બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IT રિટર્ન ભરવાથી લઇને ડાઉનલોડ સુધી..., આવી રહી છે આ સમસ્યા, તો જાણી લેજો

બિઝનેસ / IT રિટર્ન ભરવાથી લઇને ડાઉનલોડ સુધી..., આવી રહી છે આ સમસ્યા, તો જાણી લેજો

Published By: Shilpa Parmar

Last Updated: 05:10 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Filing 2025 : ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 એટલે કે આજે છે. દરેક વ્યક્તિ સમયસર રિટર્ન ભરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ સતત ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમનું કામ અટકી રહ્યું છે. જો તમને પણ આ સમસ્યા આવી રહી છે તો જાણી લો તેના ઉપાય.

ITR ફાઇલ કરવાની ડેડલાઇન આજે એટલે કે 15 સપ્ટેમ્બર સુધી જ છે. આ દરમિયાન ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ પેયર્સએ ફરિયાદ કરી છે કે તેઓ એન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (AIS) પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકતા નથી. જોકે આ સમસ્યા બધા યુઝર્સને નથી આવી રહી અને સિસ્ટમ સંપૂર્ણ રીતે બંધ પણ નથી.

માહિતી મુજબ, એકસાથે મોટી સંખ્યામાં કરદાતાઓ પોર્ટલ પર લોગિન કરવાનો પ્રયાસ કરતા હોવાથી સર્વર પર ઓવરલોડ થઈ રહ્યું છે. પરિણામે, કેટલાક લોકો પોતાનું અકાઉન્ટ ખોલી શકતા નથી, જ્યારે કેટલાક લોકોને ધીમી સ્પીડનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સિવાય, ITR ફાઇલિંગ કરતી વખતે પણ ટેકનિકલ સમસ્યાઓથી ટેક્સ પેયર્સ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઘણા યુઝર્સે જણાવ્યું છે કે આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ ઘણી વખત ધીમું ચાલી રહ્યું છે, કેટલાક પેજ લોડ જ નથી થતા, અથવા તો ફોર્મ અપલોડ અને રિટર્ન સબમિટ કરતી વખતે વારંવાર એરર આવી રહી છે.

આવકવેરા વિભાગે શું કહ્યું?

ઘણા કરદાતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની મુશ્કેલી જણાવી. એક યુઝરે લખ્યું કે, તેઓ કાલથી રિટર્ન ફાઇલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ વેબસાઈટ બિલકુલ કામ કરી રહી નથી. તેમણે કહ્યું,

"Income Tax સાઇટમાં ટેકનિકલ ખામી છે. કાલથી રિટર્ન ફાઇલ કરવાની કોશિશ કરી રહ્યો છું, પણ વેબસાઈટ ચાલી જ નથી રહી. આખી રાત પ્રયત્ન કર્યો છતાં કંઈ ફાયદો થયો નથી. હેલ્પલાઇન નંબર પણ રિસ્પૉન્ડ નથી કરતા. દેશના કરદાતાઓ માટે આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે."

આ પર આવકવેરા વિભાગે જવાબ આપ્યો,

"કૃપા કરીને તમારી વિગત PAN અને મોબાઈલ નંબર સાથે [email protected] પર ઇમેઇલ કરો. અમારી ટીમ તમને સંપર્ક કરશે."

બીજા યુઝર ફરિયાદ કરી કે વેબસાઈટ ઘણી ધીમી ચાલી રહી છે અને તેમણે ITR ફાઇલિંગની સમય મર્યાદા વધારવાની માંગ પણ કરી. તેમણે લખ્યું,

"તમારી વેબસાઈટ છેલ્લી તારીખે ખૂબ ધીમી છે. દરેક ક્લિક એવું લાગે છે જાણે ISRO લોન્ચ ક્લિયરન્સ માટે અરજી કરી રહ્યો છું. જો તમે વર્ષની સૌથી મહત્વની તારીખે વેબસાઈટ સ્પીડથી નથી ચલાવી શકતા, તો ઓછામાં ઓછું ITR ફાઇલિંગની સમય મર્યાદા વધારી દો."

આ ટ્વિટ તેમણે વારંવાર પોસ્ટ કરી, જે દર્શાવે છે કે છેલ્લી તારીખે પોર્ટલની ધીમી ગતિ અને ટેકનિકલ સમસ્યાઓ કરદાતાઓ માટે ભારે મુશ્કેલી બની છે.

આ પર આવકવેરા વિભાગે જવાબ આપ્યો,

"કૃપા કરીને બ્રાઉઝર કેશ સાફ કરી ફરી પ્રયત્ન કરો અથવા અલગ બ્રાઉઝરથી લોગિન કરો. જો સમસ્યા યથાવત રહે, તો તમારી વિગત PAN, મોબાઈલ નંબર અને એરરનો સ્ક્રીનશૉટ [email protected] પર મોકલો. અમારી ટીમ તમને સંપર્ક કરશે."

AIS સંબંધિત સમસ્યાઓ પર વિભાગનું સ્પષ્ટીકરણ

આવકવેરા વિભાગે કહ્યું કે, પોર્ટલ પર અચાનક વધેલા લોડને કારણે કેટલાક યુઝર્સને મુશ્કેલી આવી રહી છે. વિભાગના જણાવ્યા પ્રમાણે સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે અને ટેકનિકલ ટીમ સર્વરને સ્થિર રાખવા સતત કાર્યરત છે.

કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક સમયે નહીં પરંતુ વહેલી સવારે અથવા મોડી રાત્રે પોર્ટલનો ઉપયોગ કરે. વિભાગે આ પણ વિશ્વાસ અપાવ્યો છે કે બધા કરદાતાઓ પોતાનું રિટર્ન સમયસર અને સરળતાથી ફાઇલ કરી શકશે.

તે ઉપરાંત, 13 સપ્ટેમ્બર 2025ના રોજ આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે હવે AIS કોઈપણ થર્ડ-પાર્ટી સોફ્ટવેર ટૂલ દ્વારા ડાઉનલોડ કરી શકાશે નહીં. હવે AIS ડાઉનલોડ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે, સૌપ્રથમ ઇ-ફાઇલિંગ ITR પોર્ટલ પર લોગિન કરવું અને પછી AIS કમ્પ્લાયન્સ પોર્ટલ https://ais.insight.gov.in/complianceportal/ais પરથી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું.

વધુ વાંચો : LOAN લેવાથી લઇને....! એક ક્લિકમાં જાણો IT રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

AIS પોર્ટલમાં શું સમસ્યા છે?

કેટલાક કરદાતાઓ માટે AIS પોર્ટલ બરાબર કામ કરી રહ્યું છે અને થોડી જ સેકન્ડમાં સ્ટેટમેન્ટ ડાઉનલોડ થઈ રહ્યું છે, પરંતુ ઘણા યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. કોઈને AIS ડાઉનલોડ થવામાં 10 મિનિટ લાગી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોને તો તે બિલકુલ ડાઉનલોડ જ નથી થઈ રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR Filing 2025 ITR e-filing portal not working Income Tax Return Deadline

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ