ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ધનતેરસ પર લોકોએ પાણીની જેમ વાપર્યા રૂપિયા, 1,000,000,000,000ની કરી ખરીદી

બિઝનેસ / ધનતેરસ પર લોકોએ પાણીની જેમ વાપર્યા રૂપિયા, 1,000,000,000,000ની કરી ખરીદી

Published By: Nidhi Panchal

Last Updated: 12:49 PM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવ વધ્યા છતાં ગ્રાહકો અટક્યા નહીં! સોનાની ચમક અને ચાંદીની ઝળહળ વચ્ચે આજે બજારોમાં એવી ખરીદી જોવા મળી કે રેકોર્ડ જ તૂટી ગયા. ધનતેરસે આ વર્ષે ભારતીય અર્થતંત્રમાં નવુ ઇતિહાસ લખી દીધું.

ADVERTISEMENT

દિવાળીની શરૂઆત સાથે ઉજવાતા ધનતેરસના દિવસે આ વર્ષે અદ્ભુત ખરીદી નોંધાઈ છે. દેશભરમાં લોકો સોનું, ચાંદી, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરના ઉપકરણો ખરીદવા ઉમટી પડ્યા હતા. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા મુજબ, આ વર્ષે ભારતીય ગ્રાહકોએ માત્ર એક જ દિવસે અંદાજે ₹1 લાખ કરોડની ખરીદી કરી છે.

gold-simple

અહેવાલ મુજબ, આ કુલ વેચાણમાં ફક્ત સોના અને ચાંદીના વેચાણનો હિસ્સો ₹60,000 કરોડનો રહ્યો, જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકાનો વધારો દર્શાવે છે. સોનાના ભાવ આ વર્ષે 60 ટકા ઉછળી ₹1,30,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા છે, છતાં પણ લોકોની ખરીદીની ઉત્સુકતા અદભુત રહી.

Gold-Ornaments1

જ્વેલરી બજારોમાં કેટલું વેચાણ?

CAITના જ્વેલરી વિભાગ “ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન”ના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં જ્વેલરી બજારોમાં અપૂર્વ ધસારો જોવા મળ્યો. માત્ર દિલ્હીના બુલિયન બજારોમાં જ ₹10,000 કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે. ધનતેરસને પરંપરાગત રીતે સોનું, ચાંદી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને તે પાંચ દિવસના દિવાળી તહેવારની શરૂઆત દર્શાવે છે.

vtv app promotion

ચાંદીના ભાવ કેટલા?

આ વર્ષે ચાંદીના ભાવ પણ 55 ટકા વધીને ₹1,80,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા, જ્યારે ગયા વર્ષે તે ₹98,000 હતા. તેમ છતાં ગ્રાહકોની માંગ મજબૂત રહી. સોના-ચાંદી સિવાય વાસણો અને રસોડાના ઉપકરણોનું વેચાણ ₹15,000 કરોડ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ સામાનનું ₹10,000 કરોડ, તેમજ સુશોભન અને ધાર્મિક સામગ્રીનું ₹3,000 કરોડનું વેચાણ થયું.

આ પણ વાંચો : દિવાળીમાં IPO ભરતાં લોકોને લાગી ગઈ લોટરી! જાહેર થયાં મોટા સમાચાર, થઈ બલ્લે-બલ્લે

CAITના મહાસચિવએ જણાવ્યું કે આ ઉછાળો GSTમાં રાહત અને "વોકલ ફોર લોકલ" જેવી સરકારની નીતિઓને કારણે શક્ય બન્યો છે. ગ્રાહકો હવે ભારતીય ઉત્પાદનોને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓ, કારીગરો અને સ્થાનિક ઉત્પાદકોને મોટો લાભ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price Dhanteras silver price

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ