ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:33 PM, 10 September 2025
ADVERTISEMENT
હાલમાં કેન્દ્ર સરકારે અનેક પ્રોડક્ટ્સ પર GST દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. સીધો સોનાં પર GST તો યથાવત જ છે એટલે કે સોનાં પર 3% અને જ્વેલરી મેકિંગ ચાર્જ પર 5%. પરંતુ અન્ય ચીજવસ્તુઓ સસ્તી થતા લોકોના બજેટમાં થોડો રાહતનો શ્વાસ આવ્યો છે, જેનો આડો અસર સોનાં-ચાંદીના બજારમાં પણ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
9 સપ્ટેમ્બરે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાનો ભાવ વધી ₹1,10,047 સુધી પહોંચી ગયો. નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા તહેવારો અને લગ્નસીઝન પહેલાં સોનાની માંગ વધશે, જેના કારણે ભાવમાં વધુ તેજી આવી શકે છે.

ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ સોનામાં રોકાણ કરવું લાંબા ગાળાના રોકાણકારો માટે સારો મોકો બની શકે છે. ટૂંકા ગાળામાં ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેમજ લાંબા ગાળે સોનું પોર્ટફોલિયોને સંતુલિત રાખવા અને સુરક્ષિત એસ્ટેટ માનવામાં આવે છે. રોકાણનો 10-15% હિસ્સો સોનામાં રાખવો યોગ્ય ગણાય છે.
ADVERTISEMENT

માત્ર ફિઝિકલ ગોલ્ડ જ નહીં, આજકાલ ડિજિટલ ગોલ્ડ અને સોનું આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ લોકો રોકાણ કરતા થયા છે. ચાંદીમાં પણ સારી માંગ જોવા મળે છે, ખાસ કરીને ઔદ્યોગિક ઉપયોગ વધવાને કારણે. નિષ્ણાતો કહે છે કે લાંબા સમયથી જે લોકો સોનું ખરીદવાનું મુલતવી રાખી રહ્યા હતા, તેમના માટે હાલનો સમય યોગ્ય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વિશ્વના ટોપ-10 અમીરોના લિસ્ટમાં એક પણ ભારતીય નહીં, જાણો અંબાણી-અદાણી કયા નંબરે
જો તમે તાત્કાલિક નફાની આશા રાખો છો તો સોનામાં રોકાણ કરતા સાવચેત રહો. પરંતુ જો તમારું ધ્યાન લાંબા ગાળાની સુરક્ષા અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન પર છે તો હાલની પરિસ્થિતિમાં સોનું ખરીદવું લાભકારી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT