ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો રૂપિયાનું સેટિંગ રાખજો! SEBIની 7 દિગ્ગજ કંપનીના IPOને લીલી ઝંડી

બિઝનેસ / રોકાણકારો રૂપિયાનું સેટિંગ રાખજો! SEBIની 7 દિગ્ગજ કંપનીના IPOને લીલી ઝંડી

Published By: Nidhi Panchal

Last Updated: 02:30 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે રોકાણની નવી તકની રાહ જોઈ રહ્યા છો? તો તૈયાર રહો, કારણ કે હવે ભારતીય શેરબજારમાં મોટી IPO લહેર આવવાની છે. નવીનીકરણીય ઉર્જા, લોજિસ્ટિક્સ, ફાર્મા અને જ્વેલરી જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓ પોતાના IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ IPOઓ રોકાણકારો માટે નવા વિકલ્પો અને ઉદ્યોગોના વિસ્તરણ માટે નવી ઊર્જા લાવશે.

ADVERTISEMENT

ભારતીય બજારમાં હવે એવી અનેક જાણીતી કંપનીઓ છે જેમને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે. તેમાં સુદીપ ફાર્મા, રેઝન સોલર, PNGS રેવા ડાયમંડ જ્વેલરી, એગકોન ઇક્વિપમેન્ટ ઇન્ટરનેશનલ, શેડોફેક્સ ટેક્નોલોજીસ, સેફેક્સ કેમિકલ્સ અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARCIL) સામેલ છે.

IPO-SIMPLE

ગુજરાત સ્થિત સુદીપ ફાર્મા કેલ્શિયમ ફોસ્ફેટ અને સ્પેશિયલ એક્સિપિયન્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપની ₹95 કરોડનો IPO લાવવાની તૈયારીમાં છે. આ રકમમાંથી કંપની પોતાના ઉત્પાદન વિસ્તાર, નવી ટેકનોલોજી અને અન્ય પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ કરશે. રેઝન સોલર, નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની મોટી કંપની, ₹1,500 કરોડના IPO માટે તૈયારી કરી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ વર્ષનો સૌથી મોટો ક્લીન એનર્જી પબ્લિક ઓફરિંગ બની શકે છે.

vtv app promotion

પુણેની PNGS રેવા ડાયમંડ જ્વેલરીને SEBIએ ₹450 કરોડના IPO માટે મંજૂરી આપી છે. કંપની મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પોતાનો વ્યવસાય વિસ્તારવાની યોજના ધરાવે છે. એગકોન ઇક્વિપમેન્ટ ઇન્ટરનેશનલ, ગુરુગ્રામ સ્થિત મશીનરી ઉત્પાદક કંપની, ₹330 કરોડનો IPO લાવશે. આ રકમમાંથી તે નવી મશીનરી ખરીદશે અને દેવું ઘટાડશે.

આ પણ વાંચો : 3 વાર બોનસ શેરની ગિફ્ટ, આ કંપનીએ 1 લાખના બનાવી આપ્યાં 1 કરોડ, આજે જ ખરીદી લેજો શેર

લોજિસ્ટિક્સ ક્ષેત્રની જાણીતી કંપની શેડોફેક્સ ટેક્નોલોજીસ પણ રૂ. 1,200 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત સેફેક્સ કેમિકલ્સ અને ARCIL પણ IPO લાવવા તૈયાર છે. આ તમામ IPOઓ સાથે ભારતીય પ્રાથમિક બજારમાં નવી ઉર્જા આવશે અને રોકાણકારોને નવા મફાદાર વિકલ્પો મળશે. વિશ્લેષકો માને છે કે આવતા મહિનાઓ રોકાણકારો માટે અત્યંત સક્રિય અને ઉત્સાહભર્યા સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO SEBI approval Sudip Pharma

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ