બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 24 March 2023
ADVERTISEMENT
બુધ મેષ રાશિમાં 31 માર્ચ 2023ના રોજ 14: 22 પર ઉદય થશે. બુધ ઉદયથી અમુક રાશિઓ પર સકારાત્મક અને અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડશે. બુધ ઉદયથી અમુક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. તો આવો જાણીએ કે બુધના ઉદય થવાથી કઇ રાશિઓના જાતકોએ રહેવુ પડશે સતર્ક, શું આ લિસ્ટમાં તમારી રાશિ પણ સામેલ છે?
વૃષભ રાશિઃ વૃષભરાશિના જાતકો માટે બુધ બીજા અને પાંચમાં ભાવનો સ્વામી છે અને 12માં ભાવમાં ઉદય થયો છે. આ તમને તમારા પરિવારના સભ્યો કે બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની આપી શકે છે. તેવી પરિસ્થિતિ પણ આવી શકે છે કે તમારે કોલેજ છોડવી પડી શકે છે, શિક્ષા પણ વચ્ચેથી જ રોકવી પડે અથવા તમારી શિક્ષા વચ્ચે અંતર વધી સકે છે. તમારુ માન સન્માન દાવ પર લાગી શકે છે. તમારે સાવધાન રહેવાની જરુર છે. તમારે આ સમય દરમિયાન નાણાંકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, અથવા નોકરી છુટવાનો કે વ્યવસાયમાં નિષ્ફળતાનો સામનો થઇ શકે છે. તમારે આ પરિસ્થિતિમાં સાવધાની પૂર્વક કાર્ય કરવુ અને તાર્કિક રુપે કામ કરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
કર્ક રાશિઃ બુધ ત્રીજા અને બારમાં ભાવમાં થઇને મેષ રાશિના દસમાં ભાવમાં સ્થિત થશે. કામમાં મુશ્કેલિઓ આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો અથવા તમારા સહકર્મી બોસ અને અન્ય અધિકારીઓની સામે તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરીને તમારી પર હાવિ થવાનો પ્રયત્ન કરી શકે છે. તમારા ઇરાદાનો ખોટો અર્થ નીકળી શકે છે. તમારા કાર્યક્ષેત્ર અવ્યવસ્થિત થઇ શકે છે અથવા કામ વધારે હોવાના કારણે તણાવ પણ અનુભવી શકો છો. 10માં ભાવમાં 12માં ભાવના સ્વામી ઉદય થવા પર અમુક સમય માટે બેરોજગાર બની શકો છો. જો અન્ય ગ્રહોની સ્થિતિ પણ સહાયક નહીં હોય તો તમે પોતાના પદ કે પ્રતિષ્ઠા ગુમાવી શકો છો. આ સમય તમારી નોકરી કરિયર માટે થોડો ડામાડોળ થઇ શકે છે તેથી સાવધાની રાખો.
કન્યા રાશિઃ બુધ લગ્નના સ્વામી અથવા પ્રથમ ભાવનો સ્વામી અને 10માં ભાવનો સ્વામી છે અને પરિવર્તનના 8માં ભાવમાં મેષ રાશિમાં ઉદય થશે, આ સમયે તમને નાણાકીય સ્થિરતા માટે સંઘર્ષ કરતા હોય છે. તમારા અને પરિવારના કોઇ સભ્યોના સ્વાસ્થ્ય બગડવાના કારણે હોસ્પિટલનુ બિલ વધી શકે છે. જો તમે નોકરી બદલવા ઇચ્છો છો તો તમને સારી ઓપ્ચ્યુનિટી મળી શકે છે પરંતુ ત્યાર બાદ નોકરી બદલવાના નિર્ણય પર પછતાવો થઇ શકે છે. કાર્યસ્થળ પર તમારા સહકર્મી સહાયક ના થઇ શકે છે. કોઇપણ રીતે ઓફિસ ગોસિપ અથવા ઓફિસ પોલિટિક્સનો ભાગ ન બનો કારણ કે અધિકારીઓની સામે તમારી છાપ ખરાબ બની શકે છે. પરિણામસ્વરુપ તમે કાર્યસ્થળ પર પોતાની પ્રતિષ્ઠા પણ ગુમાવી શકો છો. નાણાની યોજના બહુ સાવધાની રાખવી જોઇએ, વિશેષ રુપથી વ્યવસાયના માલિકોને કારણ કે આ સમય દરમિયાન દેવાળુનો સામનો કરવો પડી શકે છે, જો તમારા બુધ જન્મકુંડળીમાં ખરાબ સ્થિતિમાં છે.
ADVERTISEMENT
કુંભ રાશિઃ બુધ પંચમ અને અષ્ટમ ભાવના સ્વામી બની ત્રીજા ભાવમાં ઉદય થઇ રહ્યો છે. તમારા તમારે નાના ભાઇ-બહનોની સાથે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઇ પ્રોજેક્ટને હાસિલ કરવુ ઇચ્છો છો,જો ઝડપથી તમને તેમાં સફળતા મળી શકે છે. તમારી કુંડળીમાં બુધ નકારાત્મક રુપથી સ્થિત છે અથવા અશુભ પ્રભાવમાં છે તો તમને મોડો અનુભવ થઇ શકે છે. વ્યાપારિક વ્યક્તિઓને વ્યાપારિક સૌદો કરતી વખતે સાવધાની રાખવી જોઇએ કારણ કે તમારી સાથે દગો થઇ શકે છે, જો તમે વિશ્વાસ કર્યો તો તમને ધાર્યુ પરિણામ નહીં મળી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT