસ્ટિંગ ગેનની અપેક્ષાઓ વધુ મજબૂત થઈ શકે છે.
વધુમાં વાંચો: નવરાત્રિ-દિવાળી પહેલા સોનામાં આગ ઝરતી તેજી, જાણો તમારા શહેરમાં કેટલો છે ગોલ્ડ રેટ?
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.