ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રથયાત્રાના દિવસે જ જ્વેલરી ખરીદનારાઓને મોટી ભેટ, સોનું થઇ ગયું સસ્તું, ઘટાડો હેરાનીભર્યો

Gold Price Today / રથયાત્રાના દિવસે જ જ્વેલરી ખરીદનારાઓને મોટી ભેટ, સોનું થઇ ગયું સસ્તું, ઘટાડો હેરાનીભર્યો

Published By: Nidhi Panchal

Last Updated: 11:03 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે સોનાં અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક તણાવમાં ઘટાડા છતાં રોકાણકારોની માંગ ઘટતાં કિંમતો નીચે આવી ગઈ છે.

ADVERTISEMENT

શુક્રવારના રોજ, અઠવાડિયાના છેલ્લાં ટ્રેડિંગ દિવસે સોનાં અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન જ મોટી તીવ્રતાથી ઘટી ગયો હતો. MCX એક્સચેન્જ પર સોનાનો વાયદાનો ભાવ 0.98 ટકાના ઘટાડા સાથે 955 રૂપિયા ઘટી 96,132 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો. વૈશ્વિક સ્તરે પણ આવી જ સ્થિતિ રહી. અમેરિકાના કોમેક્સ માર્કેટમાં સોનું $33.20 ઘટીને $3,314.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું, જ્યારે ગોલ્ડ સ્પોટ પણ $28.08 ઘટીને $3,299.84 પ્રતિ ઔંસ પર પહોંચ્યું.

gold-Rate

ઘટાડાનું મુખ્ય કારણ

આ ઘટાડાનું મુખ્ય કારણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવમાં થયેલો ઘટાડો છે. જે કારણે સોનું હવે સલામત રોકાણના વિકલ્પ તરીકે નબળું પડતું જણાઈ રહ્યું છે. વૈશ્વિક સ્થિતિમાં સ્થિરતા આવતા રોકાણકારોએ સોનાની ખરીદી ઓછી કરી છે, જેની સીધી અસર તેની કિંમતો પર પડી છે.

gold-final

ચાંદીના ભાવ

ચાંદીના ભાવમાં પણ અસર જોવા મળી છે. MCX પર ચાંદીનો વાયદો 0.11 ટકાના ઘટાડા સાથે 1,06,629 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો. જ્યારે કોમેક્સ પર ચાંદીનો ભાવ 0.16 ડોલર ઘટીને $36.77 પ્રતિ ઔંસ અને ચાંદીનો સ્પોટ ભાવ 0.19 ડોલર ઘટીને $36.46 પ્રતિ ઔંસ થયો હતો.

app promo2

આ પણ વાંચો : ભલે બેંક ડૂબી જાય, તોય ડિપોઝીટ પેટે મળશે રૂ. 5 લાખથી વધારે રકમનો વીમો! જાણો સરકારની તૈયારી

આ સમગ્ર ઘટાડાનો મુખ્ય સંદર્ભ એ છે કે વૈશ્વિક તણાવ ઘટતાં રોકાણકારોની “સેફ હેવન” એટલે કે સલામત રોકાણ તરીકે સોનાં અને ચાંદીમાં લાગણી ઓછી થઈ છે. પરિણામે, ડિમાન્ડ ઘટી છે અને ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને જીઓપોલિટિકલ સમાચાર મુજબ ભાવમાં વધઘટ જોઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCX gold rate gold price drop silver price drop

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ