બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Bull fell into well, 9 people went to rescue, 6 lost their lives

હૃદય કંપાવનારી ઘટના / બળદ કૂવામાં પડ્યો, બચાવવા માટે 9 લોકો ગયા, 6 એ ગુમાવ્યો જીવ, આખું ગામ હિબકે ચડ્યું

Priyakant

Last Updated: 02:38 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jharkhand News: બળદને બચાવવાની કવાયત વચ્ચે અચાનક કૂવાની માટી ધસી પડી, જેના કારણે તમામ લોકો કુવાના કાટમાળ નીચે દટાઈ ગયા

  • ઝારખંડમાં બળદને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોત 
  • હૃદય કંપાવનારી ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ ગામના 
  • બળદને બચાવવાની કવાયત વચ્ચે અચાનક કૂવાની માટી ધસી પડી

ઝારખંડમાં બળદને બચાવવાના પ્રયાસમાં 6 લોકોના મોતની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ ઘટના ગુરુવાર 17 ઓગસ્ટના રોજ રાંચીથી 70 કિલોમીટર દૂર સિલ્લી બ્લોકના મુરી ઓપી વિસ્તારના પિસ્કા ગામમાં બની હતી. વિગતો મુજબ આ હૃદય કંપાવનારી ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ ગામના હતા. આ તરફ આ લોકોના મૃત્યુના સમાચારથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

રાંચીના સિલ્લી બ્લોકના મુરી ઓપી વિસ્તારના પિસ્કા ગામમાં થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે કૂવાની માટી ઢીલી પડી ગઈ હતી. આ દરમિયાન ગુરુવારે સાંજે 4 કલાકે બળદ કૂવામાં પડી ગયો હતો. તેને બચાવવા માટે 9 લોકો કૂવામાં ઉતર્યા હતા. બધા બળદને દોરડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

અચાનક કૂવાની માટી ધસી પડી
બળદને બચાવવાની કવાયત વચ્ચે અચાનક કૂવાની માટી ધસી પડી હતી. જેના કારણે તમામ લોકો કુવાના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ તરફ ઘટનાને લઈ મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. જેમાં 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે દુ:ખદ સમાચાર એ છે કે, આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. 

ઘટના બાદ NDRFની ટીમ પહોંચી 
વિગતો મુજબ ઘટનાની જાણકારી મળતા જ ઘટના બાદ NDRFની ટીમ પહોંચી હતી. પરંતુ અવિરત વરસાદને કારણે રાત્રે 1 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે શુક્રવારે સવારે 2:15 વાગ્યા સુધી ચાલુ રહી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્રાંત માંઝી નામના વ્યક્તિનો બચાવ થયો હતો. તેના માથામાં ઈજા થઈ છે. આ અકસ્માતમાં વિક્રાંતના પિતાનું મૃત્યુ થયું છે. 

શું કહ્યું બચી ગયેલ વ્યક્તિએ ? 
સમગ્ર મામલે આ ઘટનામાં બચી ગયેલ વિક્રમ માંઝી નામના વ્યક્તિએ એક ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે, મારા પિતા ખેતરોમાં કામ કરતા હતા. તે જ સમયે મારા નાના ભાઈએ તેમને કહ્યું કે, એક બળદ કૂવામાં પડી ગયો છે. આ સાંભળીને તેઓ મદદ માટે ગયા. જેને લઈ હું પણ તેમની પાછળ ગયો. ઘણા કલાકો પછી મને બહાર કાઢવામાં આવ્યો.  

શું કહ્યું પોલીસે ? 
પોલીસના જણાવ્યા અનુસાર બળદને બચાવવા માટે 5 લોકો કૂવામાં ઉતર્યા હતા અને 4 લોકો કૂવાની ઉપર હતા. માટી ધસી પડતા તમામ લોકો 40 ફૂટ નીચે દટાઈ ગયા હતા. રાંચીના એસપી (ગ્રામીણ) એચબી જામાએ જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે એક બળદ કૂવામાં પડી ગયા બાદ બની હતી. તેને બચાવવાના પ્રયાસમાં નવ લોકો કૂવામાં અંદર ગયા પરંતુ ત્યારે જ જમીનનો એક ભાગ અંદર ખાબક્યો.

મુખ્યમંત્રી સોરેને વ્યક્ત કર્યો  શોક 
આ તરફ સમગ્ર ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી હેમંત સોરેને રાત્રે સોશિયલ મીડિયા પર લખ્યું કે, સિલ્લીના મુરી વિસ્તારમાં સ્થિત પિસ્કા ગામમાં કુવામાં લોકોના મોતના દુઃખદ સમાચારથી દુઃખી છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ