બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 23 September 2025
દેશમાં GST 2.0 લાગુ થઈ ગયો છે અને સરકાર મુજબ તેનો સૌથી વધુ લાભ ગરીબ અને મધ્યમ વર્ગને થવાનો છે, કારણ કે તેમની જરૂરિયાતની અનેક વસ્તુઓ હવે સસ્તી મળી રહેશે, જેથી તેઓ આ વસ્તુઓ સરળતાથી ખરીદી શકે.
ADVERTISEMENT
વર્ષ 2017માં લાગુ થયેલા GSTમાં મોટા ફેરફારો કરીને તેમાં રહેલા 12% થી 28% સુધીના સ્લેબ પૂરા હટાવી દેવામાં આવ્યા છે. હવે આ વસ્તુઓને માત્ર બે સ્લેબમાં વહેંચવામાં આવી છે, 5% અને 18%. આ બદલાવથી લગભગ 99% રોજિંદા વપરાશની વસ્તુઓની કિંમત ઘટી ગઈ છે.
ચાલો સમજીએ કે મધ્યમ વર્ગને આ બદલાવથી કઈ કઈ વસ્તુઓમાં ફાયદો થશે?
ADVERTISEMENT
લાખો રૂપિયાની થશે બચત
GST સુધારા દરમિયાન સરકારનું સંપૂર્ણ ધ્યાન ગરીબ અને મધ્યમ વર્ગ પર રહ્યું છે. GSTના અમલ બાદ રસોડામાં વપરાતા ઘી, તેલ, દૂધથી લઈને ટીવી–ફ્રિજ જેવી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે, જે કોઈ પણ મધ્યમ વર્ગના બજેટમાં મોટું સ્થાન ધરાવે છે. સાથે સાથે કાર અને બાઇકના ભાવ ઘટતાં હવે તેને ખરીદવું વધુ સસ્તું બનશે.
ADVERTISEMENT
22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા GST સુધારાઓ બાદ મધ્યમ વર્ગ દર વર્ષે લાખો રૂપિયા બચાવી શકે છે. ટેક્સમાં મોટી રાહતને કારણે આ શક્ય બન્યું છે.
મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી સહેલી
ADVERTISEMENT
GSTમાં થયેલા બદલાવ મુજબ નાના એન્જિનવાળી કાર પર હવે 28%ના બદલે ફક્ત 18% GST લાગશે. સાથે પહેલાં લાગતો સેસ પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. આ સુધારા પછી મારૂતિ અલ્ટો K10 જેવી હેચબેક કારનો ભાવ સીધો 1,07,600 રૂપિયા જેટલો ઓછો થઈ ગયો છે.
5 લાખ રૂપિયાની કાર પર પણ GST કટને કારણે 40,000 થી 50,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. સાથે જ રોડ ટેક્સ અને ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં પણ ઘટાડો થશે, કારણ કે તેનો હિસાબ કારની એક્સ–શોરૂમ કિંમત પર જ થાય છે. આથી 6,000–7,000 રૂપિયા સુધીની વધારાની બચત પણ થશે. આમ, મધ્યમ વર્ગને 50,000 થી 1,07,000 રૂપિયા સુધીનો સીધો લાભ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈન્શ્યોરન્સ બનશે વધુ સસ્તું
સરકાર દ્વારા GST સુધારામાં મોટું પગલું ભરીને જીવન વીમો અને હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવું મધ્યમ વર્ગ માટે ઘણું સરળ બનાવવામાં આવ્યું છે. આ પર લાગતો 18% GST હવે સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયો છે. બચતની વાત કરીએ તો જો કોઈ મધ્યમ વર્ગનો પરિવાર દર વર્ષે 20,000 રૂપિયાનું હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ભરતો હતો, તો તેને સીધો 3,600 રૂપિયાનો લાભ થશે. જ્યારે 10,000 રૂપિયાની ટર્મ લાઇફ પોલિસી પર 1,800 રૂપિયાની બચત થશે. મોટા પ્રીમિયમ પર બચત પણ તેના પ્રમાણમાં વધુ થશે. કુલ મળીને સરકારના આ નિર્ણયથી દર વર્ષે સરેરાશ 5,400 રૂપિયાની બચત થઈ શકે છે.
દર મહિને ઘરખર્ચમાં રાહત
સરકારએ 99% રોજિંદા વપરાશની વસ્તુઓને 5%ના સ્લેબમાં મૂકી દીધી છે અથવા તો ટેક્સ પૂરો હટાવી દીધો છે. દૂધ, પનીર, ઘી જેવી રસોડાની વસ્તુઓ હોય કે પછી ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, બિસ્કિટ હોય, તેના પર પહેલા 12% થી 18% સુધીનો ટેક્સ લાગતો હતો, હવે તેમાં મોટી રાહત મળી છે.
રેડી–ટુ–ઈટ રોટલી, પરાઠા, પનીર, ખાખરા અને કિરણાના સામાન જેવી ઘણી વસ્તુઓ હવે પૂરી રીતે GST મુક્ત થઈ ગઈ છે. સામાન્ય રીતે એક મધ્યમ વર્ગ પરિવાર દર મહિને આશરે 5,000 રૂપિયા ઘરની જરૂરિયાતની વસ્તુઓ પર ખર્ચ કરે છે. નવાં દર મુજબ આ જ ખર્ચ પર દર મહિને 200–300 રૂપિયા સુધી બચત થશે. તેનાથી વર્ષમાં 2,400 થી 3,600 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. વધુ ખર્ચ કરનારાઓ માટે આ બચતનું પ્રમાણ હજુ વધશે.
ઇલેક્ટ્રોનિક આઈટમમાં પણ થશે બચત
આજકાલ એસી–ટીવી અને ફ્રિજ જેવી વસ્તુઓ પણ ઘર માટે જરૂરી બની ગઈ છે. સરકારના GST સુધારા હેઠળ આ વસ્તુઓનો ખાસ વિચાર કરવામાં આવ્યો છે. ફ્રિજ, એસી, મોટા ટીવી પર લાગતો 28% ટેક્સ ઘટાડીને હવે ફક્ત 18% કરી દેવાયો છે.
હિસાબથી જોઈએ તો 30,000 રૂપિયાનું ફ્રિજ ખરીદતાં હવે સીધો 2,400 રૂપિયાનો લાભ થશે. આવી જ રીતે બીજા મોંઘા ઇલેક્ટ્રોનિક્સ પર પણ સારી બચત થશે. સરેરાશ રીતે મધ્યમ વર્ગને આ સામાનની ખરીદીમાં 2,000 થી 10,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.
વધુ વાંચો : GST રિફોર્મથી શેર માર્કેટમાં ઉછાળો, રોકાણકારોએ 12.30 લાખ કરોડ કમાઇ લીધા
કુલ મળીને GST 2.0 સુધારો મધ્યમ વર્ગ માટે મોટી રાહત લઈને આવ્યો છે. કારથી લઈને રસોડાની વસ્તુઓ, ઈન્શ્યોરન્સથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી દરેક ક્ષેત્રમાં વસ્તુઓ સસ્તી થશે. જેના કારણે દર વર્ષે લાખો રૂપિયાની બચત શક્ય બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.