ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનું ખરીદવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ, આજે ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate / સોનું ખરીદવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ, આજે ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Published By: Nidhi Panchal

Last Updated: 12:27 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં સોનું અને ચાંદીના ભાવોમાં અચાનક ઘટાડો થતા રોકાણકારો અને ખરીદદારોને આશ્ચર્ય થયું છે. બજારમાં એકસાથે સોનું-ચાંદી બંનેના ભાવ નીચે જતાં લોકોએ નવા દરોની ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

આજે ભારતમાં સોનું અને ચાંદીના બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો તેમજ ઘરેણાં ખરીદનારા લોકો માટે આ દિવસ મહત્વનો બન્યો છે. સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ લગભગ ₹11 નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો લગભગ ₹2,000 સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલતા ઉતાર–ચઢાવ અને ડોલરની નબળાઈ મોટા કારણે છે. આજે દેશભરમાં 24 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ ₹12,497 નોંધાયો છે, જે ગઈકાલે ₹12,508 હતો, એટલે કે લગભગ ₹11 જેટલો ઘટાડો થયો છે. શુદ્ધ સોવું ગણાતું 24 કેરેટ સોવું ઊંચા ભાવ પર વેચાતું હોવા છતાં તેની કિંમતમાં ઘટાડો થતા લોકોએ ખરીદીની રાહત અનુભવી છે.

gold-0n-04-11-25

22 કેરેટ સોનાનો આજે ભાવ ₹11,455 પ્રતિ ગ્રામ રહ્યો છે, જ્યારે ગઈકાલે તે ₹11,465 હતો. એટલે કે લગભગ ₹10 નો ઘટાડો જોવા મળ્યો છે. દાગીના બનાવવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આ સોવું સસ્તું થતાં તહેવારો કે લગ્નની ખરીદીનું આયોજન કરનારાઓ માટે આ સારી તક બની છે. 18 કેરેટ સોનાના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. હાલમાં તેનો ભાવ ₹9,373 પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતાં ₹8 ઓછો છે. સોના સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે મોટો ઘટાડો નોંધાયો છે, જે રોકાણ કરવા ઇચ્છુક લોકો માટે મહત્વની બાબત છે.

vtv app promotion

ચાંદીનો ભાવ

ચાંદીના 10 ગ્રામનો ભાવ આજે ₹1,670 રહ્યો છે, જ્યારે ગઈકાલે તે ₹1,690 હતો, એટલે કે ₹20 નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને આજે તે ₹16,700 છે, જે ગઈકાલ કરતાં ₹200 ઓછું છે. સૌથી મોટો ઘટાડો 1 કિલો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે, જે આજે ₹1,67,000 છે, જ્યારે ગઈકાલે તે ₹1,69,000 હતો, એટલે કે ₹2,000 નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : સોનાના ભાવમાં મોટો કડાકો! બજારમાં કેમ મચી હલચલ? જાણો શું બોલ્યાં નિષ્ણાંતો

બીજી તરફ, અમદાવાદમાં પણ આજે સોનું અને ચાંદીના ભાવ ઘટ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹12,502 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનું ₹11,460 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનું ₹9,378 પ્રતિ ગ્રામ નોંધાયું છે. ચાંદીનો પ્રતિ ગ્રામ ભાવ આજે ₹167 અને પ્રતિ કિલો ₹1,67,000 નોંધાયો છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રોકાણકારો હવે ચાંદીમાં રોકાણને વધુ સારો વિકલ્પ માની રહ્યા છે. એક માહિતી અનુસાર લોકો હવે ચાંદીના ભાવમાં થતા નાના–મોટા ફેરફારોને ધ્યાનમાં રાખીને ખરીદી કરી રહ્યા છે. બદલતા બજારના આ ટ્રેન્ડને જોતા આવતા દિવસોમાં પણ સોવું-ચાંદીના ભાવોમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price live update silver price

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ