બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીના ભાવ એકબીજાના વિરોધી બન્યા, એક ઘટ્યું તો બીજું વધ્યું, જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / સોના-ચાંદીના ભાવ એકબીજાના વિરોધી બન્યા, એક ઘટ્યું તો બીજું વધ્યું, જાણો લેટેસ્ટ રેટ

Nidhi Panchal

Last Updated: 03:02 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીનો ભાવ તેજી સાથે વધ્યો છે. સોનાના ખરીદદારોને થોડી રાહત મળી છે તો બીજી તરફ ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આનંદના સમાચાર છે.

આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. રોકાણકારો અને જ્વેલરી ખરીદદારો માટે આ બદલાવ મહત્વનો બની રહ્યો છે.

gold-simple

આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹294 ઘટીને GST વિના 10 ગ્રામ દીઠ ₹1,09,873 પર ખુલ્યો છે. GST સાથે આ ભાવ ₹1,13,169 પ્રતિ 10 ગ્રામ થાય છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં તેજી નોંધાઈ છે. ચાંદીનો ભાવ એક જ ઝટકામાં ₹1,400 વધીને GST વિના ₹1,28,500 પ્રતિ કિલો પર ખુલ્યો છે. GST સાથે આ દર ₹1,32,355 પ્રતિ કિલો થયો છે.

GOLD-SILVER-2

બે વાર ભાવની જાહેરાત

ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ગુરુવારે સોનું GST વિના ₹1,10,167 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે ચાંદીનો દર ₹1,27,100 પ્રતિ કિલો રહ્યો હતો. IBJA દરરોજ બે વાર ભાવ જાહેર કરે છે – એક બપોરે 12 વાગ્યે અને બીજો સાંજે 5 વાગ્યે. સ્પટેમ્બર મહિનાની શરૂઆતથી અત્યાર સુધી સોનામાં ₹7,485 નો ઉછાળો નોંધાયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹10,928 વધી છે. August ના છેલ્લા દિવસે સોનાનો ભાવ ₹1,02,388 હતો, જ્યારે ચાંદીનો દર ₹1,17,572 પ્રતિ કિલો રહ્યો હતો.

app promo5

અમદાવાદમાં સોના અને ચાંદીનો ભાવ

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹11,138, 22 કેરેટ સોનું ₹10,210 અને 18 કેરેટ સોનું ₹8,355 નોંધાયું છે. ચાંદીના ભાવની વાત કરીએ તો પ્રતિ ગ્રામ ₹133 અને પ્રતિ કિલોગ્રામ ₹1,33,000 રહ્યો છે.

આ પણ વાંચો : અચાનક જ શેર બજારમાં આવ્યો ભૂકંપ, અનેક શેર તળિયે, પણ અદાણી ગ્રુપના આ શેરોનો જલવો

કેરેટ મુજબ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 23 કેરેટ સોનું ₹293 ઘટીને GST વિના પ્રતિ 10 ગ્રામ ₹1,09,433 અને GST સાથે ₹1,12,715 પર છે. 22 કેરેટ સોનું ₹269 ઘટીને ₹1,00,644 (GST સાથે ₹1,03,663) પર પહોંચી ગયું છે. 18 કેરેટ સોનું ₹220 ઘટીને ₹82,405 (GST સાથે ₹84,877) થયું છે. 14 કેરેટ સોનાનો ભાવ પણ ₹172 ઘટીને GST વિના ₹64,276 અને GST સાથે ₹66,204 રહ્યો છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Gold Price Bullion Market
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ