બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Business 2024 where to invest money in which stocks

બિઝનેસ / 2024માં આ શૅર તમને આપશે જબરદસ્ત રિટર્ન, માલામાલ થવાનો મોકો

Megha

Last Updated: 11:36 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા ભાગના માર્કેટ નિષ્ણાંતો આ વર્ષમાં ચૂંટણી હોવા છતાંય 2024ને ઈક્વિટી માર્કેટ માટે સારું ગણાવી રહ્યા છે. અહીં અમે તમને 9 એવા શૅર જણાવી રહ્યા છીએ, જેમાં 2024માં તેજી જોવા મળી શકે છે.

  • માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમાણે અસલી તેજી તો 2024માં જોવા મળશે.
  • 2024માં કયા શૅરમાં પૈસા લગાવવા જોઈએ, ચાલો એ વિશે જાણીએ. 
  • નિષ્ણાતો ચૂંટણી હોવા છતાંય 2024ને ઈક્વિટી માર્કેટ માટે સારું ગણાવી રહ્યા છે.

2023નું વર્ષ શૅર બજાર માટે શાનદાર રહ્યું છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સની સાથે સાથે સેક્ટોરિયલ ગ્રોથ પણ સારો રહ્યો છે. માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમાણે 2023માં શૅર બજારમાં જે તેજી જોવા મળી છે, તે તો હજી માત્ર શરૂઆત છે. અસલી તેજી તો 2024માં જોવા મળશે. તો 2024માં કયા શૅરમાં પૈસા લગાવવા જોઈએ, જે સારામાં સારું રિટર્ન આપે, તે જાણી લો.

Topic | VTV Gujarati

મોટા ભાગના માર્કેટ નિષ્ણાંતો આગામી વર્ષમાં ચૂંટણી હોવા છતાંય 2024ને ઈક્વિટી માર્કેટ માટે સારું ગણાવી રહ્યા છે. અહીં અમે તમને 9 એવા શૅર જણાવી રહ્યા છીએ, જેમાં 2024માં તેજી જોવા મળી શકે છે. એક અંદાજ મુજબ આ શૅર્સમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 2023માં -0.58 ટકાના રિટર્ન સાથે મંદી જોવા મળી છે. પરંતુ આગામી વર્ષે તેમાં 18 ટકા સુધીની તેજી આવી શકે છે. રોકાણકારો 2500 થી 2575 રૂપિયાની રેન્જમાં આ સ્ટૉક ખરીદી શકે છે. જે 3030 રૂપિયા સુધી જઈ શકે છે. આ સ્ટૉક 2,220 રૂપિયા પર સારો સપોર્ટ ધરાવે છે, જો આ સપોર્ટ તૂટે તો સ્ટોપ લોસ લેવો જોઈએ.

વાંચવા જેવુ: 2024માં ક્યાં સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ? 2023માં મળ્યું 15 ટકા રિટર્ન, જાણૉ હવે શું છે અનુમાન

હિન્ડાલ્કો
હિન્ડાલકોમાં હાલ 19 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જે નિફ્ટિના 17 ટકાના રિટર્નની આજુબાજુ છે. રોકાણકારો 675 રૂપિયાના ટાર્ગેટ સાથે 545થી 575 રૂપિયાની રેન્જમાં આ સ્ટોક ખરીદી શકે છે. જેનો સ્ટોપ લોસ 456 રૂપિયા પર રાખી શકાય છે.

ટેક મહિન્દ્રા
ટેક મહિન્દ્રાએ આ વર્ષે 26 ટકાનું રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે 1,500 રૂપિયાના ટાર્ગેટ સાથે 18 ટકાના વધારાની આશા આ શૅરમાં રાખી શકાય છે. આ શૅરમાં 1095 રૂપિયાનો સારો સપોર્ટ છે.

PNB
પંજાબ નેશનલ બેન્કના શૅરમાં 50 ટકા કરતા વધુ વધારો જોવા મળ્યો છે. આ શૅરનો ટાર્ગેટ 112 રૂપિયા છે, એટલે તમે 85થી 92 રૂપિયા સુધીમાં તેને ખરીદી શકો છો. રોકાણકારો 78 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવી શકે છે.

Stock Market Opening Stock market booms Sensex opens near 58250 Nifty opens near 17200

ગ્લેક્સો ફાર્મા
ગ્લેક્સો ફાર્મામાં હાલ 2,180 રૂપિયા સુધીની તેજી છે. આ સ્ટૉકની ખરીદ મર્યાદા 1,690થી 1770 રૂપિયા અને સપોર્ 1,540 રૂપિયા છે. આ વર્ષે આ કંપનીના શૅરમાં 33 ટકાનો વધારો જોવા મલ્યો છે.

LIC હાઉસિંગ ફાઈનાન્સ
આ શૅર તમે 510 – 516 રૂપિયા પર ખરીદી શકો છો. આ શૅરમાં કંપનીએ 22 ટકાનું રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોનો ટાર્ગેટ 670 રૂપિયા છે, જે હાલ કરતા 30 ટકા વધારે છે. સ્ટોકની ખરીદ મર્યાદા 490 થી 525 રૂપિયા છે, જ્યારે તેનો સ્ટોપ લોસ 450 રૂપિયા પર રાખી શકાય છે.

અરવિંદ ફેશન
સ્ટોક માર્કેટના નિષ્ણાતોના કહેવા પ્રમામે અરવિંદ ફેશનમાં હાલ કરતા 29 ટકાની તેજી જોવા મળી શકે છે. આ સ્ટોકનો ટાર્ગેટ 525 રૂપિયા છે અને તેની ખરીદ મર્યાદા 390તી 420 રૂપિયા છે. જેનો સ્ટોપ લોસ 335 રૂપિયા રાખી શકાય છે. 

(નોંધ: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. આ વીટીવી ગુજરાતીના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ