બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નવરાત્રિ-દિવાળી પહેલા સોનામાં આગ ઝરતી તેજી, જાણો તમારા શહેરમાં કેટલો છે ગોલ્ડ રેટ?

બિઝનેસ / નવરાત્રિ-દિવાળી પહેલા સોનામાં આગ ઝરતી તેજી, જાણો તમારા શહેરમાં કેટલો છે ગોલ્ડ રેટ?

Published By: Nidhi Panchal

Last Updated: 01:04 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં ફરી વધારો, તહેવારો પહેલા નવો રેકોર્ડ બન્યો! શું સોનાના ભાવ હજુ વધુ ઊંચે જશે? શું ચાંદીમાં પણ વધારો થવાનો છે? ચાલો જાણીએ આજે ભારતના મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવ.

ભારતમાં તહેવારો ચાલી રહ્યા છે અને એ પહેલાં જ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘરેણાંની માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘવારીને કારણે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ખાસ કરીને રોકાણકારો અને ગ્રાહકો બંને માટે સોનું હાલ સૌથી ચર્ચાનો વિષય બન્યું છે.

gold-simple

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹11,198, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹10,265 છે. એ જ રીતે 18 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹8,399 ના દરે ઉપલબ્ધ છે. ચાંદીની વાત કરીએ તો અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹134 અને પ્રતિ કિલોગ્રામ ₹1,34,000 નોંધાયો છે.

Gold-Ornaments1

સોનાના ભાવમાં થયેલા વધારાની વિગત મુજબ, 16 સપ્ટેમ્બરે 24 કેરેટ સોનામાં ₹870 નો વધારો થયો છે. જેના કારણે તેનો ભાવ ₹1,11,930 પ્રતિ 10 ગ્રામ થયો છે. તેવી જ રીતે 22 કેરેટ સોનું ₹800 વધી ₹1,02,600 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 18 કેરેટ સોનું ₹660 વધી ₹83,950 પ્રતિ 10 ગ્રામ થયું છે.

app promo6

વિશ્વભરમાં સોનાને ફુગાવા સામે રક્ષણરૂપ ધાતુ માનવામાં આવે છે. 24 કેરેટ સોનું શુદ્ધ હોવાને કારણે સામાન્ય રીતે રોકાણ હેતુ માટે લેવામાં આવે છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનું મુખ્યત્વે ઘરેણાં બનાવવા માટે વપરાય છે. આવનારા નવરાત્રી, દિવાળી અને લગ્ન સીઝનને ધ્યાનમાં રાખતા બજારમાં સોના-ચાંદીની માંગમાં વધારો થવાની ધારણા છે.

આ પણ વાંચો : જો જો છેલ્લા દિવસે છેતરપિંડી ન થઈ જાય! ITR ફાઈલમાં ફ્રોડની શક્યતા, તમે બચજો

સોના-ચાંદીના તાજા દરોથી સ્પષ્ટ છે કે ગ્રાહકોને દાગીનાં ખરીદવામાં હવે થોડું વધુ ખર્ચ કરવો પડશે. જોકે, રોકાણકારો માટે આ સારો સમય ગણાય છે કારણ કે લાંબા ગાળે સોનું સુરક્ષિત અને નફાકારક સાબિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

24k gold Gold price today 22k gold,

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ