ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી છે! તો ગભરાતા નહીં, પરંતુ સમજવું જરૂરી

જાણવા જેવું / ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી છે! તો ગભરાતા નહીં, પરંતુ સમજવું જરૂરી

Published By: Priykant Shrimali

Last Updated: 03:12 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Notice : કરદાતાઓ માટે જાણવા જેવુ, આવકવેરાની ‘8 પ્રકારની નોટિસ’, અહીં ક્લિક કરી જાણો દરેકનો અર્થ અને મહત્વ

ADVERTISEMENT

Income Tax Notice : ભારતમાં દરેક કમાણી કરનાર માટે આવકવેરો ફક્ત કાયદેસરની ફરજ નથી પરંતુ નાણાકીય પારદર્શિતા માટે અગત્યનું પગલું પણ છે. ઘણી વાર કરદાતા પોતાનું ITR (Income Tax Return) ભરે છે પરંતુ રિટર્નમાં ભૂલો, છૂટી ગયેલી આવક, ખોટું ગણતરીકામ અથવા વિભાગ સાથે મેળ ન ખાતી નાણાકીય પ્રવૃત્તિઓને કારણે તેમને આવકવેરાની નોટિસ મળી જાય છે. મોટાભાગની નોટિસોમાં ડરવાની જરૂર નથી, તે માત્ર સ્પષ્ટતા માંગતી હોય છે. પરંતુ દરેક નોટિસનો હેતુ અલગ હોય છે. ચાલો આવકવેરાની સૌથી મહત્વની 8 પ્રકારની નોટિસો અને તેમનો અર્થ સરળ રીતે સમજીએ.

કલમ 139(9) : ખામીયુક્ત રિટર્ન (Defective Return Notice)

જો તમે ITR ભરતાં કોઈ માહિતી અધૂરી રાખી હોય અથવા કોઈ ગણતરીકામ ખોટું કર્યું હોય, તો વિભાગ તમારા રિટર્નને ખામીયુક્ત (Defective) ગણાવી કલમ 139(9) હેઠળ નોટિસ મોકલે છે. આ નોટિસ મળ્યા બાદ તમને સમયમર્યાદા અંદર રિટર્ન સુધારવો જરૂરી છે.

કલમ 133(6) : વધારાની માહિતી માંગાતી નોટિસ

આ નોટિસ ત્યારે આવે છે જ્યારે તમે તમારી આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધારે હોવા છતાં ITR ન ભરી હોય, તમારી આવક અથવા ખર્ચમાં ગેરમેળ દેખાતો હોય, તમારા બેંક ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ કાર્ડ ખર્ચ વગેરે વિભાગના રેકોર્ડ સાથે ન મેળ ખાતા હોય. અહીં વિભાગ તમારા નાણાકીય વ્યવહારો વિશે વિગત માંગે છે.

કલમ 142(1) : રિટર્ન પહેલાં/પછી માહિતી માગતી નોટિસ

જો વિભાગને રિટર્નની ચકાસણી માટે વધારાના દસ્તાવેજો કે સ્પષ્ટતાઓની જરૂર પડે, તો આ નોટિસ આવે છે. આ ઉપરાંત, જો તમે રિટર્ન ફાઇલ ન કર્યું હોય ત્યારે પણ આ નોટિસ મળી શકે છે.

કલમ 143(1) : Summary Assessment Notice

આ નોટિસ તમારા ITR પ્રોસેસ થયા બાદ મળે છે. તેમાં વિભાગની ગણતરી અને તમારી ગણતરી વચ્ચે કોઈ તફાવત છે કે નહીં તે દર્શાવવામાં આવે છે. ઘણાં મામલામાં આ ફક્ત જાણકારી માટે હોય છે, અને કોઈ કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી.

કલમ 143(2) : Scrutiny Assessment Notice

જો કલમ 143(1)માં વિભાગને મળેલી માહિતી સંતોષકારક ન હોય અથવા તમારો જવાબ અધૂરો હોય, તો વિભાગ તમારું રિટર્ન વિગતવાર તપાસવા માટે કલમ 143(2) હેઠળ નોટિસ મોકલે છે. આને સ્ક્રુટિની નોટિસ પણ કહેવામાં આવે છે.

કલમ 148 : આવક છૂપાવવાના શંકાસ્પદ કેસમાં નોટિસ

જો વિભાગને લાગે કે તમે તમારી આવકનો કોઈ ભાગ છુપાવ્યો છે અથવા ખોટી માહિતી આપી છે, તો રી-ઓપનિંગ ઓફ એસેસમેન્ટ માટે કલમ 148 અંતર્ગત નોટિસ આવે છે. આ નોટિસ ગંભીર ગણાય છે અને સમયસર જવાબ આપવો અત્યંત જરૂરી છે.

કલમ 156 : Demand Notice

જો તમારા પર કોઈ બાકી કર (Tax), વ્યાજ (Interest) અથવા દંડ (Penalty) બાકી હોય તો વિભાગ આ નોટિસ મોકલે છે. તેમાં ચૂકવવાની રકમ અને સમય મર્યાદા સ્પષ્ટ લખેલી હોય છે.

કલમ 245 : Refund Adjustment Notice

જો તમને એક વર્ષનું રિફંડ મળે અને બીજા વર્ષનું ટેક્સ બાકી હોય, તો વિભાગ રિફંડને બાકી ટેક્સ સામે સમાયોજિત કરવા પહેલાં કલમ 245 હેઠળ નોટિસ મોકલે છે. આ નોટિસ સૂચના-રૂપ છે, જેથી તમે રકમના સમાયોજન વિશે વાંધો હોય તો જણાવી શકો.

આ પણ વાંચો : આજથી રેલવે બુકિંગના નિયમોમાં ફેરફાર, યુઝર્સને થશે સીધો ફાયદો, જુઓ કઇ રીતે

હવે આપણે સરળ ભાષામાં સમજીએ તો આવકવેરાની નોટિસ મળવી એ હંમેશાં મુશ્કેલીનું કારણ નથી. ઘણીવાર તે માત્ર માહિતી અથવા સ્પષ્ટતા માટે હોય છે. પરંતુ દરેક નોટિસનો મતલબ જુદો હોય છે અને યોગ્ય સમયમાં યોગ્ય જવાબ આપવો જરૂરી છે જેથી કોઈ દંડ કે વધારાની કાર્યવાહી ન થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR File Taxpayers Income Tax Notice

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ